________________
સાધુને તમે ઘરમાં રાખ્યા? જેનામાં કંઈ પણ દાક્ષિણ્ય નથી, પુત્રની વાત જાણતા છતા મંત્ર-તંત્રના પ્રયોગ કરતા નથી, તને શું વશ કરી દીધા છે. શેઠ કહે છે, તમે બધા ચૂપ રહો, પહેલેથી મેં જ વાર્યા હતા, સાધુઓને આ વાતનો નિષેધ પણ છે પુત્ર કર્માનુભાવથી મૃત્યુ પામે છે, આખા ઘરમાં શોક વ્યાપી જાય છે, તેની મરણની વિધિ પતાવે છે, સગા વ્હાલા આક્રાંત કરે છે. બન્ને મુનિઓ તો પોતાનામાં મસ્ત, મુવાજીવી છે, શ્રેષ્ઠી પણ પ્રબુદ્ધ બની તેમની પાસે ધર્મસાધના કરે છે.'
યૂલિકાનો ઉદ્દભવ, શ્રીટયૂલિભદ્રજી:- પાટલિપુત્ર નગર છે. નંદરાજા રાજ કરે છે, શકટાલ તેમના મંત્રી છે લક્ષ્મીવતી મંત્રીની પત્ની છે. મોટા સ્થૂલભદ્ર, નાના શ્રીયક, બે પુત્ર છે. રૂપમાં ત્રણ ભવનમાં જેની જોડ નથી, એવી સૌભાગ્યના કોશ જેવી કોશા ગણિકા છે. સ્થૂલભદ્ર તેમના ઘરે બાર વર્ષથી રહ્યા છે. ત્યાં સર્વવિદ્યામાં કુશલ વરરુચિ નામે બ્રાહ્મણ રોજ નવા ૧૦૮ શ્લોકોથી રાજાની સ્તુતિ કરે છે, મંત્રીશ્વર કહે છે, રાજન ! એ તો મારી છોકરીઓ જક્ષા, જક્ષદિન્ના વગેરે સાતને પણ કંઠસ્થ છે. બીજે દિવસે રાજા પાસે વરરુચિ ૧૦૮ શ્લોક બોલે છે, તે બધા જક્ષા વગેરે સાતે સાત વારાફરતી બોલી જાય છે. મંત્રીના લેષથી તેનું છિદ્ર શોધતા એકવાર મંત્રીની દાસી મળે છે, મંત્રીના ઘરે પણ રાજા જમવા આવવાના છે, તેથી તેમને આપવા સોની પાસે સિંહાસન વગેરે આભૂષણો બની રહ્યા છે, તે વાત જાણે છે, નાના બાળકોને સુખડી વગેરે આપી રાજી કરી લોક શીખવાડે છે, શકટાલ નંદને મારી શ્રીયકને રાજા બનાવશે. રાજા બાળકોના મુખેથી આ સાંભળી વિચારે છે. બાળકો અને સ્ત્રીઓ જે બોલે અને જે ઔત્પાતિકી ભાષા છે, તે ક્યારે ખોટી નહિ હોય. મંત્રીને ત્યાં તપાસ કરાવે છે, વાત સાચી નીકળે છે, ક્રોધે ભરાય છે. હોંશિયાર મંત્રી પરિસ્થિતિ સમજી, રાજાને નમન કરતી વખતે મારું મસ્તક ઉડાવી દેજે, એમ શ્રીયકને જણાવે છે. પુત્ર કહે છે, ચાંડાલ પણ આવું પિતૃહત્યાનું પાપ ન કરે. દીકરા, હું તો તાલપુટ ઝેરથી જ મરી ગયો હોઈશ, તારે તો માત્ર ક્રિયા કરવાની છે. વાત સ્વીકારી રાજસભામાં એ રીતે કરે છે, રાજા કહે છે શ્રીયક આ શું કર્યું?વિદ્રોહીનો નાશ કરી આપની સેવા કરી છે, રાજવી શ્રીયકને પિતાનું પદ સ્વીકારવા કહે છે, રાજન! આપની વાત સાચી પણ મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર કોશાને ત્યાં બાર વર્ષથી છે, રાજા તેને બોલાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org