________________
* सरल-सुगम-विवेचनसमन्वितः પરિસિમ્બન્ધ , શ્રદ્ધાશ્રયસમ્બન્ધ, જ્ઞાન-યસમ્બન્ધતિ . (૧૦૭) उपचरितासद्भूतव्यवहारस्त्रेधा-सत्यार्थः, असत्यार्थः, उभयार्थश्च, इति व्यवहारनयस्यार्थाः, चतुर्दशभेदाश्च ज्ञेयाः, भेदविषयो व्यवहारः॥इति द्रव्यार्थिकस्य तृतीयो भेदो व्यवहारनयः॥
- ............... + ગુણસૌમ્યા+ વરસવું - એ બે વચ્ચે અવિનાભાવ છે.
(૨) સંશ્લેષસંબંધઃ આત્મામાં શરીરના વર્ણ વગેરેનો ઉપચાર કરીને હું ગોરો છું - જાડો છું' એવો વ્યવહાર જે પ્રવર્તે છે, ત્યાં શરીરની સાથે આત્માનો સંશ્લેષસંબંધ (= એકમેક થવારૂપનો સંબંધ) સમજવો. એ જ રીતે પાછળ મૂકેલા લાલ કપડાંના જોડાણથી સ્ફટિકને જે લાલ કહેવાય છે, ત્યાં પણ આ સંશ્લેષસંબંધ સમજવો. | (૩) પરિણામ-પરિણામી સંબંધ: માટી પોતે જ આગળ જઈને ઘડારૂપે પરિણમવાની છે, એટલે પરિણામી માટીમાં ઘટરૂપ પરિણામનો ઉપચાર કરીને, “માટી જ ઘડો છે' એવું જે કહેવાય છે, ત્યાં આ સંબંધ સમજવો.
(૪) શ્રદ્ધા-શ્રદ્ધેય સંબંધ : “જે વ્યક્તિ જેના પર શ્રદ્ધાવાળો હોય, તે, તે જ કહેવાય છે એવા વચનથી હરિના ભક્તને ‘હરિ કહેવો, જિનના ભક્તને “જિન” કહેવો. આ બધા સ્થળે આ સંબંધ સમજવો. | (૫) જ્ઞાન-શૈય સંબંધ ઃ ઘટજ્ઞાન ઘટને વિષય કરતું હોવાથી એને જે “ઘટ' કહેવાય છે, ત્યાં આ સંબંધ સમજવો. આ સંબંધને લઇને ઘટજ્ઞાનમાં જોય એવા ઘટનો ઉપચાર કરાય છે.
આ બધા સંબંધોને લઇને ઉપચાર પ્રવર્તે છે.
(૧૦૭) હવે ઉપચારના કારણે થનારો અસદૂભૂત વ્યવહાર પણ (૧) સત્યાર્થ, (૨) અસત્યાર્થ, અને (૩) ઉભયાર્થ – એમ ત્રણ પ્રકારે છે... એ વાત આપણે ઉદાહરણ સાથે સમજીએ. તે આ પ્રમાણે -
(૧) સત્યાર્થ : જેટલું દેવદત્તનું ધન હોય, તેટલાં ધનને ઉદ્દેશીને “આ દેવદત્તનું ધન છે' એવું કહેવું, એ સત્યાર્થ અસભૂત વ્યવહાર સમજવો. (દેવદત્ત અને ધન બે અલગ-અલગ દ્રવ્ય છે, છતાં તે બે વચ્ચે સંબંધ બતાવાઈ રહ્યો છે, માટે આ અસભૂત વ્યવહાર છે.)
(૨) અસત્યાર્થઃ જે ધન દેવદત્તનું ન હોય, તે ધનને ઉદ્દેશીને પણ “આ દેવદત્તનું ધન છે’ એવું કહેવું એ અસત્યાર્થ અસભૂત વ્યવહાર સમજવો.
(૩) ઉભયાર્થ : થોડુંક ધન દેવદત્તનું હોય ને થોડુંક બીજાનું હોય, તો પણ તે બધાંને ઉદ્દેશીને “આ દેવદત્તનું ધન છે' એવું કહેવું, એ સત્યાસત્ય ઉભયાર્થ અસદ્દભૂત વ્યવહાર સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org