________________
♦ સાત-મુળમ-વિવેચનસમન્વિત: જે
૨૭
(२७) अथार्थतः षष्ठं भङ्गं प्रकटयन्ति - " स्यान्नास्त्येव स्यादवक्तव्यम्" इति निषेधपूर्वको युगपद्विधि-निषेधानिर्वचनीयप्रधानोऽयं भङ्गः । परद्रव्यादिचतुष्टयैरविद्यमानत्वेऽपि सदंशोऽसदंश इति प्ररूपणां कर्तुमसमर्थेऽस्मिन् भङ्गे सर्वं वस्तु जीवाजीवादि परद्रव्यचतुष्टयापेक्षया नास्त्यपि विधि - प्रतिषेधरूपाभ्यां वक्तुमनिर्वचनीयम् । नास्त्यत्र प्रदेशे घटः, सद्रूपा-ऽसद्रूपाभ्यां यौगपद्येन स्वस्यं निर्देष्टुमसमर्थत्वान्नास्तित्वेऽपि अवक्तव्य इति फलितार्थः षष्ठो भङ्गः ॥
· ગુણસૌમ્યા+
(૨૭) હવે છટ્ઠા ભાંગાને અર્થપૂર્વક પ્રગટ કરે છે -
* સપ્તભંગીનું છઠ્ઠું ચરણ
(૬) મ્યાન્નાસ્યેવ સ્વાવ્યમેવ સર્વમ્
સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો સ્થાત્ = નિષેધધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નાસ્તિ વ = નથી જ, અને ત્યારપછી સ્વાત્ = વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ અવત્તવ્ય વ કહી શકાતી જ નથી.
=
આ પ્રમાણે વસ્તુનું નાસ્તિપણું કહેવા પૂર્વક એકીસાથે વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ અનિર્વચનીયપણું કહેવામાં પ્રધાન એવો આ છઠ્ઠો ભાંગો છે.
હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે -
પહેલા પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ એમ પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી
વસ્તુઓ નાસ્તિરૂપ છે, તો પણ અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકીસાથે કહેવાની ઇચ્છા થાય, તો તે સર્વ વસ્તુઓ એક જ શબ્દ વડે યુગપપણે કહેવાને અશક્ય છે.
એટલે (અસ્મિન્ મડ઼ે -) આ ભાંગામાં જીવ-અજીવ વગેરે બધી વસ્તુઓ, બીજાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ન હોવા છતાં પણ, વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ તે વિશે કંઇ કહી શકાતું નથી.
Jain Education International
આ જ વાતને ઉદાહરણપૂર્વક સમજાવે છે –
દા. ત. આ સ્થળે ઘડો નથી, અને તે ઘડાનું સદ્-અસદ્ બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું અશક્ય છે, એટલે ત્યારે નિષેધરૂપ = નાસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે. આવા (= स्यान्नास्त्येव स्यादवक्तव्य एव = ઘટાદિ વસ્તુઓ કથંચિદ્ નાસ્તિ જ છે અને કથંચિદ્ અવક્તવ્ય જ છે – એવા) ફલિતાર્થવાળો છઠ્ઠો ભાંગો સમજવો.
For Personal & Private Use Only
www.jainelibrary.org