________________
सरल-सुगम-विवेचनसमन्वितः +
यथा-ओदन पच्यते ३ । ( ८७) नैगमनयेन धर्म- धर्मिणोरन्यतरस्यैव प्राधान्यमनुभव + ગુણસૌમ્યા+
આ પ્રમાણે અહીં જુદા જુદા અવયવોની અપેક્ષાએ ભૂતકાલીનક્રિયા - વર્તમાનક્રિયા આ રીતે ક્રિયાની પરંપરા ચાલે છે... આ પૂર્વાપરીભૂત જે અવયવક્રિયાઓની પરંપરા છે, એ પરંપરાને બુદ્ધિમાં આરોપીને, એ આરોપસામગ્રીના પ્રભાવે માત્ર વર્તમાનકાળનો પદ્મતે એવો પ્રયોગ થાય છે.
૧૧૭
પણ જે અવયવો સીઝી ગયા છે, એ અવયવની અતીતક્રિયાને નજરમાં રાખીને પદ્મતે ના સ્થાને ગપાક્ષીત્ એવો પ્રયોગ (= ‘રંધાય છે’ ના સ્થાને ‘રાંધ્યા' એવો પ્રયોગ) થતો નથી. આમ, સિદ્ધ અને સાધ્યમાન, ધૃત અને ક્રિયમાણ... આ બધાને નજરમાં રાખીને માત્ર વર્તમાનપ્રયોગ કરવો એ આ વર્તમાનનૈગમ છે.
>> &
(૮૭) આ પ્રમાણે જુદી જુદી રીતે નૈગમનયનું સ્વરૂપ બતાવીને, હવે તેના વિશે ‘નૈગમનય એ નય નહીં, પણ પ્રમાણ જ બની જાય !' એવો જે કેટલાંકનો પૂર્વપક્ષ છે – તેનું નિરસન કરવા મહોપાધ્યાયજી મહારાજ કહે છે -
* નૈગમ પ્રમાણ નહીં, પણ નય જ. *
શબ્દાર્થ : નૈગમ નય ધર્મ-ધર્મી બેમાંથી અન્યતરને જ પ્રધાનપણે અનુભવે છે, એટલે મુખ્યપણે દ્રવ્ય અને પર્યાયના ભેગા અર્થને જણાવતું જ્ઞાન જ પ્રમાણ તરીકે માનવું, બીજું નહીં.
વિવેચનઃ
પૂર્વપક્ષ : તમે ઉ૫૨ જણાવ્યું હતું કે – નૈગમનય બે ધર્મ, બે ધર્મી, બે ધર્મ-ધર્મીનું ગ્રહણ કરનાર છે. હવે જે વસ્તુના અનેક અંશનું ગ્રહણ કરે, તેને પ્રમાણ કહેવાય છે. એટલે તો ધર્મધર્મી વગેરે રૂપે અનેકનું ગ્રહણ કરનાર નૈગમનય પણ પ્રમાણ જ બની જશે ને ? (તેનું નયસ્વરૂપ શી રીતે સંગત થશે ?)
ઉત્તરપક્ષ : સાંભળો, તમે હજી પ્રમાણનાં લક્ષણને સમજવામાં થાપ ખાધી છે. વસ્તુના અનેક અંશનું ગ્રહણ કરે એટલા માત્રથી પ્રમાણ ન બને. પણ પ્રમાણ તે જ બને કે જે વસ્તુના અનેક અંશોનું મુખ્યપણે ગ્રહણ કરે. જે જ્ઞાન વસ્તુના અનેક અંશનું મુખ્યપણે ગ્રહણ ન કરે, તે જ્ઞાન પ્રમાણ બને નહીં.
Jain Education International
પ્રસ્તુતમાં – નૈગમનય, જો કે ધર્મ-ધર્મી વગેરે અનેક અંશનું ગ્રહણ કરે છે જ. પણ તે ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરે છે. (ધર્મીને મુખ્ય કરે, તો ધર્મને ગૌણ કરે ઇત્યાદિરૂપે.)
અને એટલે જ (= અનેક અંશોને ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરતો હોવાથી જ) તે નૈગમનય
For Personal & Private Use Only
www.jainelibrary.org