________________
♦ મરત-સુગમ-વિવેચનક્ષમન્વિત: જે
૧૫૧
यथा मनुष्यादिपर्यायास्तदायुः प्रमाणकालं तिष्ठन्ति २ ॥ इति पर्यायार्थिकस्य प्रथमो भेद
ऋजुसूत्रनयः ॥
+ ગુણસૌમ્યા+
(૨) સ્થૂળ ઋજુસૂત્ર... જેમકે - મનુષ્યાદિ પર્યાયો, તેના આયુષ્યના પ્રમાણ જેટલા કાળ સુધી રહે છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનો પહેલો ભેદ ઋજુસૂત્રનય...
>
વિવેચન : ઋજુસૂત્રનય વર્તતા અર્થને જ પદાર્થ તરીકે કહે છે.. જે પદાર્થ અતીત થઇ ગયો (તે નષ્ટ થઈ ગયો હોવાથી) અને જે પદાર્થ અનાગત છે (તે હજુ ઉત્પન્ન ન થયો હોવાથી) અર્થક્રિયાકારીપણું ધરાવતો નથી... તો પછી એને ‘પદાર્થ’ તરીકે શી રીતે કહેવાય ? જેનાથી કશું જ પ્રયોજન સરતું નથી, એને પણ પદાર્થ મનાતો હોય, તો તો શશશૃંગને પણ પદાર્થ કહેવો પડે.
વર્તમાનકાળમાં જે પદાર્થ પરાયો છે, એ પોતાનું પ્રયોજન સારી શકતો નથી. માટે પોતાના માટે તો એ નહીં હોવા બરાબર જ છે. તેથી પોતાનો વર્તમાનપદાર્થ જ પોતાનું કામ કરી આપનાર છે, એટલે એ જ પોતાના માટે પદાર્થરૂપ છે, અન્ય નહીં... આવું ઋજુસૂત્રનય કહે છે...
આમાં વર્તમાનપદાર્થ એટલે વર્તમાનકાળમાં રહેલો પદાર્થ... પણ વર્તમાનકાળ કોને કહેવો ? એ માટે ઋજુસૂત્રની સૂક્ષ્મ-સ્થૂળ દૃષ્ટિઓ છે, તે જોઈએ -
(૧) આમ તો કાળ માત્ર એક વર્તમાનસમયરૂપ જ છે... એટલે તે સમયને જ ‘વર્તમાન’ કહી શકાય. વિવક્ષિત કાળે જે સમય વર્તી રહ્યો છે, એની પૂર્વનો સમય તો નષ્ટ થઇ ગયો હોવાથી ‘અતીત’ બની ગયો છે. પછીનો સમય તો હજુ અનુત્પન્ન હોવાથી ‘અનાગત’ છે.. માટે વર્તમાનકાળ તો માત્ર એકસમયરૂપ જ છે... આવા એકસમયને જ વર્તમાનકાળ તરીકે સ્વીકારી એમાં રહેલા ક્ષણિકપર્યાયને જ પદાર્થ તરીકે માનનારો જે ઋજુસૂત્રનય છે, તે ‘સૂક્ષ્મઋજુસૂત્રનય’ કહેવાય. કારણ કે એ ખૂબ જ સૂક્ષ્મ વર્તમાનકાળને જોનારો છે...
(૨) ઉપર બતાવેલો એકસમય એ એટલો સૂક્ષ્મતમ કાળ છે કે સામાન્યથી છદ્મસ્થના વ્યવહારનો વિષય જ ન બની શકે... ‘આ ઘડો છે' આટલું બોલવા જાય એટલામાં તો અસંખ્ય સમય પસાર થઇ જાય છે... એટલે, પદાર્થ-પ્રસંગ વગેરેને અનુસરીને અસંખ્યસમયમય અંતર્મુહૂર્તને પણ વર્તમાનકાળ કહેવાય છે.. એમ કલાકને, દિવસને, પખવાડિયાને, મહિનાને, વર્ષને, ભવને પણ વર્તમાન તરીકે કહેવાય છે.. આ સ્થૂળ વર્તમાનકાળ છે... આવા સ્થૂલવર્તમાનકાળને નજરમાં લેનારો ઋજુસૂત્રનય એ ‘સ્થૂળઋજુસૂત્ર’ છે. . . આ નય મનુષ્યાદિ પર્યાયોને પણ માને છે. કારણ કે મનુષ્યાદિ પર્યાયો આયુષ્યના કાળ સુધી રહે છે અને આયુષ્યના કાળ જેટલો દીર્ઘ કાળ પણ આ નયને વર્તમાન તરીકે માન્ય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org