________________
* सप्तभङ्गीनयप्रदीपः ___ नास्ति च धर्मादि द्रव्यमित्यपह्नवः, यथा-वस्तु वर्तते परं सामान्यविशेषत्वं क्ववर्तत इत्यपह्नवः । एवं सामान्यविशेषात्मनो वस्तुनो द्रष्टव्यम्।
...+ગુણસૌમ્યા .... જુદા દ્રવ્યો છે જ નહીં. કારણ કે દ્રવ્યત્વથી જુદાં એવાં દ્રવ્યો ક્યાંય દેખાતાં નથી. એટલે જ તે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો અપલાપ કરાય છે.
તે આ પ્રમાણે –
પ્રશ્ન : સામાન્ય અને વિશેષ ધર્મો છે અને તેઓ આધેય (= ક્યાંક રહેનાર) હોય છે. તો તેના આધાર તરીકે કોઇક તો વસ્તુ માનવી જ પડશે ને? (અને તે વસ્તુ તરીકે જ ધર્માસ્તિકાય વગેરેની સિદ્ધિ થઈ શકે.)
ઉત્તર: તમારી વાત બરાબર નથી, કારણ કે જગતમાં વસ્તુતત્ત્વ કંઇક છે એ વાત નક્કી. પણ એ વસ્તુતત્ત્વ તરીકે માત્ર સામાન્ય-વિશેષ જ છે. તે સિવાય બીજી કોઈ એવી વસ્તુ જ નથી કે જ્યાં સામાન્ય-વિશેષ રહી શકે. એટલે સામાન્ય-વિશેષોને આધેય ન મનાય. આ પ્રમાણે અપરસંગ્રહાભાસે આધેય તરીકે સામાન્ય-વિશેષોનો અપલોપ કર્યો. (તે એ જણાવે છે કે, સામાન્ય-વિશેષ જ વસ્તુતત્ત્વરૂપ છે. બાકી તેઓ આધેય અને તેઓના આધાર તરીકે બીજી વસ્તુ હોય એવું નથી.)
આ જ રીતે સામાન્ય-વિશેષરૂપ વસ્તુનો પણ અપલાપ સમજવો. (તે આ પ્રમાણે – દ્રવ્યત્વથી જુદાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો દેખાતાં જ નથી. જે દેખાય છે, તે બધા દ્રવ્યત્વરૂપે જ દેખાય છે. તેથી દ્રવ્યત્વ માત્ર જ તત્ત્વ છે, તે સિવાય સામાન્ય-વિશેષાત્મક કોઈ જુદી વસ્તુ
નથી.)
આ પ્રમાણે દ્રવ્યત્વને જ સ્વીકારનારો અને તેના અવાંતરભેદરૂપ વિશેષનો અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ, તે દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહાભાસ સમજવો.
આ જ પ્રમાણે માત્ર ગુણત્વને કે માત્ર પર્યાયત્વને સ્વીકારનારો અને તેના અવાંતરભેદરૂપ વિશેષોનો અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ, તે અનુક્રમે ગુણત્વગ્રાહી-પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહનયાભાસ સમજવો. ૧. પ્રશ્નઃ આ તો માત્ર સામાન્યને જ માને છે ને? તો પછી સામાન્ય-વિશેષ બંનેને માને છે - એવું કેમ કહ્યું?
ઉત્તર : આ પરસંગ્રહ નહીં, પણ અપરસંગ્રહરૂપ છે. અને અપરસંગ્રહ દ્રવ્યત્વ વગેરેને માને છે. હવે આ દ્રવ્યત્વ વગેરે જુદી જુદી અપેક્ષાએ સામાન્ય-વિશેષરૂપ છે: (૧) ધર્માસ્તિકાયત્વ વગેરે અવાંતર ધર્મોની અપેક્ષાએ તે દ્રવ્યત્વ સામાન્યરૂપ છે, અને (૨) સત્તારૂપ મહાસામાન્યની અપેક્ષાએ તે દ્રવ્યત્વ વિશેષરૂપ છે - આમ તે સામાન્ય -વિશેષ ઉભયરૂપ હોવાથી, તેને વિષય કરનાર અપરસંગ્રહ પણ સામાન્ય-વિશેષ ઉભયને માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org