________________
* सप्तभङ्गीनयप्रदीपः भेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४४॥ तद्विपरीतस्तु વિનાશઃ' છપા
-+ગુણસૌમ્યાખ્યા આ બધા ધર્મો છે અને વસ્તુ ધર્મી છે. વસ્તુ એક છે અને તેમાં ધર્મો અનંતા છે – આમ એકેક વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે.
આ અનંત ધર્મો અને તેના આધારરૂપ વસ્તુ-ધર્મી બંને કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિદ્ર અભિન્ન પણ છે (અર્થાત્ અપેક્ષાવિશેષે તે બંને ભિન્નભિન્ન છે.) આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે ભેદ અને અભેદ બંને છે. અભેદવૃત્તિ - અભેદોપચારઃ
તેમાં ધર્મ-ધર્મી વચ્ચે જે અભેદ છે, તેની જ્યારે પ્રધાનતા કરીએ, ત્યારે અમે વૃત્તિપ્રધાનતા' કહેવાય. કારણ કે અમેદ્ર = અભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે, તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી છે.
એ જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ પણ છે, તો પણ તે ભેદ તરફ ઉપેક્ષા કરીને - ભેદની વિવક્ષા ન કરવા દ્વારા - અભેદનો આરોપ કરવામાં આવે, તેને ગમેતોપાર' કહેવાય છે. ભેદવૃત્તિ - ભેદોપચારઃ
ધર્મ-ધર્મી વચ્ચે જે ભેદ છે, તેની જયારે પ્રધાનતા કરીએ, ત્યારે “મેરવૃત્તિપ્રધાનતા' કહેવાય. કારણ કે મે = ભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે, તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી છે.
એ જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ પણ છે, તો પણ એ અભેદ તરફ ઉપેક્ષા કરીને - અભેદની વિવક્ષા ન કરવા દ્વારા - ભેદનો આરોપ કરવામાં આવે, તેને “એવો પવાર' કહેવાય
અને આ ધર્મ અને ધર્મીનો ભેદ-અભેદ કાળ વગેરે આઠ દ્વારોથી થાય છે (આ આઠ દ્વારોનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.) સકલાદેશ-વિકલાદેશઃ
(૧) કાળાદિ આઠ દ્વારા વડે અભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા અભેદોપચાર કરવા દ્વારા યુગપતપણે અનંતધર્મોને જણાવનારું જે વચન છે, તેને “સકલાદેશ' કહેવાય છે. - (૨) કાળાદિ આઠ દ્વારો વડે ભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અને ભેદોપચાર કરવા દ્વારા યુગપને બદલે ક્રમશઃ ધર્મોને પ્રતિપાદન કરનારું જે વચન છે, તેને “વિકલાદેશ” કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org