________________
९४ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः અહીં બે સ્થળોએ નોંધપાત્ર ઉલ્લેખ છે. પ્રથમ તો પદ્ય-પમાં ગિરનાર પર નેમિનાથ પરમાત્માની જે પ્રતિમા છે તે રત્નમય છે.” એ ઉલ્લેખ અને બીજો-કૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને કરેલા વંદન દ્વારા (૧) તીર્થકર નામકર્મ બાંધ્યું તથા (૨) ક્ષાયિકસમ્યક્તના બંધ અને રસનું ઉપાર્જન કર્યું.' નરક છેદનની પ્રસિદ્ધ વાત કરતા અહીં વિશેષ પ્રરૂપણા છે. જો કે નરક છેદનના કથનમાં કર્મસાહિત્ય સંબંધી કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. તેથી આ પ્રરૂપણા વધુ યોગ્ય લાગે છે.
પ્રસ્તુત પંચાશિકાની અન્ય ગાથામાં કર્તા એ “મહેન્દ્ર તરીકે નામોલ્લેખ કર્યો છે. આ મહેન્દ્રશબ્દથી મહેન્દ્રસૂરિ સમજી શકાય પ્રસિદ્ધ મહેન્દ્રસૂરિ ૩ થયા છે.
(૧) ચંદ્રગચ્છીય મહેન્દ્રસૂરિજી કે જેઓ પ્રસિદ્ધ શોભનમુનિના ગુરુ હતા. શોભનમુનિના ભાઈ મહાકવિ ધનપાલ હતા કે જેઓ રાજામુંજ તથા ભોજના મિત્ર હતા. અને તેઓનો કાળ વિક્રમની ૧૧મી સદી છે.
(૨) વડગચ્છીય વાદિદેવસૂરિજીના શિષ્ય મહેન્દ્રસૂરિજી થયા કે જેમણે જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર (૧૧મી સદીના ઉત્તરાર્ધ) રચ્યું છે.
(૩) અંચલગચ્છીય મહેન્દ્રસૂરિજી (૧૨૦૮થી ૧૩૦૯) કે જેમણે ૧૧૧ પદ્યની તીર્થમાલા અને તેની સ્વોપજ્ઞટીકા (ગ્રંથાગ્ર ૩૦૦૦) તથા ગુરુગુણ પત્રિશિકાની રચના કરી છે.
આ ઉપરાંત અન્ય મહેન્દ્રસૂરિજી પણ થયા છે. પરંતુ એ સર્વમાંથી ક્યા મહેન્દ્રસૂરિજીની આ રચના હશે તે પ્રશ્ન નિરુત્તર રહે છે. જો કે વિદ્વતા અને રચનાથી સંબંધિત ઉક્ત ત્રણ મહેન્દ્રસૂરિજીનો ઉલ્લેખ મળે છે. આથી એમ માની શકાય કે પ્રસ્તુત પંચાશિકા ઉપર્યુક્ત ત્રણમાંથી કોઈ એક આચાર્યભગવંતની રચના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org