SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः सङ्ग्रह इति । (९२) विशेषराहित्येन पिण्डीभूतं सामान्य-विशेषवद् वस्तु शुद्धमनुभवन् ज्ञानविशेषः सङ्ग्रहतयाऽऽख्यायते । (૧૩) સ@દો પરીપરમેલાર્ વિઘ, તંત્ર પરત્નક્ષમાદ ...............+ગુણસૌમ્યા+.......... (૯૨) ગ્રંથકારશ્રી આ સંગ્રહનયનું જ નિષ્કર્ષભૂત લક્ષણ જણાવે છે – લક્ષણ : વિશેષરાદિત્યેન વિઠ્ઠીભૂતં સામાન્ય-વિશેષ વસ્તુ શુદ્ધમનુમવન જ્ઞાનવિશેષ: सङ्ग्रहतयाऽऽख्यायते ॥ અર્થ : વિશેષાહિત્યન = વિશેષ ધર્મો જેમાં મુખ્ય નથી અને તેના કારણે જ પિન્કીમૂત = વિશેષ પરિણામોના પિંડરૂપ (સમુદાયરૂપ) થયેલી એવી સામાન્ય-વિશેષવદ્ = વસ્તુત્વાદિરૂપ સામાન્ય પરિણામવાળી અને જુદા-જુદા વર્ણાદિરૂપ વિશેષપરિણામવાળી એવી વસ્તુ = ઘટાદિ વસ્તુઓને શુદ્ધ તરીકે અનુભવતો જે જ્ઞાનવિશેષ, તે સંગ્રહનરૂપે કહેવાય છે. તાત્પર્ય જે બધા સમાન પદાર્થોનો સંગ્રહ કરે, તે સંગ્રહનય કહેવાય છે. કોઇપણ પદાર્થ અન્ય પદાર્થ કરતાં સર્વથા વિલક્ષણ હોતો નથી. કંઈક ને કંઈક સાદેશ્ય = સમાનધર્મ = સામાન્ય દરેક પદાર્થમાં હોય છે જ. એટલે આ સામાન્યને નજરમાં રાખીને જોવામાં આવે, તો દરેક પદાર્થ એક સમાન દેખાય છે, એ પદાર્થોમાં પરસ્પર કોઇ વિરોધ-વિલક્ષણતા રહેતી નથી. એટલે સામાન્યરૂપે બધા પદાર્થોનો સંગ્રહ થઈ જાય છે. જેમકે વસ્તુત્વને આગળ કરીને જોવામાં આવે, તો કોઈ વસ્તુ એવી રહી નહીં જાય કે જે એ જ્ઞાનનો વિષય ન હોય. એટલે બધી વસ્તુઓનો એક જ જ્ઞાન દ્વારા સંગ્રહ થઈ ગયો. માટે આવું જ્ઞાન સંગ્રહનય કહેવાય છે. (૯૩) આ પ્રમાણે સંગ્રહનાનું સામાન્યસ્વરૂપ જણાવીને, હવે તેના ભેદો કહે છે - * સંગ્રહનયના ભેદો સંગ્રહનય પણ બે પ્રકારનો છે : (૧) પરસંગ્રહ, અને (૨) અપરસંગ્રહ. તેમાં પહેલા પરસંગ્રહનું સ્વરૂપ બતાવે છે – ૧. “વિશેષરહિત તેનો અર્થ એવો ન કરવો કે વિશેષ વગરની સામાન્યરૂપ વસ્તુ. કારણ કે તેવી વસ્તુ હોતી જ નથી. કહ્યું છે કે - “નિવશેષ દિ સામાન્ય ભવેત્ સ્વરવાળવત્'. એટલે અર્થ એવો કરવો કે – વિશેષો જેમાં મુખ્ય નથી, પણ ગૌણ છે અને સામાન્ય જેમાં મુખ્ય છે તેવી વસ્તુ. ૨. આ નય સામાન્ય-વિશેષવાળી વસ્તુમાંથી વિશેષ પરિણામોને મુખ્યપણે ન કરી, તે વિશેષ પરિણામોના સમુદાયરૂપે જ વસ્તુને શુદ્ધ માને છે અને તે રૂપે જ તેને જુએ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy