________________
૮૦. - પ્રતીક સં. ૨ મુજબ સમજવો. ૮. વિવા -પરિચય પ્રતીક સં. ૬૧ મુજબ, ફક્ત અહીંયા સુંદરતા લાવવા પાંચ સ્વસ્તિકોને (સાથીઆ) સંકલન કરીને માખ્યા છે. ૮ર. જી- જૈન મંદિરોમાં પત્થરથી બનાવવામાં આવતો મૃદંગોલક વાદક ગાન્ધર્વ, ૩. શિtiાસ-વિકવર કમલાસન ઉપર પાસને બેઠેલી તીર્થંકર-જનની મૂર્તિ. ૪. બાપાં- જૈન મંદિરોનાં શિખર ઉપર ચઢાવાતી દંડ સહિત ધ્વજા, પ્રતિષ્ઠા વખતે મંદિર અને તેની પ્રતિષ્ઠા સદાય વિજયવંતી રહે એ માટે
વજદંડ ઉપર ધ્વજ ફરકાવાનો વિધિ છે. આ ધ્વજા પ્રત્યેક સાલગિરિ વખતે જૂની બલીને નવી ચઢવામાં આવે છે. ૮૯ હે - જેની દષ્ટિએ આકાશવત એક જ્યોતિષ ચાનો એક કેન્દ્રીય પ્રહ. આ દિનકર-સૂર્ય અને તેની અનેકવિધ ઉપયોગિતા સર્વવિલિ
છે. સૂર્ય ઉગતાંની સાથે વિશ્વનો અંધકાર દૂર થાય છે અને દુનિયામાં તમામ વહેવારો શરૂ થઈ જાય છે. અને અસ્ત થતાં મોટા ભાગના વહેવારો મંદ પડવા માંડે છે. સૂર્યવિકાસી વગેરે કમલો સૂર્યને લીધે ખીલે છે. તેના સહારે વિકસે છે. કવિઓએ પૂર્વ નો ઉપમાલંકાર તરીકે વિશાળ ઉપયોગ કર્યો છે.
જ્યોતિષશાસ્ત્રમાં તેને કેન્દ્રીય સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય ગણાતા નવમહોમાં તેનું સ્થાન પહેલું છે. જેને ખગોળ શાસ્ત્રીઓ દેખાતા સૂર્યને ટિક રત્નનું બનેલું વિમાન માને છે. અને એ રત્નનો જ પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે એમ કહે છે. સૂર્ય નામનો દેવ આ વિમાનની અંદર રહે છે. જૈન ગ્રન્થોમાં આજની વૈજ્ઞાનિક માન્યતાથી ભિન્ન રીતે પૃથ્વીથી પ્રથમ તારા, પછી મશઃ સૂર્ય, તે પછી ચંદ્રો, ગ્રહો વગેરે એ રીતે કમ બતાવ્યો છે.
સવારમાં ઘણાએ અજેનો આસનપૂર્વક સૂર્ય સામે ઊભા રહીને સવારે સૂર્ય નમસ્કાર કરે છે, જેન, બૌદ્ધ અને વૈદિક ત્રણેય ધર્મમાં સૂર્યને મહદેવ માની તેનાં પૂજા-જપ-ધ્યાન-ઉપાસના કરવાનાં વિધાનો જણ્વ્યાં છે. જેનોની શાંતિસ્નાત્રાદિક વિધિમાં નવગ્રહ પૂજન અવશ્ય કરવું જ પડે છે. જૈનધર્મ દશ્ય કરતાં અદશ્ય સૃષ્ટિને કરોડો ગુણી માને છે. તે દી સમુદ્રોને અસંખ્ય માને છે. અને જ્યોતિષચાને સ્થિર અને ગતિમાન બંને પ્રકારે માને છે. જેનો એક નહિ પણ દશ્ય અને અય સૃષ્ટિના મળીને અસંખ્ય સૂર્ય-ચન્દ્રોને માને છે.
-જૈનો માનવ જાતનો વસવાટ અઢીદ્વીપ (બે સમુદ્રસહિત રા દીપ)માં માને છે. અઢીદ્વીપ એટલે જંબૂદીપ, ધાતકીખંડ અને અર્ધા પુષ્પરાર્ધ દીપ. ત્રણ દ્વીપ વચ્ચે લવણ અને કાલોદધિ નામના બે સમુદ્રો છે. આ દ્વીપ સમુદ્રો લાખો યોજનના છે. આ અઢી દ્વીપ બહાર અસંખ્ય દીપ સમૃદ્ધો હોવાનું જૈનશાસ્ત્ર જણાવે છે. અઢીદ્વીપમાં વર્તતું જ્યોતિષ ચક ચર છે અને તેની બહારનું સ્થિર છે. માનવજાતની વસતી અઢી દ્વીપની અંદર જ છે તેની બહાર નથી,
સૂર્યની ઉપાસના માટે ગુજરાતમાં મોઢેરા ગામનું વિખ્યાત કલાત્મક શિલ્પમંદિર ખંતિ અવસ્થામાં આજે પણ ઊભું છે. વળી જૈનમો સૂર્ય-ચન્દ્ર બંનેને સ્વયં ગતિમાન અને સ્વયં પ્રકાશિત છે એવું જણાવે છે. સૂર્યની જેમ આ પણ એક પ્રકારનો પ્રહ છે અને જૈન શાસ્ત્ર મુજબ તે પૃથ્વીથી લાખો માઈલ દૂર છે. તે સ્થિર નહિ પણ ચર–ગતિમાન છે. તે નિસ્તેજ નહિ પણ સ્વયંપ્રકાશિત છે. અને આ પ્રકાશ ફેટિક રત્નવાળાં વિમાનનો છે. સૂર્યનો પ્રકાશ ઉચ્ચ છે, તો ચન્દ્રનો શત છે, સૂર્યની હાજરીનાં અતિ તીવ્ર પ્રકાશને કારણે નિસ્તેજ બની રહેતો ચંદ્ર પ્રકાશ સૂર્યાસ્ત થતાં આ ધરતી ઉપર પ્રત્યક્ષ થાય છે.
-કવિઓએ સૂર્યની જેમ ઉપમાલંકારમાં ચા અથાગ ઉપયોગ કર્યો છે. શાન્ત-અશાન મુખવાળી સ્ત્રીને બિરદાવવા માટે ચંદ્રમુખીની ઉપમા (ખોપમા) આપી છે, શરદપૂનમનો મહિમા ચંદ્રની શીતલતા (૨મ્ય આકર્ષણ) અને માધર્યાદિના કારણે જ છે.
-કહેવાય છે કે ચન્દ્રમાંના કિરણમાંથી નીકળતા કિરણામૃતનું પોષણ ધરતી ઉપરની વનસ્પતિઓ મેળવે છે.
-બીજના ચન્દ્રમાને વિવિધ કારણોસર જૈન, હિન્દુ, મુસ્લિમ આદિ પ્રજા નમસ્કાર કરે છે. ૮૦. યુવા- હંસમાં શ્રેષ્ઠ હંસ “રાજહંસ ' કહેવાય છે. પરિચય અગાઉ આવી ગયો છે. ચિત્ર સ્પષ્ટ છે. ૮૮. બીક - શ્રીનલ કે શ્રીફળ એ વનસ્પતિની જાતનું એક સુપ્રસિદ્ધ ફળ છે. તે “શ્રી ' એટલે લક્ષ્મીનું કે લક્ષ્મીને આપનારું ફળ છે. લક્ષ્મીનું
તે પ્રિય ફળ છે. તમામ ભારતીઓએ એને મંગલ અને આદર પાત્ર ફળ તરીકે સ્વીકાર્યું છે. જુદી જુદી ભાષાવાળા તેને જહાં જુદાં નામથી ઓળખાવે છે. ગુજરાતમાં છાલવાળા શ્રીફળને “નાલિયેર ' કહે છે. મૂલ પેદાશ દક્ષિણના માલિકેર હીપની હોવાનાં કારણે આ નામ પ્રચલિત બન્યું છે.
ભારતમાં આવેલા સાવર્થ નામવાળું આ શ્રીફળ શુકનવંતુ અને મંગલ ફળ હોવાથી તેનો ધાર્મિક અને વ્યાવહારિક અનેક શુભ પ્રસંગોમાં ઉપયોગ થાય છે. પ્રવાસે જતાં અને નગર કે ઘર પ્રવેશ વખતે ચાંલ્લો કરી બે હાથથી સામાના હાથમાં શ્રીફળ અપાય છે. લગ્ન પ્રસંગે ખાસ હાથમાં મૂકાય છે. ઘર, દુકાન કારખાનાં આદિના વાસ્તુ પ્રસંગે શ્રીફળ ધરાય છે અને પાછા તેને વધેરીને તેના કોપરાંની શેષ સહુ ખાય છે. એમ કરવું એ મધુર શુકન ગણાય છે. તે મિત્રતામાં વધારો કરનારું છે. તહેવારોમાં તેની ભેટ અપાય છે. જેનો તો પોતાના મોટા પર્વોમાં તેની પ્રભાવના-લાણી કરે છે. એટલે કે સહુને (વ્યક્તિ કે સમુદાય તરફથી ) એક એક શ્રીફળનું દાન કરાય છે. અને જૈન મંદિરમાં ભણતી સ્નાત્ર પૂજા તથા મોટી પૂજામાં હંમેશાં શ્રીફળ મૂકવામાં આવે છે. મંદિરમાં નૈવેદ્ય તરીકે રોજે રોજ શ્રીફળ મૂકનારા ભાવિકો પણ હોય છે. ગુરુદેવના સ્વાગતમાં ગડુંલી વખતે કે ઘરે પધારે ત્યારે પાટલા ઉપર સ્વસ્તિક રચીને તેના ઉપર શ્રીફળ મૂકાય છે. ઉપાશ્રયમાં પ્રવચનના પ્રારંભ પહેલાં ધર્મગુસ્તી વ્યાખ્યાન પીઠ આગળ અક્ષત દ્વારા સ્વસ્તિકની ગડુલી કાઢી શ્રીફળ પધરાવી શુભેચ્છા-પ્રાર્થના ઉચ્ચારવામાં આવે છે. જેનો અજૈનો પોતાના સ્ટોપાસક દેવના મંદિરોમાં તથા લક્ષ્મીજી વગેરે દેવ દેવીઓના મંદિરોમાં, પૂજનવિધિમાં શ્રીફળ ભેટ ધરે છે. શુભ કામની શરૂઆત માટે ૫ણ શ્રીફલ ભેટ ધરાય છે. અનેક શુભ, મંગલ અને ઈષ્ટ કલ સિટિના લાભાર્થે અનેકને ઉપહાર તરીકે તે આદર પૂર્વક આપવામાં આવે છે.
૧૪૬ Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only