SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ XOXO મ. સા. અને વિદ્યાગુરુ સૌમ્યાંગરત્ન વિ. મ. સા. નો મારા પર જે અનન્ય અનુગ્રહ છે, તે કૃતજ્ઞભાવે ધ્વનિત કરાયેલો થાય છે... આ ગ્રંથમાં અને તેના અનુવાદમાં આટલા ગ્રંથો મુખ્ય આધારરૂપે રહ્યા છે – (૧) પ્રમાણનયતત્તાલોક, (૨) રત્નાકરાવતારિકા, (૩) વિશેષાવશ્યકભાષ્ય, (૪) દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ, (૫) નયચક્ર, (૬) આલાપપદ્ધતિ, વગેરે... આ અનુવાદ દરમિયાન, પ્રસ્તુત ગ્રંથ પર પ. પૂ. વિદ્વધર્મ આ. ભ. શ્રી લાવણ્યસૂરિ મહારાજે જે સંસ્કૃતવૃતિ લખી છે, તે અનેક સ્થળે ઉપયોગી થઈ, તેમનો ઉપકાર હું કૃતજ્ઞભાવે વ્યક્ત કરું છું. છે. પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાર્થિકનયના-૧૦ અને પર્યાયાર્થિકનયના-૬ એવા જે ભેદો બતાવ્યા છે, તેનું જ નિરૂપણ પૂજય મહોપાધ્યાયજી મહારાજે થોડા ફેરફાર સાથે દ્રવ્યગુણપર્યાયના રાસમાં પણ કર્યું છે... અને એ રાસ પર તાર્કિકશિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. અભયશેખરસૂરીશ્વરજી મ. સા. નું જે સુવિશદ વિવેચન છે, તેના આધારે જ હું પ્રસ્તુતગ્રંથસંલગ્ન નવિભાગને સમજી શક્યો છું ને લખી શક્યો છું, આ પ્રસંગે તેમનો અનહદ ઉપકાર હું યાદ કરું વિવેચન - સંપાદનાલી જ (૧) કયા સંસ્કૃત ફકરાનું કર્યું ગુજરાતી વિવેચન છે – તે જાણવા, “૧, ૨, ૩' એવા નંબરો આપેલા છે... (૨) કેટલીક સંસ્કૃત પંક્તિઓ પર પહેલા શબ્દશઃ ભાવાર્થ કર્યો છે, ત્યારપછી તેના પર વિશદ વિવેચન કરેલ છે... આવું કરવા દ્વારા પંક્તિઓ પણ સરળતાથી બેસી જાય ને વિશેષાર્થ પણ પ્રાપ્ત થાય.. (૩) પાછળ પરિશિષ્ટમાં, પૂજય મહોપાધ્યાયજી દ્વારા વિરચિત નવિષયક જે ત્રણ કૃતિઓ છે : (૧) નયરહસ્ય, (૨) અનેકાંતવ્યવસ્થા, અને (૩) નયોપદેશ - તે પણ સાથે સાથે સંપાદિત કરેલ છે... પ. પૂ. પં. શ્રી વૈરાગ્યરતિ મ. સા. એ જે નયામૃત' નામના ગ્રંથમાં આ ત્રણ ગ્રંથો લીધા છે, તેના આધારે જ અમે સંપાદન કરેલ છે... તેમનો પણ ઉપકાર અવિસ્મરણીય છે... (૪) દેવસેનાચાર્યકૃત “આલાપપદ્ધતિ' ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથના વિષય સાથે અત્યંત જોડાયેલો હોવાથી, તેનું પણ પરિશિષ્ટ તરીકે સંપાદન કરેલ છે... ------------ 31 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy