________________
३७ પિતાનું પદ સ્વીકારવા કહે છે, સ્થૂલભદ્ર કહે વિચારીને વાત, અશોકવનમાં જઈ મનોમન વિચારે છે, જે પદને કારણે પિતાનું મૃત્યુ થયું, તે આ પદ કેવું?ભોગ આ ભવમાં સુખ આપે, તપ પરલોકમાં, પરંતુ પદ તો આ ભવને પરભવ બન્ને ભ્રષ્ટ કરનાર છે, એમ વિચારી સંયમ સ્વીકારી રાજા પાસે આવી ધર્મલાભ કહે છે, સ્થૂલભદ્ર ! આ શું? ઉચિત જ કર્યું છે. શ્રી સંભૂતિગુરુ પાસે સંયમ સ્વીકારે છે, રાજા શ્રીયકને હાથ ઝાલીને મંત્રી પદે બિરાજિત કરે છે.
કોશાને ત્યાંથાતુર્માણ- સ્થૂલભદ્ર ગુરુપાસે અમૃતની જેમ મૃતરસનું પાન કરતા વ્રત પાલન કરે છે. ગુરુ સાથે પાટલિપુત્ર ચાતુર્માસ માટે આવે છે, અષાઢ ચોમાસું આવતા એક સિંહની ગુફા આગળ, બીજા દષ્ટિવિષસર્પના બિલ આગળ, ત્રીજા કૂવાના લાકડા ઉપર ઉપવાસ સાથે ચોમાસુ કરવા ગુરુની આજ્ઞાથી જાય છે, સ્થૂલભદ્ર ગુરુને કહે છે, ગુરુદેવ! આ જ નગરમાં કામદેવના ઘર જેવી, દેવલોકના વિમાનથી પણ ચડિયાતી, કોશા વેશ્યાની ચિત્રશાળામાં, ષસ ભોજન કરતા ચોમાસું રહેવા આજ્ઞા આપો. ગુરુ તેની વાત સાંભળી વિચારે છે, આ રીતે આ મુનિ શું ચારિત્રથી ભ્રષ્ટ થશે? જ્ઞાનનો ઉપયોગ મૂકી તેમનું સત્ત્વ જાણી સહર્ષ અનુમતિ આપે છે, ગુરુ પાસેથી નીકળી ઈર્યાસમિતિથી યુક્ત નીચે દૃષ્ટિ રાખતા કોશાના ઘર તરફ જાય છે, આવતા જોઈને જ દાસી કોશાને વધામણા આપે છે, મેઘના આગમનથી મોર નાચી ઊઠે, તેમ તેમની સન્મુખ જાય છે. આજે હું ધન્ય બની, કાર્ય ફરમાવો. તારે ત્યાં નિરાબાધ સ્થાન ચોમાસા માટે છે? હસતા હસતા કોશા કહે છે, નાથ ! આ ગેહ (ઘર) અને દેહ તમારા જ છે. કામદેવની શાળા જેવી ચિત્રશાળા, આપ તપસ્વી માટે તો તપોવન જેવી છે. પધારો ત્યાં. ગુરુના વચનનું સ્મરણ કરી પ્રવેશ કરે છે, પસ ભોજન વહોરાવે છે, મુનિ વિધિપૂર્વક ગોચરી વાપરી સ્વાધ્યાયમાં લીન બને છે, કોશ દાસી સાથે વાર્તાલાપ કરે છે. બાળ મૃણાલ મકાનના સ્થંભના ભારને વહન કરી શકે? ચોક્કસ મારા પ્રિય મારો વિયોગ સહન ન થાવાથી જ અહી આવ્યાં છે? સખી કહે છે, ના ના એમની નજર જ કહી આપે છે કે તેઓ અસ્મલિત ચારિત્ર પાળશે, આહાર લઈને પણ કામને વશ નહિ થાય, જે ઝેર ખાઈને જીવે તે જ મહાયોગી છે.“મહાયો સર્વેદ વિષે થોડત્તિ જ નીતિ"[y:૪૮૪, શ્નો-૧૧૭] કોશા કહે તારી બધી વાત સાચી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org