SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ [અભ્ય૩ ] દે છે. (૨) સૂપડી–એ રહેવાની જગ્યાનો ભેગો થયેલો કચરો, કાજે, અથવા ખાસ કરીને ગોચરી ભિક્ષા પ્રહણ બાદ ભોજન મંડલીનો કાજે ભરવા માટે વપરાય છે. (૩) દંડાસન-રાતે ઉપાશ્રયમાં પ્રકાશના અભાવે અંધારું હોય છે. ચક્ષુથી ધરતી ન દેખાતાં ગમનાગમનની ક્રિયાથી જીવહિંસાનો પ્રસંગ ન બની જાય માટે ભૂમિની પ્રમાર્જના-શુદ્ધિ કરવાપૂર્વક ચાલવું જોઈએ ઊભા ઊભા પૂજી શકાય તે માટે લાંબી લાકડીવાળું, ઉનના ગુચછાવાળું આ સાધન વપરાય છે. કોઈ મયૂર પિચ્છનું લસન પણ વાપરે છે. (૪) કમ્બલ-પાલી શબ્દથી ઓળખાતી આ કામળી મૂર્તિપૂજક સાધુઓ બહાર જવું હોય ત્યારે બા ખભે નાંખે છે; ઓઢવામાં વાપરે છે. સવાર–સાંજ બહાર ખુલ્લા આકાશમાં જવાનું હોય ત્યારે, યોગોદ્દવહનના તપમાં, વિદ્યુત આદિના સચિત્ત-સજીવ પ્રકાશથી થતી અવવિરાધનાથી બચવા શરીરને ઢાંકવા માટે વાપરે છે. પછે. કાળુ, જૈન ધર્મની શાસ્ત્રીય પરિભાષામાં જૈન પરિવારના પુરુષવર્ગને “શ્રાવક' અને સ્ત્રી વર્ગને " શ્રાવિકા' કહેવામાં આવે છે, આ મુwી , સામાયિક, વ્રત, પ્રતિક્રમણ, પધાદિ વતોનાં આચરણમાં આમાંના બે અથવા ત્રણેય ઉપકરણોની અનિવાર્ય જરૂર પડે છે. પો- ૧, કટાસણું -(કટાસણું) એટલે બેસવાનું આસન, તે ઉનનું અર્થાત અહિંસાધર્મનું પાલન થાય માટે–સુકોમળ ગરમ કાપનું [માવજ નાનો રાખવામાં આવે છે. તેના ઉપર બેસીને વિરતિ–ત્યાગ ધર્મની ક્રિયાઓ કરી શકાય છે, પણ માત્ર જમીન પર બેસીને આ યિાઓ સાળો]. કરવાની સર્વથા મનાઈ છે, આમાં મુખ્ય હેતુ જીવદયાના પાલનનો જ છે, આથી સુતરાઉ આસનનો નિષેધ થાય છે. ૨, મુહપની - (મુખ આગળ રાખવાનું વસ્ત્ર) પરિચય માટે જુઓ-પ્રતીક નં. ૫૨. ૩. ચલો – આ ઉનના ગુચ્છાથી બનાવેલું સૂકમ જીવોની અહિંસા-દયા પાળવાનું એક સુકોમળ સાધન બે ઘડીના૪૮ મિનિટની મર્યાદાવાળા-સામાયિક વ્રતમાં કટાસણ ઉપરથી ન ઊઠવાની પ્રતિજ્ઞા કરીને બેઠેલી વ્યક્તિને નિતંબ-પેઠેથી ઊંચું થવાનું હોતું નથી. એમાં પ્રતિક્રમણની ક્રિયા કરવા માટે ઊભા થવું પડે, તેમજ પોષધ પ્રતિક્રમણાદિક ક્રિયામાં સૌચાદિ ક્રિયા માટે જવું પડે-ટૂંકમાં કંઈપણ ઊંઠ-બેઠ કે ગમનાગમન કરવું પડે તો, આ ચરવલો જે ન હોયતો કશું જ ન થઈ શકે, આ માટે ચરવલો અનિવાર્ય રીતે હોવો જ જોઈએ, ( આ ચાવલાને ઉપયોગ મછર ઉડાડવા, ભીતે ટેકો દઈ બેસવા, ગમે તેવી ચેષ્ઠ કે આરામ કરવા માટે હરગીજ કરવાનો હોતો નથી એ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે.) એનાથી શરીર ઉપર ચોંટેલા કે જમીન ઉપર વર્તતા મૃમ જંતુઓને દૂર કરવાના હોય છે. રખે ! એ જીવોની હિંસા ન થઈ જાય તેનો અહિંસાવાદી સાધકે પૂરો ખ્યાલ રાખવાનો હોય છે. આ માટે જ આ ઉનનું ઉપકરણ પસંદ કરાયું છે. મુહ૫ત્તી સુતરાઉ ચાલે, પણ તે સાદી જ હોવી જોઈએ, આ ઉપકરણો-સાધનો કેવડાં હોવાં જોઈ એ ? તો એ માટે શાસ્ત્રમાં બધાયનું “માપ’ બતાવ્યું છે તે ગુસ્વારા જાણી લેવું ૧૧. શન - વડીલંકા એટલે કે મલોત્સર્જન કરવા વિહાર ભૂમિમાં ગયેલા જૈન સાધુઓ, પહેરેલ કપડે, પાણીનાં કાઇ પાત્ર સાથે કેવી રીતે દેખાતા હોય છે તે દર્શાવવા પૂરતી આ આકૃતિ આપી છે. ૬૬. શ્રાવણ- ધ્યાનની સાધનાના એક અંગરૂપ કાઉસગા(કાયોત્સર્ગ) નામની એક ક્રિયા-સાધના છે. મુખ્યત્વે તે ઊભાઊભા કરવાની હોય છે, [ પોસા ] જે ચિત્રમાં બતાવ્યું છે. આ ક્રિયા જેન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બધા જ કરતા હોય છે. આ ક્રિયામાં ખાસ કરીને બહુધા પંચપરમેષ્ટિ નમસ્કારરૂપ નવકાર મંત્ર નમંત્ર)ને કે ચોવીસ તીર્થંકર પ્રભુની સ્તુતિ-વંદન ૨૫ ‘લોગસ્સસૂત્ર’મનમાં ( અર્થ ચિંતન પૂર્વક) ગણવામાં આવે છે. આ ક્રિયામાં શરીરની મમતા તજીને અને અંતર્મુખ બનીને અડોલપણે સ્થિર રહેવાનું હોય છે, દષ્ટિ નાસિકાના અગ્રભાગમાં રાખવાની હોય છે. હાથની, પગની તેમજ સમગ્ર શરીરની સ્થિતિ પ્રતીક મુજબ રાખવાની હોય છે. ફક્ત હાથમાં રાખેલી વસ્તુઓમાં “ મુહપની ' ને જમણાં હાથમાં જ રાખવાની છે, જ્યારે સાધુ-સાધ્વીજીઓને “ ઓઘો' અને શ્રાવક શ્રાવિકાઓને “અરવલો ' વબા હાથમાં અને તેને અધવચ્ચેથી પકડીને રાખવાનો છે. બંને હાથો જંઘા જોડે પાસે રાખવાના છે. આ મુદ્રા કોઈ પણ પ્રકારનું ધ્યાન કરવા માટેની છે. શાસ્ત્રમાં આને ચૌદમા ગુણસ્થાનકની વાનગી તરીકે ઓળખાવી છે. –આ ચિત્ર કાઉસગની ક્રિયાના પ્રસંગનું છે. ચિત્રમાં ડાબી બાજુએ સાધુ અને જમણી બાજુએ શ્રાવક છે. ૧૭. નાણા - પરમાત્માના નામનો કે કોઈ પ્રાર્થના સૂત્ર અથવા કોઈ પણ ધાર્મિક પદનો જાપ કરવા માટેનું એક સાધન. અહીંઆ ૧૦૮ સંખ્યાના અને બીજી (તેનાં ચોથા ભાગે) ર૭ સંખ્યાના મણકા-પારાવાળી એમ બે જાતની માળાઓ બતાવી છે. (આ ૧૦૮ અને ૨૭ ની સંખ્યાનું ધોરણ ક્યા હેતુઓથી નિશ્ચિત થયું છે તે ચર્ચા પ્રલંબ હોવાથી અહીં કરી નથી.) કેટલીક વ્યક્તિઓ વધુ સમય માગી લે એવા મોટા જાપો ૨૭ વાર જ ગણતા હોય છે. તેટલાથી તેઓ ગણવાનો સંતોષ રાખે છે. તે માટે તેઓ ર૭ પારા-મણકાની માળાનો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગના અજૈન સંપ્રદાયોએ પણ સંખ્યામાં ૧૦૮ની માળા સ્વીકારી છે. દરેક ધર્મમાં ગણવાની આમ્નાય-પ્રથા, પદ્ધતિઓ જુદી જુદી છે. મંત્ર શાસ્ત્રના શાન્તિક, પૌષ્ટિક, વશીકરણ આદિ કર્મો માટે પાંચ જાતની વિવિધ રંગની માળાઓ નક્કી કરેલી છે. તેમાંથી કઈ માળા, કયા હાથે અને કઈ આંગળીએ, કેવી રીતે રાખીને, કયા સમયે કઈ ગણવી? વગેરે અનેક બાબતોનો વિચાર મગ્ન તત્વ શાસ્ત્રવિશારદોએ વિવિધ રીતે કરેલો છે. તે પ્રસ્થાન્તર કે ગુરુગમથી જાગૃવું. ૧% મણકાની માળા ઉપર એક કે ત્રણ મણકા હોય છે, જેને “મેરુ' કહેવાય છે, તેનું ઉલ્લંઘન કરી બીજી વખત માળા ગણવાની હોતી નથી પણ તેને ફેરવીને ગણવાની હોય છે એટલે કે જે મણકો છેલ્લો ગમ્યો હોય તે જ પાછો ફરીથી શરૂ કરવાનો હોય છે. માળાની પવિત્રતા જાળવવી. કપડાંને અડીને અશુદ્ધ ન થાય તેનું ધ્યાન રાખવું. સામાન્ય રીતે ગણવા માટે શુદ્ધ સુતરની બનાવેલી માળાને શ્રેષ્ઠ ગણી છે. રુદ્રાક્ષ વગેરે અન્ય પ્રકારોની માળા ૫ણ વપરાય છે. ૧૮. ઉમર- શિખરબંધી મંદિરો ઘુંમટ સિવાયના હોતાં નથી એટલે શિખરની આગળ શિલ્પકારો ઘુંમટની રચના કરે છે. જૈન મંદિરોમાં આ jમટો મુખ્યત્વે ચારેક પ્રકારના બનાવાય છે. એમાં અહીં (૫૮ થી ૬૦ નંબરોમાં) ત્રણ પ્રકારો બતાવ્યા છે. આ ૫૮ માં (કાંસાનો) પ્રકાર બહુ ઓછો પ્રચલિત છે. ૨૦ વરસ પહેલાં શિપીઓ આ પ્રકારને બનાવતા ન હતા. અત્યારે ક્યાંક ક્યાંક બનાવવામાં આવે છે, આ ઘુંમટ રાજદરબારનો નથી પણ દેવદરબારનો છે. તેનો ખ્યાલ આપવા ખાતર દેવમંદિરના શિખરનો આછો ખ્યાલ આપ્યો છે. Jaleducation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy