________________
।। तस्स भुवर्णक्कगुरुणो नमो अणमतवायस्स ।।
| જૈ નમ: // महामहोपाध्याय-श्रीयशोविजयविरचितः 'गुणसौम्या'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृतः આ સપ્તમીનયપ્રકોપઃ
(१) ऐन्द्रादिप्रणतं देवं ध्यात्वा सर्वविदं हदि । सप्तभङ्ग-नयानां च वक्ष्ये विस्तरमाश्रुतम् ॥१॥
| શ્રી પાર્શ્વનાથાય નમ: II ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।।
| | શું નમ: II
ગુણશીખ્યા
(૧) જ્ઞાનશૂન્ય વ્યક્તિઓને લેશમાત્ર પણ વસ્તુતત્ત્વનો બોધ નથી, તેનું કારણ? એ જ કે તેઓની પાસે વસ્તુતથ્યને સમજવાની અંશમાત્ર પણ પદ્ધતિ નથી... સપ્તભંગી અને નય - આ બેનું તલસ્પર્શી જ્ઞાન, વસ્તુનાં યથાર્થ સ્વરૂપને સમજવા શ્રેષ્ઠ પદ્ધતિ પકડાવે છે... વિષયપ્રતિભાસાત્મક બોધથી ઉપર ઉઠાવી આત્મસંવેદન કે તત્ત્વપરિણતિમ બોધના અધિકારી બનાવે છે. શ્રુતજ્ઞાનના માર્ગે ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન પર લાવી જિનાજ્ઞાના ઔદંપર્યાર્થ સુધી પહોંચાડે છે...'
એટલે આ બેનાં સ્વરૂપનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ સમજાવવા અને અનેકાંતશૈલીને આત્મસાત્ કરવા, પરમપૂજય સ્વનામધન્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ સપ્તભંગીનયપ્રદીપ’ નામની એક સુરમ્ય કૃતિનું સર્જન કર્યું છે...
અપ્રતિમ પ્રતિભાશાલી પૂજય મહોપાધ્યાયજી મહારાજની આ કૃતિ, સપ્તભંગી અને નયનાં સ્વરૂપ વિશે સુવિશદ પ્રકાશ પાથરે છે... અને જૈનન્યાયની સાહિત્યસૃષ્ટિમાં અવ્વલ સ્વરૂપને ધારણ કરે છે. આનું મનનીય પરિશીલન, જૈનન્યાયના પ્રાથમિક અભ્યાસુઓને અત્યંત ઉપકારક બનશે, એ નિર્વિવાદ હકીકત છે.
હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, ગ્રંથની શરૂઆતમાં મંગળ કરવા, વીતરાગ પ્રભુની સ્તવના અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org