________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ
व्यञ्जनपर्यायं च वदन्ति ।
(૮૦) અથાઘોવાહનામા ‘સચૈતન્યમાત્મનિ'' કૃતિ ।
– [પ્રમાળ૦ પર ૭ સૂત્રમ્−૮ ] अत्र चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य विशेष्यत्वाद् मुख्यतया विवक्षणम्, सत्त्वाख्यव्यञ्जनपर्यायस्य तु विशेषणत्वादमुख्यतयेति धर्मद्वयगोचरो नैगमः प्रथमः ।
· ગુણસૌમ્યાન
પ્રધાનપણે અને બીજાની ગૌણપણે જે વિવક્ષા કરવી, તે ‘નૈગમનય’ છે. તે આ પ્રમાણે -
(૧) ધર્મોત્તરઃ - બે ધર્મને વિષય કરનાર, અર્થાત્ પદાર્થના બે પર્યાયોમાંથી એક પર્યાયને ગૌણ તરીકે જોનાર અને બીજા પર્યાયને મુખ્ય તરીકે જોનાર એવો નૈગમનય.
૧૧૧
(૨) ધર્મિોત્તરઃ - બે ધર્મીને વિષય કરનાર. એટલે કે ધર્મી એવા બે પદાર્થમાં એકને મુખ્ય કરીને જોનાર અને એકને ગૌણ કરીને જોનાર એવો નૈગમનય.
(૩) ધર્મ-મિનોવર: - ધર્મ અને ધર્મીને વિષય કરનાર. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય – એ બેમાંથી એકને ગૌણ કરીને અને બીજાને મુખ્ય કરીને જોનાર એવો નૈગમનય.
હવે મહોપાધ્યાયજી મહારાજ આ ત્રણે ભેદોને ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે -
* પહેલા નૈગમનયનું ઉદાહરણ *
(૮૦) સદ્વૈતન્યમાત્મનિ ॥
અર્થ : આત્મામાં સત્ એવું ચૈતન્ય છે.
વિવેચન : એક સામાન્ય નિયમ છે કે જે વિશેષ્ય હોય, તે મુખ્ય બને છે. જેમકે – નીલકમળ. અહીં ‘કમળ’ મુખ્ય છે અને તેના વિશેષણરૂપ ‘નીલ’ તે ગૌણ છે.
Jain Education International
પ્રસ્તુતમાં - ‘સત્ એવું ચૈતન્ય’ અર્થાત્ સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય. તો અહીં બે પર્યાય છે : સત્ત્વપર્યાય અને ચૈતન્યપર્યાય. હવે નૈગમનય આ બંને પર્યાયોને વિષય કરે છે, પણ બંનેને ગૌણ-મુખ્યભાવે... તે આ પ્રમાણે -
‘સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય’ – અહીં ચૈતન્યપર્યાય વિશેષ્ય છે અને સત્ત્વપર્યાય તેનું વિશેષણ છે એટલે નૈગમનય (૧) ચૈતન્ય નામનો વ્યંજનપર્યાય વિશેષ્ય હોવાથી, તેને મુખ્ય તરીકે કહે છે, અને (૨) સત્ત્વ નામનો વ્યંજનપર્યાય વિશેષણ હોવાથી, તેને ગૌણ તરીકે કહે છે. આ પ્રમાણે બે ધર્મોને = બે પર્યાયોને ગૌણ-મુખ્યભાવે જોનારો નૈગમનયનો પહેલો ભેદ થયો.
For Personal & Private Use Only
www.jainelibrary.org