________________
महार्थगम्भीरस्तवः • ११
આમ, આ સ્તોત્ર ધ્યાનની પ્રક્રિયાના વર્ણન સાથે ભક્તની હૃદયઉર્મિઓના ગંભી૨ મહાસાગર જેવું છે. કદાચ આથી જ પ્રસ્તુત સ્તવને ‘મહાર્થગંભીર’ નામ આપ્યું હશે...
આ સ્તોત્રના કર્તા વિષે બે અભિપ્રાય બાંધી શકાય.
૧. ૩૩માં પદ્યના ઉલ્લેખ‘પાળપૃષ્ટભૂતત્તશ્ર્વવર્તી પુન: પ્રગતિ સ્મ।' થી ચક્રવર્તી નામક કોઈ હોય. અથવા
૨. ૩૨માં પદ્યના—‘ચન્દ્રસૂરીઢ વીપ્યતે' પદથી ચન્દ્રસૂરિ હોય. જોકે ૩૩મું પદ્ય પ્રાપ્ત ત્રણ પ્રતમાંથી માત્ર એક જ પ્રતમાં પ્રાપ્ત થાય છે. આથી ચન્દ્રસૂરિજી વિષે કલ્પના વધુ દૃઢ થાય છે.
ચંદ્રસૂરિજી નામના ૫ આચાર્ય ભગવંતો થઈ ગયા છે.
(૧) રાજગચ્છીય શીલભદ્રસૂરિજી > ધનેશ્વરસૂરિજીના શિષ્ય ચંદ્રસૂરિજી તેમનું આચાર્યપદ પૂર્વે નામ પાર્શ્વદેવ ગણિ હતું. તેઓશ્રીએ અનેક ગ્રંથોની રચના કરી છે.૧
(૨) સંવેગરંગશાલાના રચયિતા જિનચંદ્રસૂરિજીના શિષ્ય ચંદ્રસૂરિજી.૨ (૩) મલધારી હેમચંદ્રસૂરિજીના શિષ્ય ચંદ્રસૂરિજી.
૩
(૪) ' સુપ્રસિદ્ધ સૈદ્ધાન્તિક મુનિચંદ્રસૂરિજીનું અપરનામ પણ ચંદ્રસૂરિજી
હતું.
૧. ન્યાયપ્રવેશ વૃત્તિપંજિકા (૨.સં. ૧૧૬૯), નિશીથચૂર્ણિ વિશોદ્દેશક વૃત્તિ (૨.સં. ૧૧૭૩), નંદી ટીકા દુર્ગપદ વ્યાખ્યા, શ્રાવકપ્રતિક્રમણવૃત્તિ (૨.સં. ૧૨૨૨), જીતકલ્પ બૃહન્ચૂર્ણિ વ્યાખ્યા (૨.સં. ૧૨૨૭), નિરયાવલિવૃત્તિ (૨.સં. ૧૨૨૮) ચૈત્યવંદનસૂત્રવૃત્તિ, પ્રતિષ્ઠાકલ્પ, સર્વસિદ્ધાંત વિષમપદ પર્યાય, સુખબોધ સમાચારી, ઉવસગ્ગહર વૃત્તિ, સિદ્ધચક્ર સ્તવન, સંગીત સમયસાર, સંગીત રત્નાકર, પદ્માવતી અષ્ટકવૃત્તિ વગેરે.
૨. તેઓ વ્યાકરણના પારંગત, સાહિત્યસાગર, વાદિવિજેતા, કામવિજેતા, સિદ્ધાંતના પારગામી હતા એવો ઉલ્લેખ તેમના શિષ્ય હરિભદ્રસૂરિજીકૃત મલ્લિનાથ ચરિત્રની પ્રશસ્તિમાં છે.
૩. તેમણે મુણિસુવ્વયચરિયું (૨.સં. ૧૧૯૩), સંગ્રહણી, લઘુસમાસની રચના કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org