________________
जातिव्यक्त्यात्मकं वस्तु, वदन्ननुभवोचितम् । भट्टो वापि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४९॥ अबद्धं परमार्थेन, बद्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्म वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-५०॥ ब्रुवाणा भिन्नभिन्नार्थान् नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयु! वेदाः, स्याद्वादं सार्वतान्त्रिकम् ॥१-५१॥
સત્ત્વ, રજસ્ અને તમન્ એ ત્રણ વિરોધી ગુણોથી ગૂંથાયેલ પ્રકૃતિતત્ત્વને ઇચ્છનાર બુદ્ધિશાળીઓમાં મુખ્ય એવો સાંખ્ય અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૫) જ્ઞાનનો એક જ આકાર અનેક આકારોથી યુક્ત છે એવું ઇચ્છતો બૌદ્ધ વિદ્વાન અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૬) એકસ્વરૂપ હોવા છતાં અનેકસ્વરૂપ એવું ચિત્રરૂપ પ્રામાણિક છે – એવું બોલતો નૈયાયિક કે વૈશેષિક પણ અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૭) જ્ઞાન અને જ્ઞાતા અંશમાં પ્રત્યક્ષાત્મક જ્ઞાન તે શેય અંશમાં પરોક્ષ હોવા છતાં પણ એક જ છે - એવું બોલનાર ગુરુ એટલે પ્રભાકર મિશ્ર અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૮) વસ્તુ જાતિ-વ્યક્તિ ઉભયરૂપ છે – એમ અનુભવયોગ્ય વાતને કહેતા કુમારિલ ભટ્ટ કે મુરારિ મિશ્ર પણ અનેકાંતનું ખંડન ન કરી શકે. (૧-૪૯) બ્રહ્મ તત્ત્વ હકીકતમાં બંધાયેલું નથી અને વ્યવહારથી બંધાયેલું છે - એમ બોલતો વેદાન્તી અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૫૦) અલગ અલગ નયોની અપેક્ષાએ અલગ અલગ અર્થો કહેનારા વેદો પણ બધા દર્શનોમાં વ્યાપક એવા સ્યાદ્વાદનું ખંડન કરી શકે નહીં. (૧-૫૧)
આમ અનેકાંતવાદ સર્વ દર્શનોમાં વ્યાપીને રહેલો છે.
અનેકાંતવાદ જગતનો સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે, કેમકે એના વિના કોઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય જ નહીં.
અનેકાંતવાદને સમજવા સાત ભાંગારૂપ સપ્તભંગી અને સાત નો ખૂબ ઉપયોગી
સમભંગી છે ટા સપ્તભંગી એટલે ભાંગાઓનો સમૂહ. કોઇ પણ વસ્તુની સાત પ્રકારની જિજ્ઞાસા 35.
ન થાય છે. તે સાત પ્રકારના પ્રશ્નોથી વ્યક્ત થાય છે. ઘડાનું દષ્ટાંત લઇને તે સાત - હિક પ્રનો આ રીતે સમજી શકાય.
17
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org