________________
२) श्रीनेमिनाथस्तवः ૨૨ પદ્યનું આ સ્તોત્ર સુદર્શનસૂરિજીએ રચેલું હોવાનું તેના અન્ય પદ્યના આધારે જણાય છે. ‘મૂરિક સુનનિરસ્તામવોદ્ધવારિક' આ સુદર્શનસૂરિ વિષે કોઈ વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થયેલ નથી.
કવિની કલ્પનાશક્તિનું મધુર ઉજ્ઞાન આ સ્તોત્રના પ્રત્યેક પદ્યમાંથી પ્રવાહિત થઈ રહ્યું છે. ભવદુઃખથી મુક્ત કરાવવા માટેની વિનંતિસ્વરૂપ આ સ્તોત્રમાં સેવકની કરુણ કાકલૂદીઓ આકંઠ ભરવામાં આવી છે. યૌવનગ્રામમાં વસનારા મને મન્મથ પાદ્રિક ખૂબ રંઝાડે છે. પ્રભુ ! એ પાદ્રિકને દૂર કેવી રીતે કરવો ?” (પદ્ય-૮) “૮૪ લાખ કુયોનિરૂપી અષામાં મને નાખીને આ મોહરૂપી ધાતુવાદી મને દુઃખાગ્નિમાં તપાવી રહ્યો છે.” (પદ્ય-૫) “મારા માનસ (મનરૂપી માનસરોવર)માંથી સદ્ધોધરૂપી કમળને ઉખાડી ઉખાડીને ફેંકી દેનારા અને પુણ્યરૂપી હંસોને ઉડાડી દેનાર આ સ્મરકુંજરનું વિમથન પ્રભુ ! કઈ રીતે કરવું?” (પદ્ય ૧૫) "નિર્દય કષાય ચોરટાઓ અપાર સંસારમહાસાગરમાં મનુષ્યજન્મના વહાણમાં બેસેલા મારું શ્રેયોધન ઝુંટવીને મને એ મહાસાગરમાં નાખી દે છે. પ્રભુ ! મારી રક્ષા કરો.” (પદ્ય ૧૬) પ્રભુ ! બાલ્યકાળથી આપના અભુત ચરિત્રના ચિત્રોથી રંગાયેલી મારી ચિત્તભિત્તિમાંથી કંદર્પરૂપી મેઘ એ રંગોને સાફ કરી નાખે છે. (પદ્ય-૨૦) “મદોન્મત્ત મોહહસ્તિ રાગ અને દ્વેષ નામના દંતશૂળથી મને અત્યન્ત પીડે છે. પ્રભુ! સિંહાસન પર આરૂઢ થયેલો હોવા છતાં પણ તું પોતાના સેવક એવા મારી રક્ષા કેમ નથી કરતો?” (પદ્ય૧૭) “અનંતજંતુએ વમન કરેલી પુદ્ગલશ્રેણીને આરોગનારો હું કાક છું, પ્રભુ! મને એ વમનથી દૂર કરો” (પદ્ય-૪) વગેરે...
પદ્ય ૮માં વરળ શબ્દના અર્થ શ્લેષ દ્વારા વિરોધાભાસ અલંકારનું આલ્હાદક ચયન થયું છે. “Hષ્ય મવાલ્મોનિધિમમવિશ્ચકર વિä વરના ગમ્યમ્ –પ્રભુ ! ભવસાગરની વચ્ચે આપે ચરણ દ્વારા માર્ગ બનાવ્યો છે. જે માર્ગદ્વારા ભવ્યજીવો સુખની પ્રાણસ્વરૂપ મોક્ષનગરમાં પહોંચી જાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org