________________
૧૨૪
सप्तभङ्गीनयप्रदीपः
(९४) परसङ्ग्रहाभासलक्षणमाह
“सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः”
– [ પ્રમા૰ પર ૭ સૂત્ર-૧૭ ]
“यथा-सत्तैव तत्त्वं ततः पृथग्भूतानां विशेषाणामदर्शनाद्” इति । - [ प्रमा० परि० ७ सूत्रम् - १८ ]
अद्वैतवादिनां निखिलानि दर्शनानि सांख्यदर्शनं च तदाभासतया ज्ञेयानि । + ગુણસૌમ્યા+
(૯૪) હવે પ૨સંગ્રહના આભાસનું લક્ષણ જણાવે છે -
* પરસંગ્રહાભાસનું લક્ષણ
सूत्र : सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः ॥ यथा - सत्तैव तत्त्वं ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥७/१७-१८॥
સૂત્રાર્થ : ‘સત્તા જ માત્ર છે, બીજું કંઇ જ નથી' એવો સત્તા-અદ્વૈતને સ્વીકારનારો અને સકલવિશેષોનો અપલાપ કરનારો જે આશયવિશેષ, તે પરસંગ્રહનયાભાસ જાણવો. જેમકે - સત્તા એ જ યથાર્થ તત્ત્વ છે, કારણ કે સત્તાથી જુદા એવા વિશેષો આ સંસારમાં દેખાતા નથી.
વિવેચન : ઘટ-પટાદિ બધા પદાર્થો પોતપોતાના સ્વરૂપે વિશેષ અને સસ્વરૂપે સામાન્ય - એમ ઉભયરૂપ હોવા છતાં, પ્રતિનિયત સ્વરૂપાત્મક વિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને સામાન્યરૂપે જ વસ્તુસ્વરૂપને સ્વીકારનારો જે જ્ઞાતાનો અભિપ્રાયવિશેષ, તે પ૨સંગ્રહ નામનો નય કહેવાય, પણ જ્યારે આ અભિપ્રાયવિશેષ તેવો ન હોય, પણ એકાંતવાદ તરફ હોય, એટલે કે વિશેષોનો અપલાપ કરી માત્ર સામાન્યને જ સ્વીકા૨ના૨ો હોય, ત્યારે તેને પરસંગ્રહનયાભાસ કહેવાય છે.
જેમકે - વેદાંત વગેરે દર્શનોને માન્ય ‘આ સમસ્ત વિશ્વ માત્ર એક બ્રહ્મરૂપ જ છે, વિશેષો છે જ નહીં' આવી બધી માન્યતાઓ...
અદ્વૈતને (= જગત-ઐક્યને) માનનારાં બધાં દર્શનો તથા સાંખ્યદર્શન, આ બધા પરસંગ્રહાભાસરૂપ સમજવાં, કારણ કે અદ્વૈતમાત્ર માનવા દ્વારા તે તે પદાર્થોમાં અસ્તિત્વરૂપે રહેલા વિશેષપર્યાયોનો અપલાપ કરાયેલો થાય છે, અને માટે જ તેઓ નયાભાસ કહેવાય છે.
જગતના બધા પદાર્થો સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે, એવું પ્રત્યક્ષથી દેખાય છે અને અનુમાનથી સિદ્ધ પણ છે. તો પણ અદ્વૈતદર્શનો વિશેષોનો અપલાપ કરી સામાન્યમાત્રનો આરોપ કરે છે. એટલે જ તેઓ મિથ્યાવાદી છે અને તેથી જ તેઓ ત્યાજ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org