SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૧૩૨ucation International આ સાતે ક્ષેત્રોમાં જૈનો ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. સૌથી પહેલું ક્ષેત્રજિનમૂર્તિ અને બીજું જિનમંદિર છે. ભગવાનની મૂર્તિ ભરાવવામાં, તેને પધરાવવા માટેનું જિનમંદિર બંધાવવા જૈનો ખૂબ જ શ્રદ્ધા-ભાવ ધરાવે છે. સૌથી વધારેમાં વધારે પૈસા એની પાછળ ખરચવાની ભાવના જૈનોની ઉત્કટ હોય છે. ચાલીસ વરસ પહેલાં એક બુદ્ધિશાળી વ્યકિતએ મને પ્રશ્ન પૂછયો હતો કે મહારાજ સાહેબ !લોકો શિક્ષણના ક્ષેત્રમાં, જૈન ભાઈઓને સહાય કરવાના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં બહુ ઓછી ૨કમ વાપરે છે. જયારે ભગવાન ભરાવવા માટે કે જિનમંદિર બંધાવવા પાછળ જોતજોતામાં હજારો-લાખો રૂપિયાનું દાન કરી દે છે તેનું શું કારણ હશે? પહેલીજવાર આ પ્રશ્ન ઊભો થયો. જવાબ આપવાનું કામ સહેલું ન હતું. વિચારના ઊંડાણમાં મન પ્રવેશી જતાં તત્કાલ જવાબ સૂઝી આવ્યો, અને તે જણાવતાં મને આનંદ થયો, તેમજ સાંભળનારા તો મુગ્ધ જ બની ગયા. જવાબ એ હતો કે જૈનધર્મમાં શુભકર્મની સંખ્યાબંધ પ્રકૃતિઓ (પ્રકારો)બતાવેલી છે.ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતી પુણ્ય પ્રકૃતિઓ પણ બતાવી છે, એમાં સૌથી શ્રેષ્ઠ પ્રકૃતિ જે કોઈ પણ કહી હોય તો તીર્થંકર નામકર્મ છે. આવી ઉત્કૃષ્ટ કોટિની પુણ્યપ્રકૃતિ તરફ લોકોનું આકર્ષણ સાહજિકરીતે સદાય રહે તે સ્વાભાવિક છે. આ જવાબ સાંભળીને તેઓને સંતોષ થયો. ત્રીજું ક્ષેત્ર જ્ઞાનનું છે. જ્ઞાન એ પ્રકાશ છે અને પ્રકાશના સહારે માનવજાત કલ્યાણ કરી શકે તેમ છે એટલે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું, કરાવવું અને ક૨ના૨ને બધી રીતે પ્રોત્સાહન આપવું એ શુભ કર્મને બંધાવનાર છે. જ્ઞાનના રક્ષણ માટે સ્મારકો કરવાં, પુસ્તકોનાં પ્રકાશન કરવાં, બીજાને ભણાવવા માટે સંપત્તિનો સદુપયોગ કરવો,પ્રવચનો દ્વારા સ્વ-પરનોસ્વાધ્યાય કરવો,પુસ્તકોનું બહુમાન કરવું જેથી જ્ઞાનની આડે આવેલાં આવરણો ઓછાં થતાં જાય અને કોઈને કોઈ જન્મમાં કેવલજ્ઞાન-સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરીને અંતે આત્મા શાશ્વત એવા મોક્ષસુખનો અધિકારી બની શકે. ત્યારપછી સાધુ-સાધ્વીનાં બે ક્ષેત્રો છે. સાધુ-સાધ્વીને દર્શન, વંદન, બહુમાન, સત્કાર-સન્માન કરવું, આહારદાન, ઔષધદાન, વસ્ત્રદાન, વસતિદાન વગેરેનું દાન કરવું તેમજ સાધુ-સાધ્વીજીની બધી રીતે ભકિત કરવી એ મોહનીયાદિ કર્મનો ક્ષય કરવા માટે અને પુણ્યની પ્રાપ્તિ માટે જરૂરી છે. અહિંસાના ભેખધારી, પંચમહાવ્રતધારી, પરોપકાર પરાયણ સાધુ અને સાધ્વી ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં હજારો લોકોને જોડીને મુકિતમાર્ગના પ્રવાસી બનાવે છે. છેલ્લાં બે ક્ષેત્ર શ્રાવક અને શ્રાવિકાનાં છે. અહિંસા, સંયમ, તપ, ત્યાગપ્રધાન જૈનધર્મનું આચરણ કરતાં શ્રાવક અને શ્રાવિકા સારી રીતે જીવન જીવી શકે, સારી રીતે જૈનધર્મનું આરાધન કરી શકે એ માટે તેમને બધી રીતે અનુકૂળતા કરી આપવી એ પુણ્યબંધનું કારણ બને છે. આમ આ સાતે ક્ષેત્રોની ભકિત ઉત્તરોત્તર આત્માને મુકિતમાર્ગમાં સહાયક બનનારી છે. ४६. अभिनव प्रकारना अष्ट नमस्कार જૈન શાસ્ત્રમાં વિશિષ્ટ પ્રકારના નમસ્કારોનો એક પ્રકાર બતાવ્યો છે, જેના આઠ પ્રકાર છે. અહીંયાં તે પ્રકારો તેના પારિભાષિક નામ અને એ નામનાં ચિત્રો, સંધનાં ચારે અંગોનાં ચિત્રો દ્વારા બતાવવામાં આવ્યાં છે. આ જાતના નમસ્કારને લગતું ચિત્ર જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી બહાર પડેલા નમસ્કાર સ્વાધ્યાયમાં આપ્યું છે. વચમાં ભગવાન શ્રી મહાવીરની મુખાકૃતિ મૂકી છે. ४७. भारतना मुख्य छ धर्मो, तेनी संख्या अने ते ते धर्मनी प्रार्थना આ પટ્ટી આપણા વર્તમાન ભારતમાં જુદા જુદા છ પ્રકારના ધર્મોનું પાલન કરતાં મનુષ્યોની સંખ્યાનો ખ્યાલ આપતી છે. આ પટ્ટીમાં છ ધર્મોનાં પ્રતીક ચિહ્નો પણ સાથે બતાવ્યાં છે તે પણ જુઓ. કમનસીબે જૈનધર્મનું કોઈ ચોકકસ પ્રતીક એવું નથી કે જે બતાવવાથી આ પ્રતીક જૈનનું જ છે એવી સહુને પ્રતીતિ થાય. જૈન સમાજ માટેની આ દુઃખદ બાબત છે, છતાં અત્યારે અહીંયાં સ્વસ્તિકનું પ્રતીક મૂકયું છે. આ પટ્ટી માત્ર ભારતના જ નહિ પણવિશ્વમાં સર્વત્ર ફેલાએલા ધર્મીની છે, અને છ ધર્મોની મુખ્ય પ્રાર્થના હોવાથી તે આપી છે. મુસ્લિમ ધર્મનું ચંદ્રમાનું, ખ્રિસ્તીનું ક્રોસ આ બે વિશ્વ પ્રસિદ્ધ જાણીતા પ્રતીકો છે. એવું આપણું તો ભારત પ્રસિદ્ધ પ્રતીક પણ નથી. અહીંયાં છ ધર્મી સિવાય ભારતમાં સેંકડો ધર્મના ફાંટાઓ છે અને નાની નાની વસ્તીમાં વહેંચાઈ ગએલા છે. એ વિવિધ ધર્મોને પાળતી નાની-મોટી કોમની સંખ્યા નિશ્ચિત થઈ શકી નથી, પછી તેનું પ્રતીક કોણ નકકી કરે?’એ શકય પણ નથી એટલે સાતમા ચિત્રમાં ઊભા રાખેલા મનુષ્યની નીચે પ્રશ્નાર્થક ચિહ્ન મૂકવું પડયું છે. (પ્રકીર્ણ એટલે વિવિધ પ્રકારે) એ છ ધર્મોને પાળનારી સંખ્યા કેટલી છે તે ઈ.સ. ૧૯૭૧માં ભારતની વસ્તી ગણતરી પ્રમાણે સરકારી આંકડા મુજબ સંખ્યા લખી છે. જૈનોની સંખ્યા ૨૬ લાખની આપી છે. આ આંકડો વિશ્વાસપાત્ર નથી. જૈનોની વસ્તી પચાસ લાખથી ઘણી વધુ છે, પરંતુ જૈનો વસ્તી ગણતરી પ્રસંગે સ્પષ્ટ જૈન લખાવવાના બદલે અજાણી અને અભણ વ્યકિતઓ હિન્દુના ખાનામાં હિન્દુ તરીકે નામ લખાવી દે છે. પરિણામે જૈનોની વસ્તીની સાચી ગણતરી થઈ શકતી નથી એ દુઃખની વાત છે. લોકશાહીમાં અનિવાર્ય આવું કામ કરવા માટે કોઈ સંસ્થાએ હામ ભીડી નહિ. દેશકાળશ આચાર્યો અને આગેવાનો જો જાગે તો આ કામ અત્યન્ત કપરું હોવા છતાં પણ અશકય નથી. ઘોર સુષુપ્તિમાં અટવાએલાં સંઘમાં શાસન-સંઘને અનિવાર્ય હિતકારી રાજકીય ચેતના આવશે ખરી? આ પટ્ટીમાં છ એ છ ધર્માંની પ્રાર્થના પણ આપવામાં આવી છે. જૈન અને બૌદ્ધની પ્રાર્થનામાં કેટલુંક શબ્દસામ્ય છે, એટલે જ ઈતિહાસકારો જૈનધર્મ અને બૌદ્ધધર્મ આ બંનેને શ્રમણ સંસ્કૃતિની જ શાખા તરીકે ગણે છે. હું મારા પરિચિત પ્રાધ્યાપકોને, પી.એચ.ડી. થવા માગતા વિધાર્થીઓને જૈનધર્મના અને બૌદ્ધધર્મના ઉપદેશમાં વિચારસામ્ય, શબ્દસામ્ય, અર્થસામ્ય, આચારસામ્ય, મૂર્તિસામ્ય વગેરે વગેરે શોધી કાઢવા કહેતો રહ્યો છું. ४८. गजरथ अने ज्ञानयात्रा જૈનોની ગજરાજ સાથેની આ રથયાત્રા' છે. આને ગજરથ યાત્રા પણ કહેવાય છે. વળી હાથી ઉપર શાસ્ત્ર પધરાવેલું હોવાથી જ્ઞાનયાત્રા' પણ કહી શકાય, રથમાં તીર્થંકર ભગવાનના પ્રતિમાજીને પધરાવ્યા છે. દેખીતી રીતે ઘોડાનો ઉપયોગ નહીં કરવા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy