SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ૯ ૬૮. ગામ – – એથી ઊલટી પ્રથા અજૈન મંદિરોમાં વિશેષ જોવા મળે છે એટલે કે મૂર્તિના માથા ઉપર નાનું, પછી મોઢું, તે પછીનું તેથી પણ મોઢું, પણ આપણે તેની સાથે કોઈ નિસ્બત તથી, ધાર્મિક અનુષ્ટાનમાં એને આચરણીય અર્થાત્ યોગ્ય ગણી એનો સમાદર કરાયો છે. ૧. મુખ્વજ્ઞ – ઇન્દ્ર સિવાય ધ્વજના બીજા પણ નામાન્તરો છે. આ ધ્વજ તીર્થંકરોના કે કોઈ પણ વ્યક્તિના દીક્ષા વગેરે કલ્યાણકના વરઘોડામાં અવશ્ય હોય છે. તીર્થંકરોના પ્રસંગમાં દેવો આ ધ્વજ દૈવી શક્તિથી બનાવીને ચલાવે છે. તે અસાધારણ ઊ'ચો, પહોળો તે વિશાળકાય હોવાથી અતિભવ્ય અને હજારો ધ્વજાઓથી જૈનશાસનની વિજય પતાકા લહેરાવી રહ્યો હોય છે. સમવસરણ્ (તીર્થંકર દેવોની પ્રવચન પીઢ )ની ચારે દિશાઓમાં દિગન્તવ્યાપી ધ્વજો ક્રૂરતા હોય છે. ધ્વજનું મહત્ત્વ અને તેનો આદર રાષ્ટ્રોમાં તથા ધર્મમાં અસાધારણ પ્રવર્તે છે. ૭૨, વાનોદ – દેવના અને રાજ્યના દરબારમાં કે વરઘોડામાં તેમજ રથયાત્રા પ્રસંગે ભક્તિ–બહુ માનાર્થે રાજાને કે દેવમૂર્તિઓને વીંઝવામાં આવતા ચામરનું આ પ્રતીક છે, અષ્ટમહાપ્રાતિહાર્યોં પૈકીનું આ એક પ્રાતિહાર્ય છે. વિચરતા તીર્થંકરોને વિહારમાં, તેમજ દેશના સમયે દેવતાઓ બંને બાજુએ રહીને ચામરો વીંજે છે. હિમાલયના પ્રદેશમાં થતી ચમરી ગાયના વાળમાંથી આ ચામરો બનાવવામાં આવે છે. આજે જૈનોના વરઘોડામાં મોખરે પ્રાયઃ ઇન્દ્રધ્વજાની ગાડી જરૂર હોય છે. અહીં તો માત્ર ઇન્દ્રજાનો ખ્યાલ આપવા પૂરતું સામાન્ય—બાળ પ્રતીક દર્શાવ્યું છે, ७०. ठवणी ષટ્કોણ બાજોઠ ઉપર ‘વણી.'થી ઓળખાતી ઘોડી, આ વણીમાં ધર્મગ્રન્થ મૂકવામાં આવ્યો છે. આ વણીમાં અક્ષના પુસ્તોલ ૬ – સ્થાપનાજી પણ મૂકાય છે. (વિશેષ પરિચય માટે જુઓ પ્રતીક ૭૧ ) ૦૬. સ્થાપના પાર્જ-ભગવાન મહાવીરે પોતાના સંઘ સમુદાયને ચાર વિભાગમાં વિભક્ત કર્યો, અનુક્રમે તેના (૧) સાધુ (૨) સાધ્વી ( ૩ ) શ્રાવક અને ( ૪ ) શ્રાવિકા આ ચાર નામો સ્થાપ્યાં. સમસ્ત જૈનો આ ચાર વિભાગમાં જ આવી જાય છે. [प्रचलित नाम * વળી '] Jain Education International આ ચારેય અંગોની વ્યક્તિઓને કંઈ પણ ધર્માનુષ્ઠાન કરવું હોય ત્યારે દરેક ક્રિયાની સાક્ષી રૂપે પ્રતીકમાં બતાવેલ આકારના અક્ષના સ્થાપનાચાર્ય રાખવા પડે છે. આની સાક્ષીએ જ તમામ ધર્મક્રિયા જ ધ્યાનાદિ કરવાનાં હોય છે. ચાર પાયાની વિલક્ષણ્ બેઠકવાળી ઘોડીને સામાન્ય વહેવારમાં ‘ઠવણી ' કહેવાય છે. અને તેના ઉપર એક પોટક હોય છે, તેને સ્થાપનાજી કહેવાય છે. આ પોટકીમાં વિવિધ આકાર-પ્રકારના એ ઇન્દ્રિયવાળા નિર્જીવ બનેલા અક્ષ જાતના જીવોના દેહનાં શરીરો ' પત્થર જેવા વજનદાર હોય છે. અને તે પંચપરમેષ્ટીની સ્થાપના રૂપે હોવાથી તે પાંચની સંખ્યામાં હોય છે. અને તે સ્થાપનાચાર્યથી ઓળખાવાય છે. જો કે આજે તો ‘ વણી' શબ્દથી જ સ્થાપનાચાર્યે સમજી લેવાની ખોટી પ્રથા પડીગઈ છે. બાકી વણી અને સ્થાપના બંને અલગ વસ્તુ છે, સ્થાપનાચાર્ય રૂપ અક્ષોનાં ગુણ-દોષોનો એક કલ્પ છે. એ કલ્પમન્યમાં એના રંગો ઉપરથી અનેક લાભ- હાનિઓ બતાવી છે. એના સુલક્ષણો જોઈ નેજ તેની જલાદિકથી શુદ્ધિ પવિત્ર મંત્રાક્ષરોથી મંત્રિત કરી પંચપરમેષ્ઠીના પ્રતીકરૂપે તેની સ્થાપના કરીને રાખવામાં આવે છે. પછી મુહુપત્તી આદિ વસ્ત્રથી ઢાંકી ઝોલિયાથી પોટકી આંધીને રખાય છે. એના આલેખનના આધારે સર્વક્રિયાકાણનો વહેવાર કરવામાં આવે છે. આ સ્થાપનાની પોટકી સવાર સાંજ બે વખત છોડી તેનો થોડોક પાઠ વિધિ મુહપત્તીથી પ્રતિલેખના કરવા પૂર્વક સાધુ-સાધ્વીજીઓને રોજેરોજ અવશ્ય કરવાનો હોય છે, માત્ર બેસતા વરસે તેનો એકવાર અભિષેક કરી તેની પુનઃ પ્રતિષ્ઠા કરાય છે. આને શાસ્ત્રીય શબ્દમાં ‘અક્ષ' કહેવાય છે, એમાં કોઈ વખતે તે જમણા આવર્ત આંટાવાળા ને મળી જાય તો રાખનાર વ્યક્તિનો અનેરો મહિમા–પ્રભાવ થવા માંડે છે, પણ આ મળવા બહુ દુર્લભ હોય છે. જૈન સમાજમાં સ્થાપનાનું પ્રાકૃત રૂપ ‘ઠવણા' હોવાથી આને ‘વણી ' પણ કહેવાય છે. ટૂંકા નામ તરીકે આચાર્યજી' પણ ખોલાય છે. – આપેલું પ્રતીક મધ્ય યુગમાં અમુક કારણસર મોટી ઠવણી રાખવાનો રિવાજ હતો તેની ઝાંખી કરાવનારું છે. તે વણીના પાટ્ટામાં પુસ્તકની પોથી મૂકી છે, ફુમતાવાળી · ચાબખી ' લગાવી છે તે પણ દેખાય છે. આ વણી રાખવાની પ્રથા જૈન મૂર્તિપૂજક સંપ્રદાયમાં જ છે. --આ વણી ખાસ કરીને ચંદન વગેરે કાષ્ઠની, હાથીદાંતની પસંદ કરાય છે. પણ આજકાલ પ્લાસ્ટીકનો પણ વપરાશ વધ્યો છે. આમાં ત્રણ ખાજોો છે. ચિત્રમાં બતાવેલા ક્રમે જ તે ગોઠવવાના હોય છે. આમાં સમવસરણના ત્રણ્ ગઢની પણ કલ્પના કરાય છે. આ બાજોઠો સ્નાત્ર—પૂજા તથા શાન્તિસ્નાત્રાદિ અનુષ્ટાનોના પ્રસંગમાં તેના ઉપર ભગવાન પધરાવા માટે વપરાય છે. તે ઉપરાંત ઉપાશ્રયમાં થતાં જૈન સાધુના વ્યાખ્યાન સમયે વ્યાખ્યાનપીઠ નજીક વક્તાની સામે સ્થાપનાચાર્યજી રાખવા માટે પણ વપરાય છે, સમગ્ર ભારતભરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમ્પ્રદાયમાં આ પ્રથા ખાસ પ્રચલિત છે. ૭૨, પ્રવચનમુદ્રા– ‘ મુદ્રા' એટલે વિશિષ્ટ પ્રકારે કરાતી એક આકૃતિ. અહીં હાથ અને તેની આંગળીઓદ્રારા રચાતી આકૃતિની વાત હોવાથી તેની ફલિત વ્યાખ્યા એ થાય કે વિવિધ પ્રકારના આકારોના સર્જન માટે હાથ કે આંગળીનો અમુક રીતે અપાતો વળાંક કે ઘાટ તેનું નામ મુદ્રા, હાથ પગના વિશિષ્ટ પ્રકારના અમુક આકાર પૂર્વક જપાતા મંત્રાદિકમાં તે તે મુદ્રાના આકારના કારણે એક શક્તિ જન્મે છે. વળી એમ પણ જાવા મળ્યું છે કે અમુક આકારો પ્રત્યે દેવાકર્ષણ્ પણ થાય છે, આવા કારણે મુદ્રાઓ પણ માનવ જાતના શ્રેયમાં ફાળો આપનારી બને છે, – અહીં આપેલી મુદ્રા એ પ્રવચન નામની મુદ્રા છે, આ મુદ્રામાં જૈનો અને અજૈનોની દૃષ્ટિએ પણ વિવિધ વિકલ્પો પ્રવર્તે છે. – આ મુદ્રાઓ ગ્રન્થોમાં અનેક પ્રકારે બતાવી છે પણ બહુ પ્રસિદ્ધ અને વધુ ઉપયોગમાં આવતી મુદ્રાઓ લગભગ ૨૦ થી૧ ૩૦ છે, – પ્રવચન એટલે વ્યાખ્યાન અને મુદ્રા એટલે તે પ્રસંગે રખાતી વિશિષ્ટ પ્રકારની બંને હાથ સહિત આંગળીઓની ખાકૃતિ તે. તીર્થંકરો તથા આચાર્યને ધ્યાન વખતે આ મુદ્રા રાખવાની હોય છે. જો કે આજે તો આ પ્રથા નથી રહી, આજે તો બહુધા શિલ્પ—મૂર્તિઓમાં જ તેનું સ્થાન જળવાઈ રહ્યું છે. • આ મુદ્રા આ એકજ પ્રકારની નથી પણ્ ચાર પાંચ પ્રકારની વર્ણવેલી છે. અહીં તેનો એક જ પ્રકાર દર્શાવ્યો છે, ૧૧. મુદ્રાઓની માહિતી ‘નિર્વાણલિકા ' વગેરે ગ્રંથોમાં આપી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy