________________
- सरल-सुगम-विवेचनसमन्वितः
૧૪૩
एवोपचारः, य उपचारादप्युपचारं करोति स उपचरितासद्भूतव्यवहारः, यथा-देवदत्तस्य धनमित्यत्र संश्रलेषरहितवस्तुसम्बन्धविषयः १३ । संश्लेषसहितवस्तुसम्बन्धविषयो
+ ગુણસૌમ્યા+ (લોખંડને પણ આગનો ગોળો કહી દાહક કહેવાનું થાય) એ અસદ્ભુત વ્યવહાર છે.
0 ‘અસભૂત વ્યવહારનય દ્વારા જીવનમાં જે શરીર-ધન વગેરે ભાસે છે, તે વાસ્તવિક રીતે જીવના નથી. એ માત્ર ઉપચારથી જીવના કહેવાય છે. આ વાતને જો જીવ આત્મસાત્ કરે, તો શરીર પરના મમત્વ પર ઘા પડે. દેહ-આત્માનું ભેદજ્ઞાન સરળ બને. અને તેથી શરીર પરની મમતાના કારણે જે સુખશીલતા તથા કષ્ટભીરુતા-રોગપ્રતિકાર આદિની લાગણીઓ નિર્માણ થયેલી છે ને એ લાગણીવશાત્ જાતજાતના સંક્લેશ-આર્તધ્યાન વગેરે થઈ રહ્યા છે, એ બધાથી પરાક્ખ બની શરીરને સાધનામાર્ગે જોડવું, પરાયા શરીર દ્વારા પણ આત્મકમાણી કરી લેવી... આ બધું શક્ય બને છે.
જો તેરમો પ્રકાર કે
સૂત્રઃ અદ્ભૂતવ્યવહાર વિપર:, ૨ ૩ વીરાણુવારે કરોતિ સ ૩૫રિતાહૂિતव्यवहारः, यथा - देवदत्तस्य धनमित्यत्र संश्लेषरहितवस्तुसम्बन्धविषयः ॥१३॥
સૂસાથે અસભૂત વ્યવહાર જ ઉપચાર છે. અને જે ઉપચારથી પણ ઉપચારને કરે છે, તે ઉપચરિત અસદ્ભુત વ્યવહાર. જેમકે - “દેવદત્તનું ધન અહીં સંબંધ વિનાની વસ્તુનો સંબંધ કહેવો, એ આ નયનો વિષય છે.
વિવેચનઃ વ્યવહારનયનો તેરમો પ્રકારઃ (૧૩) ઉપચરિત અસભૂત વ્યવહાર. અસભૂત વ્યવહાર પોતે જ ઉપચાર છે, એનું કારણ એ કે પરપરિણતિ ભળી જવાથી ‘દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, ગુણમાં ગુણનો ઉપચાર' વગેરે ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે, તેને જ અસભૂત વ્યવહાર કહેવાય છે. (એટલે અસભૂત વ્યવહાર ઉપચારરૂપ જ છે.)
અને એ ઉપચારથી પણ ઉપચાર કરવો, એ ઉપચરિત અસદૂભૂત વ્યવહાર સમજવો.
જેમકે – દેવદત્તનું ધન. અહીં દેવદત્ત અને ધન બંને એકબીજા સાથે એકમેકરૂપે જોડાયેલા નથી, માટે એ બે વચ્ચે અસંશ્લેષિત યોગ છે. એટલે આ બે વસ્તુ અસંશ્લિષ્ટ કહેવાય, આવી વસ્તુના પણ સંબંધને જણાવનારો આ નય છે. તે આ પ્રમાણે –
0 ધન અને દેવદત્ત વચ્ચે જે સ્વ-સ્વામિભાવ સંબંધ છે, તે કલ્પિત છે. તેથી અહીં ઉપચાર છે. 0 વળી દેવદત્ત અને ધન એ બે કાંઈ એક દ્રવ્ય નથી, અલગ-અલગ દ્રવ્ય છે. (આવાં
૧. આ બધા ઉપચારોના પ્રકારો ગ્રંથકારશ્રી હમણાં જ આગળ જણાવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org