________________
છે બાળપણમાં માતાની સાથે ઉપાશ્રયે જતા તેમને માત્ર સાંભળવાથી જ છે. ભક્તામર સ્તોત્ર કંઠસ્થ થઈ ગયેલું. કાશીમાં તેમના વિદ્યાગુરુ એક ગ્રંથ કોઈને શિખવતા '
ન હતા. એકવાર ગુરુ બહારગામ ગયા હતા ત્યારે તેમણે અને વિનયવિજયજીએ કોઈક યુક્તિથી ગુરુપત્ની પાસેથી તે મહાકાય ગ્રંથ એક રાત માટે મેળવી લીધો અને પોતાના સ્થાનમાં જઈ ધારી લીધો. પછી તેમણે યાદ કરીને તે ગ્રંથ લખી લીધો. તેઓ કાશીમાં બાર વરસ ભણ્યા. ત્યાર પછી એકવાર ગુરુ સાથે એકગામમાં આવ્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે ગુરુને કહ્યું કે, “કાશીમાં બાર વરસ ભણીને આવેલા મહાત્માને ભગવતીસૂત્રની સઝાય બોલવાનું કહો.” ત્યારે યશોવિજયજીએ કહ્યું, “મને સઝાય આવડતી નથી. તે શ્રાવક બોલ્યો “શું કાશીમાં બાર વરસ રહીને ઘાસ કાપ્યું?” બીજે દિવસે ઉપાધ્યાયજીએ તે સૂત્રની સજઝાય રચી અને તેઓ પ્રતિક્રમણમાં તે બોલ્યા. ઘણી વાર લાગી. પેલો શ્રાવક અકળાયો. તે બોલ્યો, “મહાજન ! કેટલી વાર ?' ઉપાધ્યાયજી બોલ્યા, “કાશીમાં બાર વરસ રહીને જે ઘાસ કાપ્યું તેના પૂળા બાંધતા વાર તો લાગે ને!” શ્રાવક શરમાઈ ગયો અને માફી માગી. આમ તેઓ પ્રચંડ બુદ્ધિપ્રતિભાના સ્વામી હતા.
ઉપાધ્યાયજી મહારાજે અનેક ગ્રંથોની રચના કરી છે. જિનપ્રતિમાની ઉપેક્ષા કરનારા જીવોને પ્રતિમાનું સ્વરૂપ અને મહત્ત્વ સમજાવવા તેમણે પ્રતિમાશતક ગ્રંથની ટીકા સહિત રચના કરી તેથી ઘણા જીવો જિનપ્રતિમાની પૂજા, ભક્તિ, પ્રતિષ્ઠા, નિર્માણ વગેરેમાં આદરવાળા થયા.
તેમણે રચેલી ઉપલબ્ધ સ્વોપન્ન-ટીકાયુક્ત ગ્રંથો આ પ્રમાણે છે - (૧) અધ્યાત્મમત પરીક્ષા
(૯) દ્વાત્રિશદ્વત્રિશિકા (૨) આધ્યાત્મિકમતપરીક્ષા
(૧૦) ધર્મપરીક્ષા (૩) આરાધક-વિરાધક ચતુર્ભાગી
(૧૧) નયોપદેશ (૪) ઉપદેશ રહસ્ય
(૧૨) મહાવીરસ્તવ-ન્યાયખંડખાદ્ય (૫) ઐન્દ્રસ્તુતિચતુર્વિશિકા
(૧૩) પ્રતિમાશતક (૬) કૂપાંતવિશદીકરણ
(૧૪) ભાષારહસ્ય (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય
(૧૫) સામાચારી પ્રકરણ (૮) જ્ઞાનાર્ણવ બીજાએ રચેલા પ્રાંથી ઉપર ઉપાધ્યાયજી મહારાજે રચેલ ઉપલબ્ધ ટીકાઓ આ પ્રમાણે છે(૧) ઉત્પાદાદિસિદ્ધિ
(૮) સ્યાદ્વાદકલ્પલતા (૨) કર્મપ્રકૃતિની બૃહત્ ટીકા
(૯) ષોડશક ટીકા હિ . (૩) કર્મપ્રકૃતિની લઘુ ટીકા
(૧૦) અષ્ટસહસ્રી ટીકા
22
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org