________________
સંપાદકીય નિવેદન...
प्रकृति-प्रत्ययोपाधि-निपातादि विभागशः ।
यदन्वाख्यानकरणं, शास्त्रं व्याकरणं विदुः ॥ પ્રકૃતિ અને પ્રત્યયોના વિભાગ દ્વારા પદોનું સ્પષ્ટીકરણ કરનાર શાસ્ત્ર વ્યાકરણ.
વ્યાકરણના સૂત્રો સંજ્ઞા, વિધિ, નિષેધ, નિયમ, અતિદેશ અને અધિકાર એ છ વિભાગોમાં વિભક્ત હોય છે. પ્રત્યેક સૂત્રનાં પદચ્છેદ, વિભાગ, સમાસ, અર્થ, ઉદાહરણ અને સિદ્ધિ એ છ અંગો હોય છે.
શબ્દોની વ્યુત્પત્તિઓના બોધાર્થે ઐકે સૈકે યુગે યુગે વ્યાકરણ સંબંધી લઘુ-મધ્યમ-બૃહતુ બહુવિધગ્રંથોની રચનાઓ થતી આવી છે. મહર્ષિ પાણિનિએ ઈ.સ.પૂર્વે ૫૦૦ થી ૪૦૦ની વચ્ચેના સમયમાં પાણિનિવ્યાકરણની રચના કરી હતી. ઈ.સ. પૂર્વે ૪૦૦ થી ૩૦૦ની વચ્ચેના સમયમાં વરરૂચિ, પતંજલિ, ચંદ્રગોમિનું આદિ અનેક વૈયાકરણીઓ થયા હતા. યાપનીય સંઘના આચાર્ય શાકટાયને વિ.સ. ૯૦૦માં શબ્દાનુશાસનની રચના કરી હતી. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ વિ.સં. ૧૦૮૦માં પંચગ્રંથી વ્યાકરણની રચના કરી હતી. ત્યાર પછી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે પૂર્વે રચાયેલા વ્યાકરણોનું અવગાહન કરી તેમાં રહેલી ત્રુટિઓ, વિશૃંખલતા, ક્લિષ્ટતા, વૈદિક પ્રયોગો વિગેરે દૂર કરી સવાલાખ શ્લોક પ્રમાણ પંચાંગી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યાકરણની રચના કરી હ વિક્રમની તેરમી શતાબ્દિમાં આચાર્ય મલયગિરિજીએ શબ્દાનુશાસન (મુષ્ટિ વ્યાકરણ)ની રચના કરી હતી. ત્યાર પછી પણ અનેક વ્યાકરણોની રચનાઓ થઈ હતી. આજે વ્યાકરણના વિષય પર જૈનાચાર્યોના જ શતાધિક ગ્રંથો પ્રાપ્ત થાય છે. તે સિવાય પણ વ્યાકરણવિષયક નાની-મોટી અનેક અપ્રગટ કૃતિઓ જ્ઞાનભંડારોમાં રહેલી છે. કેટલાક આચાર્યોની વ્યાકરણવિષયક રચાએલી કૃતિઓના નામો મળે છે પણ તે કૃતિઓની પોથીઓ જ્ઞાનભંડારોમાં મળતી નથી. જેમકે જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિ રચિત દીપવ્યાકરણ, આચાર્ય મલ્લવાદીસૂરિ રચિત વિશ્રાન્તવિદ્યાધરન્યાસ, ક્ષપણક નામના વૈયાકરણીએ રચેલ ક્ષપણકવ્યાકરણાદિ. હેમચન્દ્રાચાર્યે સુત્રસંકલના સંજ્ઞા-સંધિ-સ્વાદિ-કારક-
ષણત્વ-સ્ત્રીપ્રત્યય-સમાસ-આખ્યાત-કૃદન્ત તદ્ધિતના વિષયક્રમથી તથા અનુવૃત્તિના ક્રમ પ્રમાણે કરી હતી. આ વ્યાકરણ પરથી ૨૧ કારિકાઓમાં હેમવિશ્વમટીકા, ચંદ્રગથ્વીય દેવપ્રભના શિષ્ય આચાર્ય દેવાનંદસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ, તપાગચ્છીય મહોપાધ્યાય કીર્તિવિજયજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજી ગણિવર્યે વિ.સં. ૧૭૧૦માં હૈમલઘુપ્રક્રિયાની તથા વિ.સં. ૧૭૯૭માં હૈમલઘુપ્રક્રિયા પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org