________________
♦ સરન-મુમ-વિવેચનસમન્વિતઃ
ઉત્તરપક્ષ ઃ હા, જણાવે છે. પણ ક્રમશઃ... અર્થાત્ પુષ્પદંત શબ્દ સૂર્ય-ચંદ્ર બંનેને મુખ્યરૂપે જણાવે છે, પણ ક્રમશઃ, યુગપત્ નહીં.
આ વાતને આપણે સૂક્ષ્મતાથી સમજીએ -
પ્રશ્ન : જેમ ‘પુષ્પદંત’ વગેરે શબ્દોની ચન્દ્ર-સૂર્યમાં શક્તિ હોવાથી, એ શબ્દ બંનેને ઉપસ્થિત કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ કોઇ (ધારો કે ‘મૈં' નામનો) શબ્દ લીધો, અને તેનો સંકેત કર્યો, તો એ પણ અસ્તિ-નાસ્તિ બંનેને જણાવી શકશે જ ને ?
જવાબ : ‘પુષ્પદંત’ વગેરે શબ્દો સૂર્ય-ચંદ્રને જણાવે છે એ વાત બરાબર. પણ તેઓ, બે શક્તિથી બંનેને સ્વતંત્રપણે જણાવે - એવું નથી. પણ એક શક્તિથી જ તેઓ બંનેને જણાવે છે.
૨૩
આશય એ કે, જેમ ‘હિર' શબ્દ કૃષ્ણત્વેન કૃષ્ણને જણાવે છે અને ઇન્દ્રત્યેન ઇન્દ્રને જણાવે છે. પણ જો એકવાર ‘હરિ’ શબ્દ વપરાયો હોય, તો એ પ્રકરણને અનુસરીને કાં’તો કૃષ્ણને જણાવશે અથવા તો ઇન્દ્રને જણાવશે, પણ બંનેને મુખ્યપણે જણાવી શકે નહીં.
એ જ રીતે ‘પુષ્પદંત’ શબ્દની શક્તિ, સૂર્ય-ચન્દ્ર બંનેમાં છે. પણ જો એ શક્તિ અલગઅલગ હોય અને તેથી પુષ્પદંતશબ્દ એક શક્તિથી સૂર્યત્વેન સૂર્યને અને બીજી શક્તિથી ચન્દ્રત્યેન ચન્દ્રને જણાવતો હોય, તો તો એકવાર બોલાયેલો ‘પુષ્પદંત’ શબ્દ, પ્રકરણાનુસારે કાં’તો સૂર્યને જણાવી શકશે અથવા તો ચન્દ્રને જણાવી શકશે. પણ બંનેને એકીસાથે જણાવી શકશે નહીં.
પ્રશ્ન : પણ પ્રકરણ વગેરે એવા હોય કે જેથી બંનેની સંભાવના સંભવિત હોય, તો તો બંનેને જણાવી શકે ને ?
ઉત્તરઃ અરે ! આવું હોય તો બંનેમાંથી એકેયનો નિર્ણયાત્મક બોધ નહીં થઇ શકે, મન ડોલાયમાન જ રહેશે. જેમ કે ‘હરિ’ શબ્દ વાપર્યો હોય, અને પ્રકરણ વગેરે એવા હોય કે જેથી કૃષ્ણની અને ઇન્દ્રની - બંનેની સંભાવના રહ્યા કરતી હોય. એવો કોઇ વિનિગમક મળે જ નહીં કે જે બેમાંથી એકનો અસંદિગ્ધ નિર્ણય કરાવી શકે, તો અહીં કૃષ્ણની વાત હશે કે સૂર્યની ? એવો સંદેહ જ રહ્યા કરે છે. તેમ પ્રસ્તુતમાં પણ ચંદ્રની વાત હશે કે સૂર્યની ? એમ સંદેહ જ રહેશે, બેમાંથી એકેનો નિર્ણય જ નહીં થાય.
પણ અનુભવ તો એવો છે કે, ‘પુષ્પદંત’ સાંભળવાથી, સૂર્ય-ચન્દ્ર બંનેનો અસંદિગ્ધ બોધ થાય છે જ. એટલે જણાય છે કે, એ શબ્દ, બે અલગ-અલગ શક્તિથી સૂર્ય-ચન્દ્રને નથી જણાવતો, પણ એક જ શક્તિથી બોધ કરાવે છે. અને એક જ શક્તિથી બોધ માનવાનો છે – એટલે સૂર્યત્વેન સૂર્યનો બોધ માની શકાય નહીં, કારણ કે તો ચન્દ્રની ઉપસ્થિતિ નહીં થઇ શકે. એમ ચવેન પણ ન માની શકાય, કારણ કે તો સૂર્યત્વેન ઉપસ્થિતિ થઇ ન શકે.
કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org