________________
કૃવડાલા-અભિવ્યક્તિ
છે દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી પૂજયગુરુભગવંત આ. ભ. શ્રી વિ.
ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલો બેજોડ ઉપકાર... જ પ્રવચનપ્રભાવક, પરમોપકારી પૂજયગુરુદેવ આ. ભ. શ્રી. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલો અનહદ અનુગ્રહ... વિદ્વદ્વર્ય પ. પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા. એ પ્રસ્તાવના લખી આપીને કરેલો સુંદર ઉપકાર... વિદ્વદર્ય પ. પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. એ વિવેચનક્ષેત્રમાં અપેલું સુંદર માર્ગદર્શન... વિદ્યાગુરુવર્ય પ. પૂ. મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. એ પ્રસ્તુત ગ્રંથનું સાદંત સંશોધન કરવા દ્વારા કરેલી પરમકૃપા... ૫. પૂ. મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી (પિતાજી મ. સા. એ) કરેલી પવિત્ર સહાય. વાત્સલ્યનિધિ પ. પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીના સુશિષ્યા સા. શ્રી સૌમ્યરેખાશ્રીજીના શિષ્યવર્યા સા. શ્રી નિરૂપરેખાશ્રીજી (બા. મ. સા.) અને સા. શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ. સા.) - આ બંને સાધ્વીજી ભગવંતોની સતત વહેતી શુભકામના...
આ બધાના પ્રભાવે જ, આ ગ્રંથ પર ગુજરાતી વૃત્તિનું સર્જન થયું છે, આ પ્રસંગે માર બધા ઉપકારીઓનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું...
પ્રાન્ત,
આ ગ્રંથના પરિશીલન દ્વારા સહુ અનેકાંતમય જિનશાસનને આત્મસાત્ કરે, માર્ગાભિમુખ ક્ષયોપશમને નિર્મળ બનાવે, ઉત્તરોત્તર પ્રગતિ સાધે - એ જ મંગલકામના...
અનુવાદ લખતા દરમિયાન પરમતારક શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ લેશમાત્ર પણ ઉસૂત્રપ્રરૂપણા થઇ હોય, તેનું હું અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. વિદ્વાનો મારી ભૂલને જણાવે, એવી વિનમ્ર ભલામણ...
દ.
મેરૂતેરસ પોષ વદ ૧૩, વિ. સં. ૨૦૬૯ - ગિરધરનગર, અમદાવાદ
શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-રશ્મિરત્નસૂરિચરણલવ
મુનિ યશરત્નવિજય.
32
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org