SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ " ૮ ચિત્ર પરિચયતા લેખતી વચ્ચે ૧-૨ ઈંચના સમચોરસ છાપેલા ૧૪૪તથા અન્ય પ્રતીકોનો પરિચય મયુર ભારત દેશનું અલિપ વનસાથીની ખાસ સ્થાન સેના અને મને છે. દક્ષિણ વસ્તી છે. {. - આ સિંહાકૃતિ ઉત્તરપ્રદેશના મથુરાના જૈન સ્તૂપની સિંહાકૃતિને અનુસરતી અનુકરણાત્મક આકૃતિ છે. આ શિલ્પી ઢબની આકૃતિ છે. સિંહ એ શ્રમણ ભગવાન મહાવીરને ઓળખાવનારું એક લાંછન-ચિહ્ન હોવાથી પ્રતીકોનો પ્રારંભ તેનાથી શરૂ કર્યો છે. તે વનનો રાજા અને શૌર્ય-પરાક્રમનું પ્રતીક ગણાય છે. જેનધર્મની પરિકરવાળી પથ્થર અને ધાતુની મૂર્તિઓની નાગે તેને અવશ્ય સ્થાન મળેલું છે, લૌકિક અષ્ટમંગલમાં સિંહ ૫, મંગલ ગણાયો છે. ચૌદ સ્વમમાં પણ તેનું ખાસ સ્થાન છે. દરેક તીર્થકરની માતા પુત્રતીર્થંકરના અવતાર સૂચક ચૌદ મહાસ્વમીને જુએ છે, એમાં સિંહનું પણ સ્વમ હોય જ છે. જે સિંહ સ્વમમાં દેખાય તો જોનારને કદ લાભ થાય છે, એમ ભારતીય સ્વમશાઓનું કથન છે. ૨. ઝા - જીવનમાં મંગલ કરવાવાળા, ‘અષ્ટમંગલ,' થી ઓળખાતી, જૈનધર્મ પ્રસિદ્ધ અષ્ટ આકૃતિઓ પૈકીની બ્રા નંબરની એક મંગલ આકૃતિ. જનો કે અજેનો ધાર્મીક કે વ્યાવહારિક કાર્યોનાં પ્રારંભમાં, મકાન વગેરેના વાસ્તુ પ્રસંગોમાં તથા કેટલાક ધાર્મિક અનુષ્ઠાનના અન્તમાં, શાંતિસ્તોત્ર (મોટી શાંતિ) ના પાઠદ્વારા જલ ભરીને તેની મંગલ સ્થાપના ખાસ કરે છે. ભારતીય સંસ્કૃતિનું તથા શાંતિક-પૌષ્ટિક કર્મ નિમિત્તનું મહત્ત્વનું આ એક અતિશય પ્રતીક છે, પથ્થર કે કાઇના મંદિરોના તથા ગૃહસ્થના ઘરોના મુખ્ય દરવાજાની બારશાખ ઉપર ૧. સ્વસ્તિક (—સાથીઓ) ૨. શ્રીવન્સ ૩. નાવર્ત ૪ વર્ધમાનક (શરાવસંપુટ ) ૫ કળશ (-કુંભ) ૬. ભદ્રાસન ૭. મત્સ્ય યુગલ ૮, દર્પણ. આ આઠ જાતના મંગલરૂપ લેખાતા, “અષ્ટમંગલ ' શબ્દથી ઓળખાતા આઠ આકારો કોતરવાની ખાસ પ્રથા હતી. આપણે ત્યાં ઘણે સ્થળે આજે પણ તે જોવા મળે* છે. આ ચિત્ર મુખ્યયુગીન બહુમાન્ય લેખાતા સચિત્ર જૈન કલ્પસૂત્ર પ્રન્થની, આંતરરાષ્ટ્રીય વિખ્યાતિ પામેલી ચિત્ર પદ્ધતિની અનુકરણાત્મક કૃતિ રૂપે આપ્યું છે. ૨ rી - મથુરાના જૈન સ્તૂપમાં કોતરેલી ગતિમાન હાથીની આકૃતિની આ એક અનુકૃતિ છે. હાથી ભારત દેશનું સુવિખ્યાત આકર્ષક, અતિસમજુ, બલવાન અને શુકનવંતુ પ્રાણી છે. પ્રાણીઓમાં તે સહુથી મોટું અને વિશાળ કય છે એ માંસાહારી નથી પણ વનસ્પત્યાહારી છે હાથી ચામ અને શ્વેત બે રંગના હોય છે સપરિકર (-પરઘરવાળી) તીર્થકરોની મૂર્તિઓમાં નીચેની ગાદીના ભાગમાં હાથીને ખાસ સ્થાન અપાયું છે. ભારતભરમાં મહત્ત્વના વરઘોડામાં તેને સ્વારી તરીકે ખાસ ઉપયોગ કરાય છે. પ્રાચીન કાળમાં યુદ્ધો લડવા માટે “ ગજસેના ' રાખવામાં આવતી હતી, તેને લોખંડના બખ્તરો પણ પહેરાવામાં આવતાં હતાં. જેનાં નમૂના “અજાયબઘર' (મ્યુઝીઅમ ) માં જોવા મળે છે. દક્ષિણ તથા પૂર્વ ભારતના મહેસુર, આસામ, આમિકા તો તેની ઉત્પત્તિનાં ખાસ મથકો છે. ભારત બહાર આફ્રિકામાં પણ હાથીઓની વિશાળ વસ્તી છે. પણ આલિકાનો જંગલી હાથી ઘણો ઊંચો-પહોળો, મોટો કાનવાળો, કદરૂપો, બિહામણો અને ભાગ્યેજ પાળી શકાય તેવો હોય છે. ૪. દવાના- બાજોઠ' કાકાસન ઉપર બેઠેલા જન ગુરુ-મુનિ પોતાના આસનસ્થ શિષ-મુનિને ધાર્મિક સૂત્રની વાચના (-પાઠ) આપે છે, શિષ્યના હાથમાં ધાર્મિક લખાણ લખેલું તાડપત્રનું લાંબુ પાનું છે. બંનેનો મુનિવેશ આજની રીતથી જુદી પદ્ધતિનો છે. પણ પ્રાચીન કાલની તાડપત્ર કે કાગળની કલ્પસૂત્રાદિની પ્રતિઓમાં (ગમે તે કારણે ) આ જાતનો જ પહેરવેશ ઉત્તરોત્તર સમયમાં જોવા મળે છે. ૬૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં તાડપત્રનો વપરાશ સારા પ્રમાણમાં હતો. બંને આકૃતિઓ વચ્ચે, જૈન સાધુ-સાધ્વીનાં ઉપકરણમાં અનિવાર્ય આલંબન તરીકે ગણાતા, સદાયના સાથી, પંચ પરમેષ્ઠીની સ્થાપના તરીકે સ્થાપેલા, અક્ષોથી યુક્ત “સ્થાપનાચાર્ય' દેખાય છે, ઊભી ઘોડી છે એને વહેવારની ભાષામાં “કવણી' કહેવાય છે. આજે તો આ શબ્દ સ્થાપનાચાર્યજીનો પર્યાય બની ગયો છે. ચિત્રમાં ગુરૂશ્રી પાછળ સેવા કરતો એક શિષ્ય ઊભેલો દેખાય છે. આ ચિત્ર તેરમી સદીની સચિત્ર કલ્પસૂત્ર પ્રતિની પદ્ધતિ અનુસારે દોરેલું છે. મથુરાના જૈન સ્તૂપમાંનું એક સુશોભન, હંસ એ ભારતનું પ્રિય પક્ષીપ્રાણી છે. ખાસ કરીને કાવ્યશાસ્ત્રીઓનું વિશેષ માનીતું છે. શિલ્પ સ્થાપત્યોમાં પણ એ વિરોષ જોવા મળે છે. જેન મંદિરોમાં શિખરબંધી દેરાસરના શિખરની છે નીચેના ભાગમાં પથ્થરમાં જ ઘર એટલે હંસની આખી શ્રેણી બતાવવામાં આવે છે, એટલું જ નહિ પણ જૈન મૂર્તિના પરિકર (પરથર ) માં મૂર્તિની ઉપરના વલયાકાર ભાગની ટોચમાં હંસની પંક્તિ ખાસ ઉત્કીર્ણ કરવામાં આવે છે. હંસ તેની ચાલથી રમણીય લાગતો હોવાથી કવિઓએ સ્ત્રીની સુંદર ચાલને હંસની ચાલ સાથે સરખાવી છે. વળી તે તેની ચાંચની વિશેષતાના કારણે દૂધમાં રહેલા પાણીને અલગ કરવાનો ગુણ ધરાવે છે. ૨. રાત - ભારત દેશમાં પ્રસિદ્ધ સુષિર વર્ગનું એક મંગલ વાઘ વરસો પહેલાં તે દેવદરબારમાં અને રાજદરબારમાં દિવસમાં ત્રણેય વખત બજતું હતું. [વિશેષ પરિચય માટે જુઓ પ્રતીક ન. ૨૦] ૧ અષ્ટમંગલના પરિચય માટે પદ્દી ત્રીજીનો પરિચય જુઓ. ૨. આ પ્રથા ૨૦ મી સદી સુધી તો બરાબર ચાલી, પરંતુ હવે તો પરદેશી પદ્ધતિનું-આર. સી. સી. નું સિમેન્ટનું બાંધકામ આવતાં આ મંગલપ્રથા લગભગ બંધ પડી છે. પણ પ્રત્યેક ઘરમાં અષ્ટમંગલ ન મૂકી શકાય તો આર, સી, સી, ની “ક્લાતિ' એઓસ કરીને કે કોતરાવીને અથવા પરથી સ્વતંત્ર ચોટાડીને કે ચીતરાવીને જરૂર મૂકવી જોઈએ. જ્યી વરમાં મંગલ, સુખ, શાંતિ અને શીતલતા અનુભવાય ૩. કલ્પસૂત્રમાં ચોદસ્વપ્નમાં હાથીના સ્વપ્નની વાત કરી છે ત્યાં હાથી શ્વેત વર્ણનો જણાવ્યો છે. વર્તમાનમાં તેવો હાથી થાઈલેન્ડ સીઆમમાં છે. હાલમાં આસામ પાસેના નાગદેશમાં પણ સફેદ હાથી મળી આવ્યો છે. પ્રાચીન કાળમાં આ દેશમાં શ્વેત હાથી સારી સંખ્યામાં હતા. ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy