________________
५०) यमकमयं नेमिजिनस्तोत्रम् સોમપ્રભસૂરિજી વિરચિત આ સ્તોત્રમાં યમકાલંકારની પ્રકૃષ્ટ ગૂંથણી છે. પદાન્તયમક, પદાદિયમક, સંપૂર્ણપાદયમક, તેમાં પણ દ્વિતીયચતુર્થપાદ, દ્વિતીય-તૃતીયપાદ, પ્રથમ-દ્વિતીયપાદ, પ્રથમ-તૃતીય પાદ, પ્રથમ-ચતુર્થપાઠ વગેરે અનેક પ્રકારના યમકો આ સ્તોત્રમાં રહેલા છે.
અહીં એ નોંધવું યુક્ત ગણાશે કે આવા યમકાદિ પ્રચૂર સ્તોત્રો ટીકા વગર દુર્બોધ હોય છે. આથી યમકપ્રધાન સ્તોત્રોમાં જયાં પદચ્છેદ દર્શક ચિતયુક્ત પ્રતો મળી ત્યાં તેનો આધાર રાખ્યો છે. અન્યથા સ્વક્ષયોપશમાનુસારે સંપાદન કર્યું છે.
૩૨પદ્યમય સંસ્કૃતભાષાનિબદ્ધ આ સ્તોત્રના રચયિતા સોમપ્રભસૂરિજી પ્રભુવીરની ૪૭મી પાટે બિરાજમાન તપાગચ્છીય ધર્મઘોષસૂરિજીના શિષ્ય હતા. તેમનો જન્મ વિ. સં. ૧૩૧૦માં, દીક્ષા સં. ૧૩૨૧માં, આચાર્ય પદ ૧૩૩રમાં અને સ્વર્ગગમન ૧૩૭૩માં થયા હતા. તેઓશ્રીએ યતિજતકલ્પ તથા અનેક વિદ્વત્તાપૂર્ણ સ્તોત્રોની રચના કરી છે. તેઓ
જ્યોતિષવિદ્યામાં પણ કુશળ હતા. તેઓશ્રીએ કોંકણદેશમાં વરસાદ ઘણો પડવાને કારણે થતી અપકાયની વિરાધનાથી બચવા તથા મોટી મારવાડમાં શુદ્ધ અચિત્ત જળની અછતને કારણે બન્ને દેશોમાં સાધુના વિહારોનો નિષેધ કર્યો હતો. - માંડવગઢના મંત્રી પેથડશાએ જુદા-જુદા સ્થળે બંધાવેલા ૮૪ જિનાલયોમાં પ્રતિષ્ઠા સોમપ્રભસૂરિજી પાસે કરાવેલી.
પૂર્વોક્ત જિનપ્રભસૂરિજીએ જે સોમચંદ્રસૂરિજીને પાટણમાં પદ્માવતી દેવીની આજ્ઞાથી ૯૦૦ સ્તોત્રો આપ્યા હતા તે આ જ સોમચંદ્રસૂરિજી છે.
पदपावितभूमिमण्डलं, स्वगिरा बोधितभूरिमण्डलम् । वदनास्तमृगाङ्कमण्डलं, नुत नेमिं जितदोषमण्डलम् ॥१॥ [प्रबोधिता]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org