SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં હાથીનો વરઘોડો, રથનો વરઘોડો એમ બોલાય છે. આ પદ્દી વરઘોડામાં એક પછી એક કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તેનો સર્વ સામાન્ય ખ્યાલ આપનારી છે, ४५ बी ५४. २४ तीर्थकरना यक्ष-यक्षिणीना आयुध अने वाहन वगेरे स्वरूपेना परिचयनी पट्टीओ સોમપુરા વગેરે મિસ્ત્રીઓ, વિદ્વાનો, સાધુ-સાધ્વીજીઓ, શ્રાવકો, ટ્રસ્ટીઓ વગેરે વર્ગને નામ વિનાની દેવ-દેવીની મૂર્તિ હોય ત્યારે તે મૂર્તિ કોની છે? તે નકકી કરવામાં મુંઝવણ થાય છે. આ મુંઝવણ ન અનુભવાય એટલા માટે શાસ્ત્રોમાં ઓળખવા માટેનાં ચોકકસ સાધનો નક્કી કરેલાં છે. એને ઓળખવા માટે મુખ, હાથ, વાહન અને આયુધ વગેરે મુખ્ય ભાગ ભજવે છે. ૨૪ યક્ષ-યક્ષિણીનાં સંપૂર્ણ રૂ૫વાળાં ચિત્રો ચિત્રસંપુટની બીજી આવૃત્તિમાં પટ્ટી દ્વારા પ્રકાશિત કર્યા હતાં, પણ તે ચિત્રો નાનાં તથા કેટલાંક બરાબર સ્પષ્ટ ન હોવાથી ઝડપથી નિર્ણય કરી શકાય તે માટે અમોએ ચિત્રસંપુટની આ ત્રીજી આવૃત્તિમાં આઠ પટ્ટીઓ ફરી તૈયાર કરાવીને છાપી છે. સવા ઈંચ જેટલી નાનકડી પટ્ટીમાં પણ હાથનાં આયુધો વગેરે એકદમ સ્પષ્ટ જાણી શકાય એટલે દેવ-દેવીઓની આકૃતિ નચિતરાવતાં ફકત ચાર હાથ અને વાહન ચિતરાવવાનું નકકી કર્યું. કયા તીર્થંકરના દેવ-દેવી છે એ માટે વચમાં વર્તુળ બનાવીને તીર્થકરનો ક્રમાંક મૂકયો છે. સૌથી ઉપર તેના દેવ-દેવીનાં નામો આપ્યાં છે. નીચે વાહનો બતાવ્યાં છે અને ચાર હાથમાં તે તે હાથનાં આયુધો બતાવ્યાં છે. યક્ષ-યક્ષિણીઓની ૨૪ આકૃતિઓમાં ફકત પહેલા, સોળમા અને ત્રેવીસમા આ ત્રણ યક્ષના મોંઢા અનુક્રમે હરણ, ભૂંડ અને હાથીનાં છે. વાહનોમાં ફકત ૨૨મું મનુષ્યનું છે, બાકીનાં વાહનો માટે વિવિધ પ્રાણીઓ-પક્ષીઓનાં સીધી રીતે બંધબેસતા ન મળે તેવી વાહનોનું નિર્માણ કયા કારણે થયું છે એ જાણવા મળતું નથી. કેટલાક યક્ષોના મોંઢા એકથી વધુ છે. તેની સંખ્યા ૧૧ની છે, તેમના હાથની સંખ્યા ૪ થી લઈને અધિકની છે. જયારે યક્ષિણીઓમાં એક ચક્રેશ્વરીને છોડીને બાકીની ૨૩ યક્ષિણીઓને માત્ર ચાર જ હાથ છે અને હું સહુને એક જ છે. તાત્પર્ય એ થયું કે પુરુષ-યાના મોઢા અને હાથ બંને વધારે છે જયારે સ્ત્રી-પકિનીઓમાં સહુને એક જ મોટું છે. આના ઉપરથી એવું કલ્પી શકાય ખવું કે વધુ બોલવાનો અધિકાર પુરુષોનો છે અને ઓછું બોલવાનો અધિકાર સ્ત્રીઓનો છે. નવીનતાને રજૂ કરતી મારી આ કલ્પના બુદ્ધિમાન પ્રેક્ષકોને જરૂર ગમશે. શાસ્ત્રમાં દેહવ, આસન, આયુધાદિમાં ભિન્નતા મળે છે. દરેક પટ્ટીઓમાં નામ સાથે બધું સ્પષ્ટ લખેલું હોવાથી વિશેષ પરિચય આપવાની જરૂર નથી. ५५. एकेत्रिय जीवना विविध प्रकारो, विग्दर्शन અખિલ બ્રહ્માંડમાં દ્રયાય, અનંતાનંત જીવો વિધમાન છે.અનંતા જીવોનું વર્ણન કે વ્યાખ્યા કરવી અશકય છે એટલે શાસ્ત્રકારોએ તમામ જીવોને વર્ગીકરણ કરીને પ૬૩ની સંખ્યામાં સમાવી લીધા છે, એ ૫૬૩ પ્રકારને પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. એ પાંચ વિભાગ એટલે એક ઈન્દ્રિયવાળા જીવોથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા જીવો હોય છે. ઈન્દ્રિયો પાંચ છે. પાંચે આભ્યન્તર ઈન્દ્રિયોની બાહ્ય આકતિના નામ અનુક્રમે ૧, સ્પર્શ ૨, રસના ૩. ઘાણ ૪. ચબુ અને ૫. કર્ણ છે. સ્પર્શ એટલે (Body) ચામડી, રસના એટલે જીભ, ધાણ એટલે નાસિકા, ચલું એટલે દેખાતી આંખ અને કર્ણ એટલે કાન છે. ૧ ઠડો કે ગરમ, કઠોર કે કોમળ વગેરે આઠ પ્રકારના સ્પર્શનો ખ્યાલ સ્પર્શ ઈન્દ્રિય એટલે ચામડીના સ્પર્શથી સમજાય તે. ૨, ખાટું, ખારું, તીખું, કડવું, ગળ્યું, અને નર વગેરે છ પ્રકારના રસનો પરિચય જીભની અન્તર્ગત રસના ઈન્દ્રિય તારા થાય છે. ૩, સુગંધ અને દુર્ગધ એ વિષય નાસિકાનો છે અને એનો અનુભવ નાસિકામાં રહેલી ધ્રાણેજિયને થાય છે. ૪. લાલ, લીલું, પીળું, શ્યામ, સફેદ, ભૂરો વગેરે રંગનો પરિચય ચક્ષુ ઈન્દ્રિય દ્વારા થાય છે અને ૫. શબ્દ શ્રવણનો અનુભવ કર્ણ ઈન્દ્રિય દ્વારા થાય છે. વિશ્વમાં અનંતા જીવો એક ઈન્દ્રિયવાળા (સ્પર્શ) છે. અસંખ્ય જીવો બે ઈન્દ્રિયવાળા હોય (સ્પર્શ, રસના) છે, ત્રણ ઈન્દ્રિયવાળા જીવો (સ્પર્શ, રસના, ઘાણ) અને ચાર ઈન્દ્રિયવાળા જીવો (સ્પર્શ, રસના, ઘાસ અને ચક્ષુ) ક્રમશઃ અસંખ્યાતા છે, અને પાંચ ઈન્દ્રિયવાળા જીવો (સ્પર્શ, રસના, ધાણ, ચલુ અને શ્રોત્ર) અસંખ્યાતા છે. જૈન શાસ્ત્રકારોએ વર્ગીકરણ કરીને નકકી કરેલા જીવના ૫૬૩ ભેદોમાં વર્તતા એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો કયા પ્રકારના હોય છે તે માટેની બે ચિત્રપટ્ટીઓ અહીં રજૂ કરવામાં આવી છે. પહેલી પટ્ટી એકેન્દ્રિય જીવોની છે અને બીજી બાકીના તમામ જીવોની છે. પટ્ટી નં.૫૫માં એકેન્દ્રિય જીવોના તમામ પ્રકારોનું દિગદર્શન કરાવવામાં આવ્યું છે. આ પદ્ધીમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ ભેદ્ય બતાવવામાં આવ્યા છે. આ તમામ જીવોને પાપોદયથી ફકત એક શરીર (Body) મળેલ હોય છે, બાકી જીભ, આંખ, નાક, કાન આ ચારે ઈન્દ્રિયો હોતી નથી. પૃથ્વીથી ધરતી, પહાડો, પાણીથી સમુદ્રો,નદીઓ, ધરતી અને આકાશવર્તી તમામ પ્રકારનું પાણી. અગ્નિથી આકાશી વીજળીથી લઈને ધરતી ઉપરના અગ્નિના તમામ પ્રકાર. વાયુથી ગમે તે પ્રકારે વાતી હવા અને વનસ્પતિમાં તમામ પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો સમજી લેવાં. સમગ્ર વિશ્વનાં મનુષ્યો, પ્રાણીઓ, શુદ્ર જેતુઓનું જીવન વનસ્પતિ અને તેની વિવિધ પ્રકારની બનાવટો દ્વારા પોષાય છે. જીવો વસવાટ માટે ધરતી (પૃથ્વી), જીવન જીવવા માટે પાણી, અગ્નિ, વાયુ અને શરીર વગેરેના પોષણ માટે પ્રધાનપણે વનસ્પતિનો ઉપયોગ કરે છે. એકેન્દ્રિય આ તમામ પદાર્થો જયાં સુધી સંલગ્ન હોય ત્યાં સુધી સજીવ હોય છે. મૂળ ભાગથી જયારે અલગ કરવામાં આવે છે ત્યાર પછી તે ધીમે ધીમે નિર્જીવ થઈ જાય છે. આ એકેન્દ્રિય જીવો ઉપર વિશ્વનાં જીવોનું મોટા ભાગનું જીવન ટકી રહ્યાં છે. ક૭ ,વરઘોડો' શબ્દ વાસ્તવિક રીતે તો ઘોડા ઉપર બેસીને જનસમુદાય સાથે લમ કરવા જતા વરવાળા સમૂહને લાગુ પડે છે. પણ આજે તો એ શબ્દ ગુજરાતમાં બધા પ્રસંગો માટે ચલણી નાણાંની જેમ વપરાય છે. કોઈ પણ પ્રકારના ધાર્મિક કે વહેવારીક પ્રસંગ માટે સાજન માજન સાથેના શહેરમાં વાજતે ગાજતે ફરતા બંદસમૂહને વરઘોડો ' શબ્દથી જ ઓળખાવાય છે. યવપિ ગુજરાતીમાં ‘સરઘસ’ શબ્દ છે, પણ આજે તે જે અર્થમાં રૂઢ થયો છે તે જોતાં બધા પ્રસંગે બંધ બેસતો નથી. અને બીજે કોઈ યથાર્થ શબ્દ ગુજરાતીનો હાથ આવ્યો નથી, હિન્દી ભાષામાં વરઘોષને પરવા કહે છે. આ યાત્રા ' શબ્દ વરઘોડાના અર્થમાં ગુજરાતીમાં વપરાતો થયો છે, એટલે મેં પણ તેનો અહીં ઉપયોગ કર્યો છે. Jain Education international For Personal & Private Use Only ૧૩૩. www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy