________________
સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. આ. દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર સર્વાંગીણ સાધનાનો તેજપુંજ...
સ્વ. પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
જુદા જુદા વિદ્વાનોની કલમે... (
જીવનભર પ્રચંડ સાધનાનો મહાયજ્ઞ માંડીને લખલૂટ ગુણસમૃદ્ધિના સ્વામી બનેલા એક મહાન્ ગુણશ્રીમંત એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રી પાસે ગુણનું પાકીટ નહોતું, પાઉચ નહોતું, પેટી નહોતી, પટારો નહોતો... પણ મોટો ભંડાર હતો. જીવનના ૮૨ વર્ષ તેઓશ્રીએ મુક્તિ ભણી દોટ જ લગાવી છે. અથાગપણે દોડ્યે જ ગયા છે અને કલ્પનાતીત વિરાટ અંતર આ નાનકડી જિંદગીમાં કાપી નાખ્યું હશે.
પ્રમાર્જનાના નાનકડા લાગતા યોગથી લઈને સંઘકૌશલ્યના વિરાટ ફલક સુધી વિસ્તરેલું વિરાટ વ્યક્તિત્વ એટલે પૂજ્યપાદશ્રી... ♦ પૂજ્યપાદશ્રીના જીવનની એક એક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી, તેઓશ્રીના જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાધોધ હતો, તેઓશ્રીનું જીવન સાધક આત્માઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન હતું. તેથી તેઓશ્રી માત્ર સ્મૃતિનો વિષય નહિ પણ આલંબન અને પ્રેરણાનો વિષય હતા. તેઓશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નથી પણ પ્રેરક છે.
પંચમ કાળનો અને છઠ્ઠા સંઘયણનો એક માનવી સાધનાના પંથ ઉપર કેવી હરણફાળ ભરી શકે છે, કેવું પ્રચંડ સત્ત્વ ફોરવી શકે છે, કેવી મહાન ગુણસિદ્ધિઓને આંબી શકે છે અને કેવા મહાન વિસ્મયો સર્જી શકે છે... એનું વાસ્તવિક દર્શન એટલે પૂજ્યપાદશ્રીનું જીવન...
Jain Education International
22
For Personal & Private Use Only
www.jainelibrary.org