________________
* सप्तभङ्गीनयप्रदीप ___ (२८) इदानीमर्थतः सप्तमं भङ्गमाविष्कुर्वन्ति-"स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमिति" इति-अनुक्रमेणास्तित्व-नास्तित्वपूर्वको युगपद्विधिनिषेधप्ररूपणानिषेधप्रधानोऽयं भङ्गः । इतिः सप्तभङ्गीसमाप्तौ । स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वेऽपि परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वेऽपि 'विधिर्वा प्रतिषेधो वा' इति प्रतिपादयितुमसमर्थेऽस्मिन् भङ्गे सर्वं जीवादि वस्तु स्वद्रव्यापेक्षयाऽस्ति, परद्रव्यापेक्षया नास्त्यपि समसमयं विधि-प्रतिषेधरूयाभ्यां सह युगपत्प्रतिपादयितुमसमर्थम्, यथास्वद्रव्यापेक्षयाऽस्त्यत्र प्रदेशे घटः, परद्रव्यापेक्षया नास्त्यत्र घटः, विधि-निषेधख्याभ्यां
- + ગુણસૌમ્યા. (૨૮) હવે સાતમા ભાંગાને અર્થપૂર્વક પ્રકાશમાં લાવે છે -
* સમભંગીનું સાતમું ચરણ (७) स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव सर्वम्.....
સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો ચાત્ = વિધિધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ સ્તિ પર્વ = છે જ, ત્યારપછી ચાત્ = નિષેધધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નાસ્તિ પર્વ = નથી જ, અને ત્યારબાદ યાત્ =વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ ૩નવજીવ્ય પર્વ = કહી શકાતી જ નથી.
આ પ્રમાણે વસ્તુનું અનુક્રમે અસ્તિપણું અને નાસ્તિપણું કહેવાપૂર્વક એકીસાથે વિધિનિષેધ બંનેની અપેક્ષાએ અનિર્વચનીયપણું કહેવામાં પ્રધાન એવો આ સાતમો ભાંગો છે.
હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે –
પહેલા સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુ અતિરૂપ છે, ત્યારબાદ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ એમ પારદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુઓ નાસ્તિરૂપ છે, તો પણ અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકીસાથે કહેવાની ઇચ્છા થાય, તો તે સર્વ વસ્તુઓ એક જ શબ્દ વડે યુગપતપણે કહેવી શક્ય નથી.
એટલે (સ્મિન્ મ -) આ ભાંગામાં જીવ-અજીવ વગેરે બધી વસ્તુઓ, પોતાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ છે, બીજાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ નથી અને છતાં વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ તે વિશે કંઈ કહી શકાતું નથી.
આ જ વાતને ઉદાહરણ પૂર્વક સમજાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org