________________
રૂ૭) નેમિનાથસ્તુતિઃ પંચનિસ્તુતિ અંતર્ગત આ સ્તુતિ જે હસ્તપ્રતમાં છે તેમાં શ્રીઆદિનાથ, શાંતિનાથ અને નેમિનાથ પરમાત્માની સ્તુતિ પછી પ્રત અપૂર્ણ છે. પરંતુ વિપુનમમત્તથી પાર્શ્વનાથ સ્તુતિ શરૂ થાય છે. પાછળના પત્રમાં એ સ્તુતિ અને મહાવીરસ્વામી સ્તુતિ પણ હશે જ. તેના અંતે કદાચ ર્તાના નામનો ઉલ્લેખ હોય, અહીં પ્રાપ્ત ત્રણેય સ્તોત્રમાં કર્તાના નામનો ઉલ્લેખ નથી.
પ્રાસાદિક સંસ્કૃત ભાષાના ૩-૩ પદ્યમાં રચાયેલ આ લઘુ સ્તોત્રોને કવિશ્રીએ કાવ્યકલાથી અલંકૃત કર્યા છે. આદિનાથ સ્તોત્રમાં પરમાત્માને અનન્ત (=વિષ્ણુ), નાધિપૂત (=બ્રહ્મા) વૃષશ્રીવિષાક્ત (=શિવ) વગેરે વિશેષણોનો શ્લેષ પ્રયોજીને અન્ય દેવોના નામ દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. શાન્તિનાથ પરમાત્માને અપૂર્વચન્દ્ર દર્શાવ્યા છે. જયારે નેમિનાથ પરમાત્માની સ્તુતિમાં પ્રથમ બન્ને પદ્યમાં દરેક વિશેષણો રાજીમતી અને ગિરનારગિરિની ભૂમિના શ્લેષમાં પ્રયોજીને “મુક્તા શ્રિતા વ પદદ્વારા વિરોધાભાસ ઉત્પન્ન કર્યો છે. તૃતીય પદ્યમાં “પફુગા', નેમ’ અને ‘ામ' પદોનો યમક પ્રયોજયો છે.
આદિનાથ તથા શાન્તિનાથ પ્રભુના સ્તોત્ર પરિશિષ્ટમાં આપ્યા છે.
रम्भारामा रुचिरतिलंका चारुजातिसुवंस्या, स्निग्धच्छाया वरतर-लसन्मेखलाऽशोकपूर्णा । भूमीभृद्भर्मदनगहना येन मुक्ता श्रिता च, स श्रीनेमिर्जयति जिनपोऽपूर्वसौभाग्यभाग् यः ॥१।। [मन्दाक्रान्ता] एतां श्यामां सकूटां श्रितजलनिवहां सेव्यमानां भुजङ्गैतिङ्गैः पूरिताशां बहुलधवपरां स्थूलताभृत् कुनाभिम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org