________________
ચૈત્યમાં વાસ કરવો વ્યાજબી છે. તેમજ તેમણે પુસ્તકાદિના જરૂરી કામમાં ખપ લાગે માટે યથાયોગ્ય પૈસાટકા પણ સંઘરવા જોઈએ. ઈત્યાદિ અનેક શિથિલાચારની તેઓએ હિમાયત કરવા માંડી અને જે થોડા ઘણા વસતિવાસી મુનિઓ રહ્યા હતા તેમની અનેક રીતે અવગણના કરવા માંડી.
શ્રીદેવદ્ધિગણિ પર્યત સાધુઓનો મુખ્ય ગચ્છ એક જ હતો, છતાં સકારણ તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવેલ છે. જેમ કે, શરૂઆતમાં તેના મૂળસ્થાપક શ્રીસુધર્મગણધરના નામ પરથી તે “સૌધર્મગચ્છ' કહેવાતો હતો. ત્યાર પછી ચૌદમી પાટે શ્રીસામંતભદ્રસૂરિએ વનવાસ સ્વીકાર્યો એટલે તે “વનવાસી” ગચ્છ કહેવાયો. ત્યાર પછી કોટિમંત્રજાપના કારણે તે કોટિકગચ્છ' કહેવાયો છે. છતાં તેમાં અનેક શાખાઓ અને કુળો થયા, પણ તેઓ પરસ્પર અવિરોધી હતા. કેમ કે, કોઈને પણ પોતાના ગચ્છનો યા શાખાનો યા કુળનો અહંકાર અથવા મમત્વભાવ ન હતો. પણ ચૈત્યવાસ શરૂ થતાં તેમણે સ્વગચ્છનાં વખાણ અને પરગચ્છની હેલના કરવા માંડી એટલે અરસપરસ વિરોધી ગચ્છો ઊભા થયા.
ગચ્છ શબ્દનો મૂળ અર્થ એ છે કે ગચ્છ અથવા ગણ એટલે સાધુઓનું ટોળું. માટે ગચ્છ ગાબ્દ કંઈ ખરાબ નથી, પણ ગચ્છ માટે અહંકાર, મમત્વ કે કદાગ્રહ કરવો તે જ ખરાબ છે. છતાં ચૈત્યવાસમાં તેવો કદાગ્રહ વધવા માંડ્યો. આ ઉપરથી તેઓમાં કુસંપ વધ્યો, ઐક્ય તૂટ્યું. હવે એક ગચ્છમાંથી ચોર્યાસી ગચ્છ થઈ પડ્યા. તેઓ એકમેકને તોડવા મંડ્યા અને આ રીતે સમાધિમય ધર્મના સ્થાને કલહ-કંકાશમય અધર્મનાં બીજ રોપાયાં.
પાંચમા આરારૂપ અવસર્પિણી કાળ એટલે પડતો કાળ તો હંમેશાં આવ્યા કરે છે. પણ અગાઉ કાંઈ આ જૈનધર્મમાં આવી ધાંધલ ઊભી થઈ નથી, પણ હમણાંનો પડતો કાળ સાધારણ રીતે પડતા કાળ કરતાં કંઈક જુદી તરેહનો હોવાથી તે હુંડ એટલે અતિશય ભંડો હોવાથી તેને હુંડાવસર્પિણી કાળ કહેવામાં આવ્યો છે. આવો કાળ અનંતી અવસર્પિણીઓ વીતતાં જ આવે છે. તેવો આ ચાલું કાળ પ્રાપ્ત થયો છે. તે સાથે વિરપ્રભુના નિર્વાણ વખતે બે હજાર વર્ષનો ભસ્મગ્રહ બેઠેલો તે સાથે મળ્યો, તેમજ તેની સાથે અસંયતિ પૂજારૂપ દશમો અચ્છેરો પોતાનું જોર બતાવવા લાગ્યો. એમ ચારે સંયોગો ભેગા થવાથી આ ચૈત્યવાસરૂપ કુમાર્ગ જૈનધર્મના નામે ચોમેર ફેલાવા માંડ્યો. ગુરુઓ સ્વાર્થી થઈ યોગ્યાયોગ્યનો વિચાર પડતો મૂકી ને હાથમાં આવ્યો તેને મુંડીને પોતાના વાડા વધારવા માંડ્યા અને છેવટે વેચાતા ચેલા લઈ વિના વૈરાગ્યે તેમને પોતાના વારસ તરીકે નીમવા માંડ્યા.
હવે કહેવત છે કે “યથા ગુરુતથા શિષ્યો યથા રાના તથા ના">તે પ્રમાણે ગુરુઓ શિથિલ થતાં તેમના તાબા નીચેના યતિઓ તેમના કરતાં પણ વધુ શિથિલ થયા. તેઓ દવાદાર-દોરાધાગા વગેરે કરીને લોકોને વશમાં રાખવા લાગ્યા, વેપાર કરવા લાગ્યા તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org