SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જયવંતા દશવૈકાલિકની જયવંતી વૃત્તિઓઃ- સંયમીના પ્રાણ અને શ્વાસ સ્વરૂપ એવા શ્રીદશવૈકાલિકસૂત્ર ઉપર નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામિજીની નિર્યુક્તિ, શ્રી જિનદાસગણીજીની તેમજ શ્રીઅગસ્ત્યસિંહગણીની ચૂર્ણિ, જિનાગમના રહસ્યોને પોતાની આગવી સૂઝથી પ્રકાશિત કરનાર શ્રીહરિભદ્રસૂરિજીની બૃહવૃત્તિ, શ્રીસુમતિસૂરિજી, અચલગચ્છીય શ્રી વિનયહંસજી શ્રીમણિકયશેખરસૂરિજી, શ્રીસમયસુંદરરજી, શ્રીશાંતિદેવસૂરિ આદિની વૃત્તિઓ વિદ્યમાન છે. પરંતુ શ્રીતિલકાચાર્યરચિત વૃત્તિ, તેરમા સૈકામાં રચાયેલ હોવા છતાં અનોખી છે. જયવંતા શ્રીતિલકાથાર્થઃ- “કોઈ પણ કર્તાની કૃતિ જાણતા પહેલા તેની જીવનદ્યુતિ જાણવી જરૂરી છે.” વૃત્તિકાર પોતે જ ગ્રંથની પ્રશસ્તિમાં પોતાની ઓળખ, પોતાની ગુરુપરંપરા, વિશેષતઃ પોતાની લઘુતા-મન્દબુદ્ધિતા વર્ણવે છે. શ્રીવીરપ્રભુની પાટે શ્રીસુધર્મસ્વામીજીની પાટપરંપરામાં ચંદ્રગચ્છમાં શ્રીચંદ્રપ્રભસૂરિજી થયા તેમના પટ્ટધર મહારાજા શ્રીજયસિંહદેવ પ્રતિબોધક શ્રીધર્મઘોષસૂરિજી થયા. તેમની પાટે અભિનવ સૂર્યસમાન શ્રીચક્રેશ્વરસૂરિ પધાર્યા તેમના શિષ્ય શ્રીશિવપ્રભસૂરિ થયા. તેમના શિષ્ય... श्रीशिवप्रभसूरिणां तेषां शिष्योऽस्मि मन्दधीः । નાના શ્રીતિાવાર્થ:, શ્રુતારાયનવૃદ્ધિમાજ઼ ।।।।[પૃ.૨૭, ો-૧] મંદબુદ્ધિ હોવા છતા શ્રુતજ્ઞાનની આરાધનાની તમન્નાવાળા શ્રીતિલકાચાર્ય થયા. પોતે બધી રીતે સમર્થ હોવા છતાં સહાયક શ્રીપદ્મપ્રભસૂરિ, સંશોધક શ્રીપાલચંદ્રસૂરિ, પ્રથમ કોપી કરનાર પંડિત શ્રીયશસ્તિલક આદિ પોતાના શિષ્યોની, તેમના જ્ઞાનની ગરિમાની મુક્તકંઠે અનુમોદના કરે છે. તેવા શ્રીતિલકાચાર્ય તથા તેમના શિષ્યો જયવંતા વર્તો. શ્રીતિલકાચાર્યની જયવંતી વૃત્તિઃ- પ્રાસાદિક શૈલીઃ- શ્રીદશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ, અનેક વૃત્તિ હોવા છતાં આ વૃત્તિ ઘણી રીતે બધા કરતા જુદી પડે છે. આગમસૂત્ર હોવા છતાં આગમિકશૈલીને સ્થાને, સર્વજીવોને સ્વીકાર્ય બને, તેવી કાવ્યાત્મક, કથાત્મક, કલાત્મક પ્રાસાદિકશૈલી સ્વીકારી છે. ગ્રંથાગ્ર ૭૦૦૦ શ્લોકપ્રમાણ છે. વૃત્તિની રચના વિક્રમ. સંવત ૧૩૦૪માં કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy