SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ८९. हंसदीपक ९०. शतदल સો પાંદડીનો ખ્યાલ આપતું મળ, લક્ષ્મી સરસ્વતી આદિ કેટલીક દેવીઓને શતલ કે સહસ્રદલવાસિની એટલે સો પાંદડા કે હજાર મજી – પાંદડાનાં કમળ ઉપર વસનારી કહી છે, ( વિશેષ પરિચય માટે પ્રતીક સ, ૧૧ જુઓ, ) ९१. पंचांग प्रणाम - મા શ્રીફળમાં ચાલુ શ્રીફળો એ બે આંખવાળા હોય છે, પણ એક આંખવાળા શ્રીફળને એકાક્ષી, ત્રણ આંખવાળાને ઋક્ષી,ચાર આંખવાળાને ચતુરક્ષી કહેવાય છે. આ ત્રણેય પ્રકારના શ્રીળોને મહિમાવંતા ક્યાં છે. આ શ્રીફળો ઘરમાં યોગ્ય સ્થળે, શુભ સમયે પધરાવાથી ગૃહમાં લક્ષ્મી, શાંતિ, પુત્ર પ્રાપ્તિ, યશ વગેરેના લાભો થાય છે. આ કારણે સેંકડો ઘરોમાં શ્રદ્ધાપુ ભારતીઓ વિધિ વિધાનપૂર્વક એકાક્ષી ઋક્ષિ આદિ શ્રીફળ પધરાવે છે તે તેના પૂજા–જાપ કરે છે. ગુજરાતી ચૈત્ર સુદિ આઠમે તેનો ખાસ વિશિષ્ટ વિધિ કરવાનો હોય છે. આ શ્રીફળ અંગેની માહિતી અને તેનો વિધિવિધાનને લગતા અનેક પો- ગ્રન્થો જૈન–અજૈન વિદ્વાનોએ બનાવેલા મુદ્રિત અમુદ્રિત અવસ્થામાં વિદ્યમાન છે. આ ફળને ખાવાનો વપરાશ દક્ષિણ ભારતમાં ખૂબ જ છે, વિશેષ ગુરુગથી સમજવું. રાજસ્થાનની બનાવટનો, અને લટકાવી શકાય તેવો ધાતુનો આ ીપ છે. પાંચ અંગોદ્વારા કરાતો પ્રણિપાત એટલે નમસ્કાર તે, વિવિધ ધર્મોમાં દેવ, ગુરુ કે વડીલો પ્રત્યે વિનય, નમ્રતા આદિનો ભાવ સૂચવવા વૈઘ્ન, પ્રણામ કે નમસ્કાર કરવાની વિવિધ પ્રથાઓ-પ્રકારો પ્રવર્તે છે. જૈનધર્મમાં વંઘ્નનો વિધિ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો બતાવ્યો છે, જેને જૈન પરિભાષામાં ક્રમશઃ ફિટ્ટા, સ્તોલ અને દ્વાદશાવર્ત આ નામોથી ઓળખાવાય છે. (1) દેવ મૂર્તિ નજરે પડતાં નમો બિળાળ બોલવા પૂર્વક શરીરની અર્ષાવનત મુદ્રાએ એટલે કે બે હાથ જોડી અને માથું નમાવીને વંદન કરવું અને એ જ રીતે ગુરુનું દર્શન થતાં મથા થવામિ ખોલીને નમન કરવું. આ બંને પ્રકારને ટ્ટિા 'વંદન કહેવાય છે અને તેને જવન્યવંદન તરીકે ઓળખાવ્યું છે. ( ૨ ) પ્રણિપાતત્ર જેનું ખીજું નામ થોભવંદ'સુત્ત છે, તેને ખોલીને દેવગુરુને પૂર્ણાંવનતમુદ્રા એટલે પંચાંગ ભૂમિસ્પર્શદ્વારા ભક્તિભાવ પૂર્વક પ્રણિપાત કરવો તેને થોભવંદન કહેવાય છે. જેને મધ્યમવંદન કહેવાય છે. વર્તમાન સામાચારી અનુસાર હાલમાં અશ્રુટ્રિઓ સહિત કરવામાં આવતાં વંદનને ‘મધ્યમવંદન' ગણવામાં આવે છે. ( ૩ ) ‘સુગુરુવંદષ્ટ સુત્ત એટલે ગુરુવંદણા સૂત્ર ખોલવા સાથે બાર આવતા પૂર્વક ‘ યથાાત ’ ( –જન્મસમયની ) મુદ્રાએ વંદન કરવું તેને દ્વાદશાવર્ત વંદન કહેવાય છે. આનો સમાવેશ ઉત્કૃષ્ટ વૈદનમાં થાય છે, નિમૂર્તિ કે સ્થાપનાચાર્યજી સમક્ષ ચાર કે આઢ થોઈ ( - સ્તુતિ ) ખોલવા પૂર્વક થતા બૃહત્ત્વનને દેવવંદન કહેવામાં આવેછે. અહીં આપેલું ચિત્ર માધવપ્રસિદ્ધ 'ખામ' શબ્દથી મોળખાના માંગ પ્રપાતનું છે [ શ્રાવયનું ] ૧૨. સામાવિષ્ઠ કમ અને આય આ બે શબ્દના યોગથી સંસ્કૃત ભાષાના નિયમથી સામાયિક શબ્દ બન્યો છે. સમ નો અર્થ શાંતિસમતા છે. આયનો અર્થ લાભ છે, જેનાથી આત્મામાં—જીવનમાં શાંતિ, સમતા જેવા પાયાના ગુણોનો લાભ થાય તેવી કોઈ બાબત કે ક્રિયા. જેનોએ એને પોતાનું પારિભાષિક · સામાયિક ' એવું નામ આપ્યું છે, આ નામ અને તેનું કાર્ય જૈનોના ઘરે ઘરે સુવિખ્યાત છે. સામાયિક ' કેમ કરવું? તેનું એક વિધાન છે, તેની સમય મર્યાદા છે, તેનું વિધાન · પ્રતિક્રમણ્ સૂત્ર ' નામના ગ્રન્થમાં બતાવ્યું છે, સામાયિકનો કાળ સામાન્ય રીતે બે ઘડી એટલે ૪૮ મિનિટનો છે, Jain Education International ‘ સામાયિક ’રોજના ચાલુ વેત્રમાં કરવાનું હોતું નથી. એ માટે પુરુષને ધોતિયુ અને ખેસ એમ બે, સ્ત્રીને ચણ્યિો, ચોળી અને સાડી એમ ત્રણ વસ્ત્રો પહેરવાનાં હોય છે, એ વસ્રા મોહ, મમતા, કે આસક્તિ ન જાગે તેવાં સાદાં, પણ રૌચાદિ ગયા વિનાનાં યુદ્ધ પહેરવાનાં હોય છે. વજ્રશૃદ્ધિ જાળવીને પોતાના મનને શુદ્ધ કરીને—એટલે કે સંસારને લગતા વિચારોથી રોકીને—ધાર્મિક કે આધ્યાત્મિક વિચાર ભાવના તરફ વાળવાનું હોય છે, પછી જમીન ઉપર ગરમ આસન પાથરી બેસવાનું અને પોતાની સામે નાભિથી ઊંચે રહે તે રીતે પુસ્તક આદિ પધરાવી તેની સૂચિત વિધિ પ્રમાણે સ્થાપનાને સ્થિર કરી, બે હાથ જોડી વિધિ પ્રમાણે સૂત્રોચ્ચાર કરી, બે ઘડી=૪૮ મીનીટ સુધી બેસવાનું હોય છે. એ ૪૮ મિનિટ દરમિયાન સ્વાધ્યાય કરવો અથવા ધાર્મિક જ્ઞાન શીખવું, ધાર્મિક ચરિત્રો કે આધ્યાત્મિક ગ્રન્થોનું વાંચન કરવું, જાપ, પાન-પાન, તથા અંતર શુદ્ધિ માટે આંતરખોજ વગેરે કરવાનું હોય છે. વળી કોઈ પણ જાતના ઘરના વેપાર કે દુનિયાદારીની સંસારી વાતો વિચારવાનો, તેવી વાતો કરવાનો, તેમજ તેવી વાતો સાંભળવાનો સર્વથા નિષેધ છે. કટાસણાં જોડે નિતંબને અડેલા જ રાખવાના છે. વળી ઊભા થવાનું કે ઊંચા નીચા થવાનું હોતું નથી. ખાસ જરૂર પડે તો ડાબો કે જમણો પગ (નિતંબ ઊંચા ન થઈ જાય તેનો ખ્યાલ રાખીને) ઊંચો કરી શકાય છે. ટૂંકમાં આ સમય દરમિયાન ધાર્મક-આધ્યાત્મિક જીવનનો આનંદ લૂંટવાનો છે. સંસારી ફિકરની ફાકી રી ભાભિ ચત્મિક ચિંતન કરવાનું છે. મનોમનપૂર્વક દોષનું દર્શન-પરીક્ષણ કરવાનું છે, જેથી જીવનશુદ્ધિ પ્રગટ થાય અને સમતા–ક્ષમા ભાવનો સદ્ગુણ વિકસિત બને. –૪૮ મિનિટની મર્યાદાવાળી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પ્રતિજ્ઞાથી મુક્ત થવા ‘સામાયિક' પારવાનો થોડોક વિધિ કરવામાં આવે છે, તે થઈ જતાં સામાયિક વ્રત પૂરું થાય છે. —સંસારની આધિ, વ્યાધિ, અને ઉપાધિથી ગ્રસ્ત, મન વચન અને કાયાના ત્રિવિધ તાપથી સંતપ્ત, અશાંત, અસ્વસ્થ, ચિંતા, ભય અને અજંપા ભર્યા જીવન જીવતા જીવો આજના વિષમ યુગમાં જો રોજે રોજ ઓછામાં ઓછું એ ઘડીનું આ સામાયિક' વ્રત કરે તો કર્મનો સંવર, નિર્જરા કે પુણ્ય બંધ થશે, બ્લડ પ્રેશર કે હૃદય–રોગનો ભય નહિ સતાવે, રોજ ન બને તેઓ સપ્તાહમાં એક દિવસ પણ સામાયિકની આધ્યાત્મિક હવા લેશે તો પણ તેઓ અનેક લાભો મેળવશે. સામાયિકમાં બેઠેલો શ્રાવક સમળો વ સાધુના જેવો કહ્યો છે, સદાને માટે શ્રમણ—સાધુ જીવન ન સ્વીકારી શકે તેઓ બે ઘડી જેટલો ત્યાગ માર્ગનો આસ્વા—આનંદ અનુભવશે તો કોઈ જન્મમાં ઊભો થયેલો સંસ્કાર સર્વવિરતિ–પૂર્ણ ત્યાગનો પૂર્ણ સંસ્કાર મેળવી શકશે. એટલા માટે શ્રાવકને પાળવાનાં ખાર અણુવ્રતોમાં સામાયિકને ‘નવમાત્રત’માં દાખલ કરી વ્રત' તરીકે બિરદાવ્યું છે. ૨૩. સામાવિ.- આ યાવથિત નામનું સામાયિક વ્રત શ્રાવિકાને પણ કરવાનું હોય છે. તેથી અહીં તેનું પ્રતીક આપ્યું છે. આ પ્રતીકમાં બે ઘડી [આવિનાનું ] કાળને ખતાવતી, જૂના વખતમાં વપરાતી રેતીની ઘડી પણ બતાવી છે. સામાયિકમાં કેમ બેસવું જોઈ એ તે દર્શાવવા પૂરતું જ આ ચિત્ર છે. For Personal & Private Use Only ૧ર ૧૪૭ www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy