________________
* सप्तभङ्गीनयप्रदीपः (२) अथ सप्तभङ्गी प्रारभ्यते । जैनानां तावत् सप्तभङ्गी विजिज्ञासितव्या, सैव तेषां
+ ગુણસૌમ્યા+
* મંગળ અને પ્રતિજ્ઞાવચન * શ્લોકાઈ ઇન્દ્રના સમૂહ વગેરેથી નમાયેલા એવા સર્વજ્ઞદેવનું હૃદયમાં ધ્યાન કરીને, સાત ભાંગા અને નયોનો વિસ્તાર શ્રુત પ્રમાણે હું કહીશ
વિવેચનઃ ઇન્દ્રના સમૂહ વગેરેથી નમાયેલા- સૌધર્મેન્દ્ર-ઇશાનેન્દ્રવગેરે ઇન્દ્રો અને રાજાઓ વગેરે જેમને મનથી અહોભાવરૂપે, વચનથી સ્તુતિરૂપે અને કાયાથી ઝૂકવારૂપે પ્રણામ કરે છે,
તેવા...
સર્વજ્ઞ દેવનું - સૂક્ષ્મ (પરમાણુ આદિ) વ્યવહિત (ભીંત આદિના વ્યવધાને રહેલા) અને દૂરવર્તી (ભૂત-ભવિષ્ય-વર્તમાનગત) સર્વ પદાર્થોને સર્વ પર્યાય સાથે જોનારા એવા શ્રીવીતરાગ પ્રભુનું..
હૃદયમાં ધ્યાન કરીને - યથાર્થવાદીપણું, અનેકાંતદેશકપણું, સુવિશુદ્ધજ્ઞાન વગેરે અનંતગુણમય પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને...
સાત ભાંગા અને નયોનો વિસ્તાર - અનંતધર્માત્મક વસ્તુના એકેક ધર્મને લઇને પ્રવર્તનાર સાત પ્રશ્નોના સાત સમાધાનરૂપ “સાત-ચીત્રાતિ' વગેરે સાત ભાંગા અને નૈગમ-સંગ્રહ વગેરે નયોનો (પ્રાથમિક જીવોને સમજણમાં ઉપયોગી એવો અનુરૂપ) વિસ્તાર...
શ્રુત પ્રમાણે - સ્વચ્છંદ બુદ્ધિથી નહીં, પણ વિશેષાવશ્યકભાષ્ય, સ્યાદ્વાદરત્નાકર, પ્રમાણનયતત્ત્વાલોક વગેરે શાસ્ત્રોના અનુસારે અથવા ગુરુપરંપરા પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, તે પ્રમાણે..
હું કહીશ - અર્થરૂપે અંદર તૈયાર થયેલું તત્ત્વ, પ્રાથમિક અભ્યાસુઓના બોધ માટે શબ્દરૂપે બહાર કહીશ...
(૨) આ પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગળ અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરીને, હવે ગ્રંથકારશ્રી સપ્તભંગી કોને કહેવાય? તેનું સ્વરૂપ બતાવવા પહેલા ભૂમિકા રચે છે -
ક (૧) સમભંગી - અધિકાર છે
* સપ્તભંગી જાણવાનું પ્રયોજન જૈનોને સપ્તભંગીનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ, કારણ કે તે સપ્તભંગી જ તેઓને (= જૈનોને) પ્રમાણની ભૂમિકા રચી આપે છે, અર્થાત્ વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન આ સપ્તભંગીથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org