________________
મેરુપર્વત ઉપર લઈ જાય છે જયારે અહીંયાં ચિત્રમાં આ અધિકાર હરિણગમેષીને આપેલો બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આવા વિકલ્પો નોધાયા છે.
૭૬ નંબરની પટ્ટીમાં દેવલોક બતાવવામાં આવ્યો છે.
७७-७८. श्वेतांबर - विनंवर मतानुसार २४ तीर्थंकरोंना २४ लांछनोनी पट्टी
૭૭મી પટ્ટીમાં ૨૪ તીર્થંકરોને ઓળખાવનારી શ્વેતાંબર મતની ૨૪ લાંછન-આકૃતિઓ આપી છે. ૨૪ તીર્થંકરની મૂર્તિઓ કલ્પિત આકારની હોય છે. કઈ મૂર્તિ કયા તીર્થંકરની છે એ નકકી કરવા માટે તેનાં ચિહ્નો નકકી થયાં છે. આ કેવી રીતે નકકી થયાં એ માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે દરેક તીર્થંકર જન્મે ત્યારે તેમની જમણી જંઘા ઉપર જંઘાની ચામડીથી તેવી આકૃતિ પડેલી હોય છે. જાતૅ દિવસે તે આકૃતિ વૃદ્ધિ પામે છે અને મૂર્તિ ભરાવવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે તે તે તીર્થંકરની આકૃતિ મૂર્તિની નીચે લાંછન તરીકે કોતરવામાં આવે છે. આ પટ્ટીમાં શ્વેતાંબરનાં શાસ્ત્રોએ નકકી કરેલાં ૨૪ તીર્થંકરનાં ૨૪ લાંછનો અહીં ચિતરાવવામાં આવ્યાં છે.
જંઘા ઉપર આવી આકૃતિઓ કયા કર્મના કારણે પડતી હશે તે, તેમજ આઠેક આકૃતિઓને છોડીને તમામ લાંછનાકૃતિઓ તિર્યંચો એટલે પશુ-પક્ષી વગેરેની શા માટે હશે? લોકોત્તર વ્યકિત હોવા છતાં પણ આવી પ્રકૃતિઓ જં ઘામાં કેમ પડતી હશે એ બધું આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે. જ્ઞાની સિવાય કોણ સમાધાન આપે.
૭૮ નંબરની પટ્ટી દિગમ્બર મતાનુસાર ૨૪ તીર્થંકરોનાં ૨૪ લાંછનોની છે.શ્વેતાંબર માન્યતાથી લાંછનમાં અલ્પ તફાવત છે.
७९. जैनं जयति शासनमूनी अंतिम पट्टी
આ પટ્ટી ‘જૈનં જતિ શાસનમ્'ની છે. ગ્રન્થની પૂર્ણાહુતિ થતી હોવાથી અંતમાં ‘જૈન શાસન જયવંતુ વર્ષોં' એવી શુભ મંગલ પ્રાર્થના કરવામાં આવી છે.
८०. तीर्थकरना प्रवचनवेलानी विविध मुद्राओ - टाइटल पेज नं. १ उपरनी पट्टी
બીજી આવૃત્તિ પૂરી છપાઈ ગઈ હતી અને છેલ્લે ટાઈટલ બાકી હતું ત્યારે મને થયું કે તીર્થંકરો કઈ મુદ્રાએ અને કેવા આસને બેસીને દેશના આપે એ બાબતમાં વિકલ્પો હોવાથી વિકલ્પોવાળી એક પટ્ટી તૈયાર કરીને આપવી જેથી આ વિષયના અભ્યાસીઓને સંતોષ થાય તેમજ ટાઈટલની શોભા વધે. ટાઈટલના પહેલા પાના ઉપર પટ્ટી છાપવાનું જરૂરી હતું તેથી તે પટ્ટી ટાઈટલ ઉપર છાપી છે.
આ પટ્ટીમાં સાત આકૃતિઓ આપી છે. વચલી આકૃતિની બંને બાજુએ જે આકૃતિઓ મૂકી છે તે સમાન આકૃતિઓ છે એટલે વાસ્તવિકતાની દૃષ્ટિએ જોઈએ તો ચાર જ મુદ્રા આમાં બતાવી છે. (૧ થી ૪ આકૃતિઓ જુઓ) હાથ અને પગ કેમ રાખે છે એ માટે કોઈ ચોકકસ નિર્ણય ઉપલબ્ધ થયો ન હોવાથી આ પટ્ટી આપવામાં આવી છે.
આ પટ્ટીમાં અન્ય વિશેષતા એ બતાવી છે કે આમાં બેઠક માટે ચાર જાતનાં કમળો બતાવ્યાં છે. તમામ આકૃતિઓ ઉપર છત્ર બતાવવામાં આવ્યાં છે પણ છેલ્લે બે આકૃતિ ઉપર સમવસરણનો ખ્યાલ આપવા પ્રતીક પૂરતું અશોકવૃક્ષ બતાવ્યું છે. તીર્થંકરો જ્ઞાનનો મહાન પ્રકાશ કરનારા હોવાથી છત્રોની વચ્ચે વચ્ચે નાના-નાના દીપકો મૂકવામાં આવ્યા છે, અને અંદર આપેલી પટ્ટીઓથી આ પટ્ટી અલગ છે એવો ખ્યાલ આપવા માટે તેમજ તીર્થંકરદેવો હિંસા અને પરિગ્રહ છોડવાનો જે પ્રધાન ઉપદેશ આપે છે તે અહિંસા અને અપરિગ્રહ બંને શબ્દોને બે છેડે લખાવ્યા છે. એ લખાણની લાઈન ઉપર દીપકની જયોત રાખવામાં આવી છે, અને આખી બોર્ડરનું બેલેન્સ સચવાય અને સુંદર લાગે એ માટે પુષ્પો કે પ્રકાશના ઝબકારા જેવી ડિઝાઈન બનાવવામાં આવી છે. આ પટ્ટી ધારીને જે જોશે તે જ સારી રીતે સમજી શકશે.
આ રીતે ત્રીજી આવૃત્તિમાં આપેલ ૮૦ પટ્ટીનો પરિચય પૂર્ણ થાય છે.
⭑ અઢાર પાપસ્થાનકની વાત ⭑
સૂચના પાપના પ્રકારો અસંખ્ય છે. તેનાથી મુકત થવા ભગવાન મહાવીરે અસંખ્ય પ્રકારોને ૧૮ પ્રકારમાં સમાવીને પાપનાં ૧૮ સ્થાનકો બતાવ્યાં છે. સહુએ આ પાપોથી રોજે રોજ હળવા થવા ૧૮ પાપોનાં નામનો પાઠ સાચા ભાવથી બોલી સારા હ્રદયથી ક્ષમા માંગવી
લાખો જૈનો દિવસમાં બે વાર આ પાઠ બોલી ક્ષમા માંગે છે. સૂતા પહેલાં સાતલાખ અને અઢાર પાપસ્થાનકોનો પ્રતિક્રમણ સૂત્રમાં આપેલ પાઠો બોલ્યા પછી સૂવું.
ભગવાન મહાવીરે આ જગતમાં પાપ બાંધવાનાં અસંખ્ય કારણો બતાવ્યાં છે. આ કારણો કયાંથી જાણીએ ? કેવી રીતે યાદ રહે ? એ માટે જ્ઞાનીઓએ વર્ગીકરણ કર્યું. એ વર્ગીકરણ કરીને મનુષ્ય સરળતાથી જલદી ક્ષમા માગીને પાપથી મુક્ત થઈ જાય એટલે જ્ઞાનીઓએ ફકત પાપનાં ૧૮ સ્થાનકો નકકી કર્યાં.
૧. પહેલું પાપસ્થાનક પ્રાણાતિપાત - બીજા જીવોનો નાશ કરવો તે. ૨. મૃષાવાદ - અસત્ય કથન કરવું તે. ૩. અદત્તાદાન -અદત્ત એટલે કોઈએ નહીં આપેલી અને આદાન એટલે ગ્રહણ કરવું એટલે પારકી વસ્તુ બીજાની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ તે. ૪. મૈથુન - વિષયભોગની ઈચ્છા રૂપ પરિણામ તે. ૫. પરિગ્રહ - તે બે જતનો બાહ્યા અને અભ્યન્તર તેમજ સ્થાવર અને જંગમ તેનો સંગ્રહ કરવો તે અને તે પ્રત્યેની મૂર્છા - મમત્વરૂપ પરિણામ તે. ૬. ક્રોધ - ગુસ્સો કરવો તે. ૭. માન - અહંકાર, અભિમાન વગેરે પરિણામ તે. ૮. માયા - કપટ, પ્રપંચ વગેરે પ્રચ્છન્ન પ્રવૃત્તિઓ તે. ૯. લોભ - ધનાદિ સંપત્તિનો સંગ્રહ કરી રાખવાની મનોવૃત્તિ તે. ૧૦. રાગ - પૌદ્ગલિક વસ્તુઓ ઉપરની પ્રીતિ તે. ૧૧. દ્વેષ - જીવાદિ પદાર્થો ઉપર અરૂચિ તે. ૧૨. કલહ - વિખવાદ, ઝઘડો, સંઘર્ષ કરવાની વૃત્તિ તે. ૧૩. અભ્યાખ્યાન - બીજાને કલંક આપવું તે. ૧૪. પૈશુન્ય - બીજાના દોષની કે ગુપ્તવાતની ચાડી ખાવી તે. ૧૫. રિત - અરિત - સુખ આવે ખુશી થવું અને દુઃખ આવે શોક કરવો તે. ૧૬. પરપરિવાદ - બીજાની નિંદા કરવી તે. ૧૭. માયામૃષાવાદ -માયા કપટ કરીને લોકોની આગળ જુઠ્ઠું બોલવું તે. અને ૧૮. મિથ્યાત્વશલ્ય - જ્ઞાનીઓએ જે વસ્તુ જે સ્વરૂપે બતાવી હોય તે સ્વરૂપે ન માનતા વિપરીતરૂપે માનવી તે.
આખા દિવસ દરમિયાન અસંખ્ય પાપોનાં સરવાળારૂપ અઢાર પાપસ્થાનકો સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય અને સેવતાં હોય તેનું અનુમોદન કર્યું હોય તે બધાં પ્રત્યે મન, વચન અને કાયાથી મિચ્છામિદુકકર્ડ (માફી) માંગવાનો છે. માત્ર જૈન જ નહિ પણ વિશ્વનો કોઈપણ માનવી આ બંને પાઠો રાત-દિવસ બોલી શકે છે.
યશોદેવસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
૨૧
પ
www.jainelibrary.org