SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. શુંમય – ૬૦. થુમર - ૬૨. સ્વપિ – ૬. રા આ ખીજો પ્રકાર છે. તે વિશેષ કરીને રાજસ્થાન, બેંગાલ તરફ વધુ પ્રચલિત છે. આ ત્રીજો પ્રકાર છે અને તે ખાસ કરીને ગુજરાત તરફ પ્રચલિત છે. આ ભારતીય સંસ્કૃતિનું સવ સંપ્રદાય માન્ય એક અત્યન્ત જાણીતું મંગલ પ્રતીક છે. સ્વસ્તિકના આકારને મંગલ આકાર માન્યો છે. આવા આારની ચીજ કે આલેખન મંદિરમાં—ગૃહમાં હોવું ઞગલમાટે એટલે શુભસારા માટે થાય છે, એટલે આપ્યુંએ તેનો પ્રાચીન કાળથી સનાદર કરેલો છે. પશ્ચિમમાં રહેલા આયાંએ પણ આનો માદર કર્યાં છે. જૈનોમાં અષ્ટ ભંગલમાં પહેલું સ્થાન જ ‘સ્વસ્તિક’ નું છે. ચાલુ વહેવારમાં જૈનો ‘સ્વસ્તિકને સાથીઓ એવા શબ્દથી ઓળખાવે છે. જૈનોના કર્મકાણ્ડમાં અને અનેક પ્રસગોના પ્રારંભમાં આનું આલેખન અને હાલમાં તો પૂજન કરવાની પણ પ્રથા છે, એનું સંસ્કૃત પદ્યબંધ વિધાન પણ રચાયું છે, રાયપસેણી, જ્ઞાતા આદિ જૈનાગમોમાં જણાવ્યા મુજબ દેવલોકમાં રહેલ અષ્ટ મંગલની આાકૃતિમાં તેને સ્થાન મળેલું છે, જૈનોમાં તો રથયાત્રા પ્રસંગે રથની આગળ ગુરૂદેવોના સામૈયા પ્રસંગે અને ઘર આંગણે દેવ ગુરૂ પધારે ત્યારે, તેમજ વ્યાખ્યાનના પ્રારંભમાં, આમ અનેક પ્રસંગે સ્વસ્તિક કરવા પૂર્વક ગલી કરવાની એક ક્રૂરજીયાત જેવી પ્રથા છે. તેથી જૈનોમાં આ ચિહ્ન અતિપ્રચલિત છે. અજૈનોમાં પણ તહેવારોમાં ઘર આંગણે, રંગોલીમાં કે લમાદિક પ્રસંગોમાં સ્વસ્તિક કરવાની પ્રથા જાણીતી છે. ( વિશેષ પરિચય માટે પટ્ટી સ. 3 જુઓ ) કેટલાક અજનોમાં ઊલટી રીતે સ્વસ્તિક કરવાની પ્રથા વધુ છે. ૬૧. થકા તિ-પત્રમાં તથા ઘટ્ટિકામોમાં સુશોભન રૂપે મળી ભૂમિના પ્રકારની સંગીત આકૃતિની અનુકૃતિ ૬૬. મનુલ - મંગલ લશ, કલ્પસૂત્ર ઢબનો. આ કળશ અંગેનો પરિચય પ્રતીક નં. ૨ માં આપેલો છે. વિશેષમાં આ કળશમાં એ આંખો તેમજ કેટલાકમાં બાજુમાં ખેસ જેવા બે છેડા ખેંચવામાં આવે છે તે બતાવ્યા છે. આ બંને શા માટે છે ? તેના પ્રમાણભૂત નિર્દેશો ગ્રન્થસ્થ થયેલા ક્યાંય જોવા મળ્યા નથી. જો કે તે માટે કેટલાંક અનુમાનો કે કલ્પના કરાય છે, પરંતુ તેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. ૬૪. મશિના – શિખરવાળા દેરાસરના પાયામાં કેન્દ્ર સ્થાનમાં Jain Education International પ્રતીકમાં બતાવ્યા મુજબ ) સમચોરસ પથ્થર ઉપર નવખાનાં પાડીને, વિવિધ પ્રકારની આકૃતિથી કંડારેલી આ શિલા સ્થાપન કરવામાં આવે છે. શિલ્પશાસ્ત્રમાં આનું ઘણું મહત્ત્વ છે. શુભ મુહૂર્તે, ઉત્તમ વ્યક્તિના હાથે તે ધામધૂમથી સ્થાપિત કરાય છે, જેથી જિનમંદિરની રચના નિર્વિંદ્મપણે પૂર્ણ થાય અને તે દીર્ઘાયુષી બને, આવી એક પ્રચલિત માન્યતા છે. નવ ખાનામાં શું શું છે તે ચિત્રમાં સ્પષ્ટ ઓળખાય તેવું છે. કેન્દ્રમાં કાચબો હોવાથી આને કૂમશિલા નામ આપ્યું છે. એમાં ખી આકૃતિઓ મોટાભાગની સમુદ્રોત્પન્ન છે. થૈ. મ - શિલ્પ શાસ્ત્રમાં આને ‘ વિરાલી ' શબ્દથી ઓળખાવાય છે. આ આકૃતિ પરિકર—પરથરમાં, ઉપરના ભગવાનની બંને બાજુએ [ મર્–વિરાજી ] કરવામાં આવે છે. શિલ્પીઓના કહેવા મુજબ તેના મુખમાંથી પાણીનો પ્રવાહ નીકળતો બતાવાય છે. ક્યારેક જાણે તેના મુખમાંથી આગની જ્વાળા નીકળતી હોય તેવું જે બતાવાય છે તે ખરાબર નથી, . આ એક જલચર પ્રાણી છે. શિલ્પપ્રત્યમાં આને ‘વિરાલી ' કહે છે પણ્ પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ તો તે મત્સ્યનો જ પ્રકાર સમજાય છે. ખરી રીતે જોઈએ તો આ પ્રાણી કયું છે. તેનો સ્પષ્ટ યથાર્થ ઉલ્લેખ જાવા મલ્યો નથી. પરંતુ દરેક મંદિરોનાં ગર્ભગૃહના દરવાજાના ઊમરામાં બે ની સંખ્યામાં તે હોય છે. તેના પર પગ મૂકીને જ સૌ અંદર જાય છે. ઊમરામાં આ પ્રતીકો મૂકવા પાછળના ક્યા હેતુઓ હશે તે શિલ્પ ગ્રન્થોમાંથી સ્પષ્ટ જાણ્વા મળતું નથી, ‘ ઉપમિતિ ભવ પ્રપંચા ' નામના ક્યા ગ્રન્થમાં આ બંને પ્રતીકોને રાગ અને દ્વેષના પ્રતીકો તરીકે ઓળખાવ્યાં છે. (એનો ભાવાર્થ એ થઈ શકે કે તેના વહેલો મોડો ક્ષય કરો તો જ તમો પરમાત્માના ચરણમાં પહોંચી શકો છો. અથવા રાગ-દ્વેષ રૂપી શત્રુઓને ચડી નાંખો એવો ભાવ સૂચિત થતો હોય, જો કે શિલ્પશાસ્ત્રીઓને પૂછતાં આ બાબતમાં તેઓ પણ કશો પ્રમાણભૂત કે પ્રતીતિકર ખુલાસો આપી શક્તા નથી. ) ૬૭, જીવી – આ છત્રત્રયી વિચરતા એવા તીર્થંકર દેવોના સહવી અષ્ટ મહાપ્રાતિહાર્યાં પૈકીનું એક પ્રાતિહાર્ય છે. હજારોદેવો, તીર્થંકર દેવ સર્વ ગુણ સંપન્ન થવાથી, રાગ-દ્વેષથી રહિત થવાથી તથા દેવો મનુષ્યોથી પૂજાને યોગ્ય બનવાથી, તેમની પરિચર્યાં–સેવા–ભક્તિ અને બહુમાનાર્થે સતત સાથે રહે છે. તે વખતે તે દેવો જ અશોકવૃક્ષ આદિ આઠ પ્રાતિહાર્યોને રચે છે. એમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છોરૂપ પ્રાતિહાર્યને ધરે છે. જૈનોનાં અનેક મંદિરોમાં તીર્થંકરોની મૂર્તિઓના મસ્તક ઉપર આવા ચાંદીના બનાવેલાં ત્રણ છત્રો લટકાવેલાં હોય છે. પ્રાચીન પરિકરોવાળાં પાષાણ કે ધાતુના ઘણાં શિલ્પોમાં તો તે છત્રો અંદર જ કંડારેલા હોય છે. આ છત્રનો ક્રમ એવો છે કે ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે પ્રથમ નાનું, પછી મોઢું, પછી એનાથી મોઢું એ રીતે હોય છે. જ્યારે પ્રભુના માથા પાસેથી ઉપર તરફ્ જઈએ ત્યારે પ્રભુના મસ્તક ઉપર પ્રથમ મોટું, પછી જરા નાનું અને પછી તેથી પણ્ જરા નાનું આવે. આ ક્રમે ત્રણે ત્રો ખનાવાનાં હોય છે, અને આજ ક્રમ સર્વથા સાચો ક્રમ છે. ૯. આંખો મૂકવાની પ્રથા અજૈન ગ્રન્થવતી કળશમાં પણ જોવા મળે છે. ૧૦. કેટલાક સુપ્રસિદ્ધ આચાદિ પદસ્થો મુનિવરો ગૃહસ્થોએ તેનો સાચો ક્રમ લક્ષમાં લીધો ન હોવાથી છત્રો યથાર્થ ક્રમ પ્રમાણે લટકાવેલાં હોય છતાં ખોટી માન્યતાને લીધે ટ્રસ્ટીઓને કહીને સાચી રીતે ગોઠવેલાં છત્રોને પણ ઉલટાવીને ખોટાં ક્રમે લટકાવવાનું સૂચન કરે છે, પણ તેમ કરવું બિલકુલ ઉચિત નથી. કોઈ કોઈ સાધુ તરફથી બહાર પડેલાં ચિત્રોમાં પણ ખોટો ક્રમ મલ્યો છે, મારી પાસેના ત્રણ છત્રોવાળી પ્રાચીન મૂર્તિઓનાં અનેક ચિત્રો છે, જેના આધારે નિઃશક રીતે કહી શકું છું કે અહીં પ્રતીકમાં બતાવેલો ક્રમ જ યથાર્થ છે, અને સહુએ તે ક્રમે જ છત્રો લટકાવવાં જોઈ એ, કેટલાક મોટા પરિકરોમાં તો અંદર જ પથ્થરથી પડેલાં ત્રણ છત્રો સ્પષ્ટરીતે બતાવેલાં છે, વળી નાના પરિકરોમાં જ્યાં ત્રણ્ ત્રો બતાવી શકાતાં નથી હોતાં, ત્યાં સ્પષ્ટરીતે એક જ છત્ર બતાવેલું હોય છે એમ છતાં તે જ છત્ર ઉપર ખીજા બે છત્રોને સૂચિત કરતી બે રેખાઓ જરૂર કંડારેલી હોય છે, For Personal & Private Use Only **** ૧૪૩ www.jainullbrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy