SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. -એક સુપ્રસિહ, અત્યન્ત પ્રભાવશાલી અને જૈનમંત્રોમાં મૂલભૂત ગણાતું સબીજ મંત્રપદ, [ કર્તા ] અહીં આપેલું માં ૫દ જૈન પદ્ધતિનાં મંત્ર બીજોવાળું છે. આમાં સાર્વભૌમ ગણાતા અનાહત ૨૫ ગોળ વલયો સહિતનાં દ્વીકાર બીજના ગર્ભમાં સુપ્રસિદ્ધ આકાર મંત્ર બીજ છે. અહીં “અહ” ના “અ” ની જગ્યાએ “ડ” આવું સુચિત અવગ્રહ ચિહ્ન મૂક્યું છે. આ ચિહ્ન કુંડલિની ' આકૃતિનું સૂચક છે. અથવા વ્યાકરણના નિયમ મુજબ મો* પછી અર નો “મ' આવતો હોવાથી તેની સંધિના કારણે પણ અવગ્રહ ચિહ્ન હોઈ શકે છે. -ખાસ કરીને આ આકૃતિ સિદ્ધચક બૃહત પૂજનમાં જે યંત્રનું પૂજન થાય છે તે યંત્રના કેન્દ્રમાં હોય છે. -નાદ’ વિનાનો ભાઈ આ યંત્રમાં કદિ પણ સંભવી ન શકે, નાદ હોવો જ જોઈએ. -આ બીજ ખાસ કરીને જાપ કરતાં આલેખનમાં વધુ વપરાયું છે. - આ આકૃતિ ત્રણેય રીતે વાંચી શકાય છે. તેથી મથાળામાં તેના ત્રણેય પ્રકારો બતાવ્યા છે. ૮. * આ પ્રતીકના પરિચય નંબર સાત મુજબ સમજવો. આલેખનનો બીજો પ્રકાર બતાવવા ખાતર તેને લંબગોળ આકૃતિમાં દોર્યું છે. [ નોwt] અને બીજો તફાવત એ છે કે આ માર ઉપર “નાદ” ની ચિદાકૃતિ બતાવી નથી, અન્ય યંત્ર પટોમાં આ આકૃતિ “ નાદ’ વિનાની પણ આલેખાય છે. ૧. અe - નાદ વિનાનું (ઉપર-નીચે દોરેલા) દ્વિરેફવાળું વિખ્યાત મંત્રી જ. આ બીજ નીચેના એક રેફવાળું પણ છે. અને તે વધુ સુવિ ખ્યાત અને પ્રચલિત છે. સિદ્ધહેમ વ્યાકરણના પહેલા જ મંગલસૂત્રમાં આ બીજ ઉચ્ચારાયું છે. ‘નાદ ' દર્શાવવા માટે ત્રિકોણ, ગોળ વગેરે આકૃતિઓનો ઉપયોગ થાય છે. વળી નાદ ધાનનું એક અંગ અને સોપાન છે જેને માટે ‘અનાહત નાદ' એવો શબ્દ સુપ્રસિદ્ધ છે. આ યોગ સાધનાની ફલશ્રુતિનું એક અંગ છે. -“અહ” આ બીજમાં મંત્ર શાસ્ત્રોક્ત સ્વરો અને વ્યંજનોનો સમાવેશ છે. કારણકે વર્ણમાતૃકામાં પ્રથમ સ્વરો અને પછી વ્યંજનો શીખવાડાય છે. સ્વરમાં પહેલો સ્વર વર્ણ ય છે અને વ્યંજનમાં છેલ્લો અક્ષર ઈ છે. આ બીજમાં આદિમાં જ અને અન્તમાં શું હોવાથી અને ૬ વચ્ચેના તમામ સ્વર વ્યંજનોને અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. એટલે એક “મ' ના જાપથી તમામ સ્વર-વ્યંજતોની જપ-સાધના થઈ જાય છે. આથી જ આ બીજનું અત્યન્ત મહત્ત્વ છે. એવું મંત્રવિદોનું કથન છે. અનેક ગ્રન્થોમાં આ બીજનો વિવિધ રીતે ઘણો ઘણો મહિમા ગવાયો છે. -- કેટલાક મંત્ર બીજે ઉપર “નાદ” ની આકૃતિ કરવાનું વિધાન ક્તાં “નાદ' વિષયક ખ્યાલો સેંકડો વરસોથી ભૂલાઈ જવાના કારણે તેનું આલેખન જૈન યંત્રોમાં નહીંવત બન્યું છે. ૨૦. – વ્યાકરણની સાંકેતિક પરિભાષામાં “અવગ્રહ’ શબ્દ સુચિત “s (s) જેવી આકૃતિથી યુક્ત બીજ અધો એટલે નીચેના રોજ વગરનું એટલે કે માત્ર ઉપરના એક જ રેકે (૨) વાળું મંત્રી જ. કેટલાક યંત્રોના કેન્દ્રમાં આવું બીજ હોય છે. હજારો જૈનો જાપ કરવામાં બહુધા એક રેફવાળા બીજનો ઉપયોગ કરે છે. ૨૨. મર - ભારતીય સંસ્કૃતિનું, કવિપ્રિય, વિખ્યાત પ્રતીક. અજન્તાની ગુફામાંની આકૃતિની એક અનુકરણાત્મક કૃતિ. ભારતના સંતો, ધર્માચાર્યોએ સંસારમાં રહેવા છતાં લકમલવત્ અલગ ભાવે અનાસક્ત ભાવે કેમ રહેવું? તે સમજાવવા માટે આનો દષ્ટાંત તરીકે ખૂબ જ ઉપયોગ કર્યો છે, કારણકે કમલ જલમાં પેદા થાય છે, અને એમાં રહે છે; છતાંય જલથી તે અલિપ્ત રહે છે. - નાદ, બિન્દુ, કલા સહિતનું જૈન લિપિથી આલેખાએલું હકાર બીજ. ઋષિમંડલ યંત્રના કેન્દ્રમાં આ જ બીજ છે. આ “હી ' બીજમાં ૨૪ તીર્થકરોની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ-ઋષિમંડલ સ્તોત્ર, શ્લો. ૨૦) મારા પોતાના સંપાદિત પ્રષિમંડલ યંત્રમાં નાદ સહિત જ કહી દોરવેલો છે, જ્યારે છેલ્લા ૩૦૦ વરસ દરમિયાન મળતા તાંબા, વસ્ત્ર, કાગળ વગેરેના માધ્યમ ઉપર આલેખેલા યન્ત્રોમાં નાદની આકૃતિ કેવી કરવી તેની ગુરુ પરંપરા ભૂલાઈ જવાના કાણે નાદ વિનાને જ હીં મૂકેલો જેવા મલ્યો છે. ૨૩. માધાને સ્વર્ગનો એક દેવ. દેવ- તીર્થકરોનું તથા અન્ય દેવોનું દેવ પુષ્પ હાર દ્વારા સત્કાર સન્માન કરે છે તે દર્શાવવા આલેખાતી જાણીતી એક આકૃતિ. તમામ જૈન પરિકરો (પરિઘરો) માં મૂર્તિના મુખની બંને બાજુએ (પ્રાયઃ) આ આકૃતિ હોય જ છે. તે ઉપરાંત ગુફાઓ સૂપ ચિત્રપટો વગેરેમાં આ આકૃતિ ખાસ હોય છે. એના આલેખનના મરોડમાં તફાવત હોઈ શકે છે. જૈન શાસ્ત્રો પાતાલ અને આકાશમાં ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર નિકાય–પ્રકાર–ની દેવસૃષ્ટિને માને છે. ૨૪. વિષ-આબુ વગેરેના શિલ્પ-સ્થાપત્યમાં જોવા મળતો આકાશચારી, અને પુષ્પગુચ્છધારી વિધાધર દેવ. ૫. - મધ્યયુગીન કલ્પસૂત્ર પદ્ધતિનું વિવિધ સાજથી અલંકૃત એક રમ આલેખન, આ એક જાણીતું વિશ્વવિખ્યાત પ્રાણી છે. વળી ક્યા યંત્રની કેટલી તાકાત છે તે દર્શાવવા વૈજ્ઞાનિકો તેના નામનો (હોર્સપાવર શબ્દનો) ઉપયોગ કરે છે. ૨૬. હિં- સ્થાપત્યોમાં જોવા મળતી એક વિશિષ્ટ આકૃતિ. વિશેષ કરીને જૈન મંદિરોનાં શિખર ઉપર શકનારા ઉપર પથ્થરથી કંડારેલી, ગરવનો ભાવ દર્શાવતી આવી આકૃતિ મૂકવામાં આવે છે. ૭. હિરાગ- પ્રાચીન યુગમાં વિશ્વના વિવિધ વિભાગોમાં હાથીની સૂંઠવાલા સિંહ, અશ્વાદિ જાનવરોનાં શિલ્પો ચિત્રો બનાવાની પ્રથા હતી કહો- તેથી અહીં પણ એવા જ પ્રકારની આકૃતિ મધ્યયુગની કલ્પસૂત્રના વર્ગની પ્રામીણ ઢબે દોરી છે. સાંચીનો સ્તૂપમાં, મથુરાના જેનનુપમાં, કેટલીક બૌદ્ધગુફાઓમાં તથા દક્ષિણ ભારતનાં કેટલાંક હિંદુ મંદિરોમાં આ જાતની આકૃતિઓ કંડારેલી છે. મધ્ય એશિયા અને પશ્ચિમની દુનિયામાં પણ આ જાતનું શિલ્પ કરવાની પ્રથા છે. વળી પ્રાગૈતિહાસિક કાળમાં આવા પ્રકારનાં પ્રાણીઓ વિદ્યમાન પણ હતાં એવું મનાય છે. ૪. અન્ય ક્તઓએ છપાવેલા સિહચાના યંત્રમાં આ આકૃતિ તો છે પણ તે “નાદ' ચિહ્ન વિનાની છે. જ્યારે મારા સંપાદિત યંત્રમાં “નાદ’ સહિતની છે. ‘નાદ' હોવો જ જોઈ એ તો જ શાસ્ત્રોક્ત બીજ બને છે; અને તો જ તે વસ્ત્ર શાસ્ત્રોક્ત રીતે શુદ્ધ ગણાય છે. ૫. ત્રષિમંડલ યત્વનો કેન્દ્રીય અહીં” જે નાદ વિનાનો હોય તો તે તદ્દન અશુદ્ધ સમન્વો. ૧૩૭ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy