________________
પ્રકાશકીય નિવેદન...
પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની શુભ ભાવના તેમજ પ્રેરણાથી વિ.સં. ૨૦૪૫ના વર્ષે સ્થપાયેલ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાયેલ આ ટ્રસ્ટે, પૂજ્ય આચાર્યશ્રીના શિષ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે. તેમાં આપણા મૂર્ધન્ય વિદ્વજ્જનોને ‘શ્રીહેમચન્દ્રાચાર્ય ચન્દ્રક’ અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવે છે. વિદ્વજ્જનોને આમંત્રણ આપીને વિવિધ વિષયો પર પરિસંવાદ અને સંગોષ્ઠીનું આયોજન થાય છે અને પ્રાચીન સાહિત્યના ગ્રંથોનું સંશોધનસંપાદન કરાવવાપૂર્વક તેનું પ્રકાશન કરવામાં આવે છે. આજ પર્યંત આ ટ્રસ્ટના આશ્રયે આવા અનેક ગ્રંથોનું પ્રકાશન થયેલ છે, જે જૈન સંઘમાં જ નહિ પણ દેશ-વિદેશના અસંખ્ય વિદ્વાનોમાં પણ પ્રશંસાપાત્ર તથા ઉપાદેય બનેલા છે. ‘અનુસન્યાન’ નામે એક શોધપત્રિકા પણ આ ટ્રસ્ટના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે, જેના અઘાધિમાં ૬૩ અંકો થઈ ચૂક્યા છે.
આજે આ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીહેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમવ્યાળ ઉપર લખાયેલા દુખ્તિા નામના અપ્રગટ વિવરણનો સાતમો ભાગ (અધ્યાય ૭/૧ થી ૭/૪) પ્રકાશિત થઈ રહ્યો છે, જેનો અમને આનંદ છે. આ ગ્રંથનું હસ્તલિખિત પ્રતિઓ પરથી પ્રતિલિપિ-લેખન તેમજ સંપાદન, પૂજ્ય આ.શ્રીવિજયશીલચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીવિમલકીર્તિવિજયજી મહારાજે કરેલ છે. આવું સરસ કાર્ય કરવા બદલ તેઓ અભિનંદનના અધિકારી છે.
શ્રીહેમચન્દ્રાચાર્યના ગ્રંથ પરની અપ્રકાશિત ટીકાના ગ્રંથના છઠ્ઠા ભાગનું પ્રકાશન થઈ ગયેલ છે. સાતમા ભાગનું પ્રકાશન કરવાનો લાભ અમારા ટ્રસ્ટને સાંપડ્યો, તે અમારું સદ્ભાગ્ય છે. અમો આશા રાખીએ છીએ કે બાકીના ભાગ પણ આ જ રીતે તૈયાર થશે અને તેના પ્રકાશનનો લાભ પણ અમોને-અમારા ટ્રસ્ટને જ પ્રાપ્ત થશે. ગ્રંથનું સુંદર અક્ષરાંકન-મુદ્રણ કરી આપવા બદલ શ્રી કિરીટ ગ્રાફિક્સ (અમદાવાદ)ને ધન્યવાદ.
ફાગણ સુદ-૧૪, વિ.સં. ૨૦૭૦
Jain Education International
For Personal & Private Use Only
લિ.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નવમજન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણનિધિ
અમદાવાદ
www.jainellbrary.org