________________
४) समस्यागभितं श्रीनेमिजिनस्तवनम् ...
૧૦ પદ્યમય આ સ્તોત્રનો મૂળભૂત પરિચય તેના નામ પરથી જ મળી જાય છે. ૧થી ૯ પદ્યમાં દરેક પદ્યનું અન્ય ચરણ સમસ્યારૂપ છે. તે સમસ્યાને પૂર્વેના ત્રણ ચરણોએ સુંદર ઉ—ક્ષાથી સમજાવી છે. કવિશ્રીએ સમસ્યાપૂર્તિ કરવા માટે ક્યાંય ભારણરૂપ બનવું પડ્યું નથી, એ વાસ્તવિકતા તેમની સહજસિદ્ધ કાવ્યશક્તિનું મૂલ્યાંકન કરે છે. સરળ ભાષા અને સરસ કલ્પનાશક્તિના સંમિશ્રણ દ્વારા પ્રસ્તુત સ્તોત્ર કાવ્યરસિકો માટે આનંદની લ્હાણી કરનારું બન્યું છે.
ભક્તામરસ્તોત્રની રચનાથી સંબંધિત બાણ અને મયૂર નામના બ્રાહ્મણ પંડિતોએ કરેલી સમસ્યાપૂર્તિ (શતવન્દ્ર નમતi)ની યાદ અહીં પ્રયુક્ત સમસ્યા પદ ‘સહસ્ત્રવિન્દ્ર જાન વગેરેથી ફરી તાજી થાય છે.
પ્રસ્તુત સ્તોત્રના કર્તા કૃષ્ણર્ષિ ગચ્છના જયસિસૂરિજી છે. એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં આ જયસિંહસૂરિજીનો સત્તાકાળ અને આ સ્તોત્રનો રચનાકાળ નિર્ધારિત કરવો મુશ્કેલ છે. કારણ કે કૃષ્ણર્ષિગચ્છમાં પાંચ જયસિંહસૂરિજી થયા છે.
(૧) જે કૃષ્ણઋષિના જ શિષ્ય હતા. તેઓશ્રીએ સ્વવિરચિત ધર્મોપદેશમાલા (ગાથા ૯૮) પર વિ.સં. ૯૧૫માં વૃત્તિ (શ્લો. પ૭૭૫) રચી છે.
(૨) જેઓશ્રીએ વિ.સં. ૧૩૦૧માં મારવાડમાં મંત્રવિદ્યાથી પાણી આકર્ષી લાવી સંઘને જીવિતદાન આપ્યું હતું.
(૩) ઉપર્યુક્ત જયસિંહસૂરિજી > પ્રસન્નચંદ્રસૂરિજી – મહેન્દ્રસૂરિજીના શિષ્ય જયસિંહસૂરિજી થયા. તેમણે વિ.સં. ૧૪૪૨માં ‘કુમારપાલમહાકાવ્યની રચના કરી છે.
(૪) નયચંદ્રસૂરિજીના પટ્ટધર જયસિંહસૂરિજી થયા. તેઓશ્રીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org