________________
૧૩૨
+ सप्तभङ्गीनयप्रदीपः
**
ચાર્વાવર્ગનમ્' કૃતિ [ પ્રમા॰ પરિ॰ ૭ સૂત્રમ્-૨૬ ]
नास्तिको हि जीवद्रव्यादिर्नाभिमन्यते, स्थूलदृष्ट्या च भूतचतुष्टयं यावद्दृष्टिगोचरमिति स्वकल्पितत्वेनातथात्वाद् व्यवहाराभासमिति ॥
(१०१) अथ कतिपयमन्यतो लिख्यते - भेदोपचारतया वस्तु व्यवह्नियत इति ગુણસૌમ્યા
સૂત્રાર્થ : વળી જે અભિપ્રાય દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક (અર્થાત્ કલ્પનાકૃત) સ્વીકારે તે વ્યવહારાભાસ છે. જેમકે - ચાર્વાકદર્શન. (૭-૨૫/૨૬)
વિવેચન : “દ્રવ્ય અને પર્યાયોનો વિભાગ માત્ર કલ્પનાકૃત છે. ધર્મ-અધર્મ, આકાશાદિ દ્રવ્યોના વિભાગો મિથ્યા છે. પર્યાયોના ક્રમભાવી-અક્રમભાવી વિભાગ પણ અપારમાર્થિક છે” – એવું બધું જે માને, તે આશયવિશેષ વ્યવહારનયાભાસ.
-
જેમકે – ચાર્વાકદર્શન.
ચાર્વાકદર્શન નાસ્તિક છે. નાસ્તિકો જીવદ્રવ્ય વગેરેને માનતા નથી. અને આંખે દેખાતાં પૃથ્વી, અપ્, તેજો અને વાયુરૂપ ચાર ભૂતોને (= પદાર્થોને) પણ માત્ર સ્થૂલદૃષ્ટિથી (= અપારમાર્થિક દૃષ્ટિથી) માને છે. આમ તેઓની વિચારણા માત્ર પોતાની કલ્પનાકૃત હોવાથી અયથાર્થ છે અને એટલે જ તેઓનો અભિપ્રાય વ્યવહાર ન રહેતાં વ્યવહા૨ાભાસ બને છે.
આશય : ચાર્વાક દર્શનના અનુયાયીઓ, “પ્રત્યક્ષાદિ બધા પ્રમાણોથી સિદ્ધ થયેલો જીવ, તેના પર્યાયો, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો, અને તેના વિભાગો’” આ બધું માત્ર કલ્પનાકૃત છે – એવું કહે છે. અને ભૂતચતુષ્ટયનો વિભાગ પણ સ્થૂલ લોકવ્યવહારને અનુસરવા પૂરતો જ માને છે. ૫૨માર્થથી તો તેઓને પણ તુચ્છ-કાલ્પનિક જ માને છે. આ પ્રમાણે ચાર્વાક બધાનો અપલાપ કરે છે, એટલે એ વ્યવહારાભાસ કહેવાય છે.
(૧૦૧) આ પ્રમાણે વ્યવહારનય અને તેના આભાસનું નિરૂપણ કરીને, હવે બીજા (= નયચક્ર, આલાપપદ્ધતિ વગેરે) ગ્રંથમાં જે વ્યવહારનું વર્ણન છે, તેને જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
* વ્યવહારનયનું વિશદ વર્ણન
લક્ષણ : મેવોપન્નારતયા વસ્તુ વ્યવહ્રિયતે કૃતિ વ્યવહાર: II
અર્થ : ભેદ અને ઉપચાર કરવા દ્વારા વસ્તુનો વ્યવહાર કરવો, તે વ્યવહારનય.
વિવેચન : ધર્મ-ધર્મીનો ભેદ પાડીને કે ભેદનો ઉપચાર કરીને, વસ્તુનો જે વ્યવહાર કરે, તે વ્યવહારનય સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org