________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (९५) द्वितीयापरसङ्ग हलक्षणमाह-दव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसग्रहः" - [ प्रमा० परि० ७ સૂત્ર-૨૧]
+ ગુણસૌમ્યા (૫) હવે સંગ્રહનયના બીજા ભેદરૂપ અપરસંગ્રહનયનું સ્વરૂપ બતાવે છે –
* (૨) અપરસંગ્રહનું સ્વરૂપ * સૂત્ર : દ્રવ્યત્વાધીચવાન્તરસમાચાર ક્વિીનતદ્ધદેવુ અનિવનિવેમવત્નબ્ધમાન પુનરરસ યથા - થમ-ડમ-ડાસ-ત્રિ-પુતૂન-નીવવ્યાપારૈર્ચા વ્યત્વામેલાવિત્યાદ્ધિઃ I૭-૨૧,૨૦|
સૂત્રાર્થ દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ આદિ અવાંતર સામાન્યને માનનારો અને તેના વિશેષોમાં ઉપેક્ષાનું અવલંબન લેનારો જે અભિપ્રાયવિશેષ, તે અપરસંગ્રહનય કહેવાય છે. જેમકે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય -આ છએ દ્રવ્ય એકરૂપ છે, કારણ કે દ્રવ્યપણે તેઓનો અભેદ છે - એવું માનનારો અભિપ્રાય.
વિવેચન : “સત્તા તે મહાસામાન્ય છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય બધામાં રહે છે. જ્યારે દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ અનુક્રમે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જ રહે છે. એટલે સત્તારૂપ મહાસામાન્યની અપેક્ષાએ દ્રવ્યત્વ વગેરે અવાંતર સામાન્ય કહેવાય, ઓછા દેશમાં રહેલા કહેવાય. આવાં અવાંતરસામાન્યને વિષય કરતા અભિપ્રાયને, પરસંગ્રહ ન કહેતાં “અપરસંગ્રહ કહેવાય છે.
એટલે મહાસામાન્ય કરતા લઘુસામાન્યને જે પ્રધાન કરે અને તેના પેટા વિભાગરૂપ વિશેષોમાં જે ઉદાસીનતા રાખે, તે અપરસંગ્રહનય સમજવો.
જેમકે –
(૧) દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ - આ છએ દ્રવ્ય છે. એટલે દ્રવ્યરૂપે તેઓનો અભેદ છે અને તેથી દ્રવ્યપણાની અભેદતાને લઈને તેઓનું એકપણું માનવું, તે અપરસંગ્રહનય.
આશય : અહીં છએ દ્રવ્યોમાં દ્રવ્યપણું એકસરખું-સામાન્ય જણાય છે. અને તેવાં સામાન્યજ્ઞાનના આધારે બધા દ્રવ્યો અભેદરૂપે જણાય છે અને તેથી તેઓનું એકપણું માનવું, એકરૂપે તેઓનો સંગ્રહ કરવો, તે અપરસંગ્રહનય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org