________________
१९) नेमिनाथजन्माभिषेकः
અપભ્રંશભાષામાં વિરચિત આ સ્તોત્ર તથા પરિશિષ્ટમાં આપેલું મુનિસુવ્રતસ્વામિનન્માભિષેક:' સ્તોત્ર ખરતગચ્છીય જિનપ્રભસૂરિજીની રચના છે.
તેઓશ્રીની સં. ૧૩૨૬માં દીક્ષા અને સં. ૧૩૪૧માં આચાર્ય પદવી થઈ હતી. તેમને “પૂર્ણસરસ્વતી અને પ્રત્યક્ષસરસ્વતી” એ બે બિરુદો મળ્યા હતા. તેમને ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવાની પ્રતિજ્ઞા હતી. જેથી તેમણે રચેલા ઘણા ગ્રંથો તથા સ્તોત્રો મળે છે.
પં.આદિગુપ્તજી દ્વારા રચિત સિદ્ધાંતસ્તવ-અવચૂરિના ઉલ્લેખ પ્રમાણે જિનપ્રભસૂરિજીએ પદ્માવતીદેવીના વચનથી તપાગચ્છનો અભ્યદય કરતા સોમતિલકસૂરિજી (સં. ૧૩૭૩થી ૧૪૨૪)ને ૯૦૦ સ્તોત્રો સમર્પિત કર્યા હતા.
ઉક્ત બને જન્માભિષેક સ્તોત્રમાં પરમાત્માના પંચકલ્યાણકની તિથિ તથા ચતુર્વિધ સંઘનું ટૂંકું વર્ણન છે.
मरगयमणिवन्नह तिन्नपयन्नह सारयचंदिमचरिउ जसु । सिरिनिमिजिणिंदह तिजगदिणिदह गुणगणलवु वन्नेमि तसु ॥१॥ कत्तियकसिणाए बासिम्मि, बारं व पुन्नभवणम्मि रम्मि । अवयरिउ देवअवराइयाउ, सोरियपुरम्मि हरिवंसु जाउ ॥२॥ सिरिसमुद्दविजयनरनाहपुत्तु, सिवदेविउयरि तिन्नाणजुत्तु । सावणसियपंचमि जम्मु रम्मु, दिसिदेविविहियवरसुइकम्मु ॥३॥
૧. જિનપ્રભસૂરિજીના જીવનની વિશેષ માહિતી તથા કૃતિસૂચિ માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ–ર-૩૬૮ થી ૩૭૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org