SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिशतकम् • १०३ ત્રિવલીથી અલંકૃત ગંભીરનાભીને સ્મરના ઘરની ક્રિીડા માટેની સોપાન યુક્ત દીર્ધકા દર્શાવી છે. (૪૩) ગૂઢ ઉદર પર રાજિત શ્યામ રોમરાજને પંકજમધ્યમાં શોભતી ભ્રમરમાલા દર્શાવી છે. (૪૪) તથા નિતમ્બભારને જગત જીતવા માટે મન્મથે કલ્પેલ દુર્ગ તરીકે પ્રદર્શિત કર્યો છે. (૪૫) બન્ને સાથળને કામદેવના કીર્તિસ્થંભ તરીકે વર્ણવી છે. (૪૬) આમ, અહીં પ્રત્યેક અવયવની વિવર્ણનામાં નવીન કલ્પનાઓ દ્વારા કવિશ્રીએ રાજીમતીના સહજ સૌંદર્યને ઉત્કૃષ્ટ અને વધુ આલ્હાદક દર્શાવ્યું છે. જંઘાદ્વયની નિરૂપણામાં ગજસૂંઢને વ્યતિરેકાલંકાર દ્વારા હરાવી, શરમાવીને હાથી પાસે નસાડી મૂકી છે. (૪૯) વિભૂષણથી સર્વ નારીજન શોભે છે એ પ્રસિદ્ધિ તો ઠીક છે. પરંતુ બ્રહ્માએ ભૂષણોને શોભાવવા માટે આ રાજીમતી કન્યાની રચના કરી છે. (૪૯) કવિની પ્રત્યેક ઉન્મેલાઓમાં આગવી નવ્યતા પ્રગટેલી જોવા મળે છે. રાજીમતી ગૌરવર્ણી અને તેનો વર શ્યામવર્ણી છે. અહીં પણ કવિની પ્રકલ્પના પ્રકૃષ્ટ બની છે. 'अशेषशुभमादाय धात्रा सा गौरतनुः अकारी, ततः तादृक्ष्यश्वेतत्वं મતક્ષમાપ: : વરં શ્યામરં વ ા' (૧૦) - આ વિવર્ણના બાદ કથાઘટક થોડો આગળ ચલાવ્યો છે કે કૃષ્ણ વગેરે નેમિનાથ પ્રભુના લગ્નનો મહોત્સવ કરીને નેમિનાથ ભગવાનને ગજરાજ પર આરૂઢ કરીને વાજતે ગાજતે ઉગ્રસેન રાજાના ગૃહદ્યારે આવ્યા. (૫૪-૫૫). તે સમયે નેમિકુમારને નિહાળવા માટે નગરનારીઓ ઉમટી પડી. ત્યારે તેઓની વિવિધ ચેષ્ટાઓનું કરેલું વર્ણન કલ્પસૂત્રમાં આવતા મહાવીરસ્વામી પરમાત્માના વરઘોડા સમયની સ્ત્રીઓની ચેષ્ટાઓના વર્ણનથી એકદમ મળતું આવે છે. (૫૦થી ૬૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy