SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મી લિપિન મૂળાક્ષરોની સંખ્યા કેટલી હતી? આ માટે જૈન આગમસૂત્ર સમવાયાંગ ૪૬ ની સંખ્યા જણાવે છે. યાપિ મૂલકર કયા ૪૬ તે બાબતમાં મૌન રહે છે. પણ પ્રસ્તુત અંગની અગિયારમી શતાબ્દીમાં રચાએલી ટીકામાં ટીકાકાર F5 સૂ સૂ સ્વરો અને ૨ વ્યંજનો આ પાંચ સિવાયના ૪૬ ની સંભાવના નોંધે છે. ભારતીય લિપિ વિજ્ઞાનના પિતા ઓઝાછ a કે ૪ બેમાંથી એકનો વિકલ્પ સૂચવે છે. સાતમી સદીના ચીની યાત્રી હ્યુએનસંગે ૭ની તેમજ અન્યત્ર ૨ ની પણ નોંધ લેવાઈ છે. આ લિપિના આકારો કેવા હશે ? તેનો નિર્દેશ “પ્રભવ્યાકરણ' માં થયો છે. તે આજની લિપિ સાથે કવચિત બંધ બેસે છે. બ્રાહતીની મહત્તા બ્રાહ્મી લિપિને લિપિવિદોએ વિદ્યમાન હજારો લિપિઓની માતા તરીકે ઓળખાવી છે. ભારતની તમામ લિપિઓનું મૂળ બ્રાહ્મીને જણાવી છે, એટલે બ્રાહ્મી એ માતા અને અન્ય લિપિઓને તેના વંશવિસ્તારરૂપે સમજવી જોઈએ. આ લિપિ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી કોઈ પણ લિપિનું અનુકરણ કર્યા વિનાની, જેવું લખાય તેવું જ બોલાય અને જેવું બોલાય તેવું જ લખાય એવી છે. તેથી જ તે એક વિકાસોન્મુખ વૈજ્ઞાનિક ઢબે ગોઠવાએલી વર્ણમાળાવાળી, લિપિ ગણાય છે, અને અનેક કારણોથી તેને એક સાર્વદેશિક લિપિ લેખવામાં આવે છે, જૈન ગ્રન્યો આ લિપિને “આર્યલિપિ' તરીકે ઓળખાવે છે. આ જ લિપિમાં જૈન-ઔદ્ધ* ધર્મશાસ્ત્રો લખાયાં હતાં. વર્તમાન નાગરીનું પ્રાચીન સ્વરૂપ તે બ્રાહ્મી અને તેનો અર્વાચીન અવતાર તે નાગરી. આ બ્રાહ્મી પ્રાદેશિક ભેદે, લેખનભેદે ધીમે ધીમે એવું પરાવર્તન પામી કે બ્રાહ્મીના મૂલ” મરોડો શોધવાનું કામ મુશ્કેલ બન્યું. લિપિ વસ્તુ જ એવી છે કે તે હંમેશાં પરાવર્તનશીલ જ હોય છે, પાંચમા ખાના અંગે આ પાનામાં લિપિની પ્રકીર્ણક બાબતો આપી છે એમાં બ્રાહ્મી અને જૈન લિપિનો અa આપ્યો છે. તે પછી ક્રમશઃ અનુનાસિક વર્ણ છઠ્ઠામૂલીમ, ઉપખાનીય વર્ણ, અનુસ્વાર, વિસર્ગ, સંયુક્તાક્ષરો , અને વણે આપ્યા છે. તે પછી વધુ પ્રચલિત ત્રણ મંત્ર બીજો, દીર્ષ સ્વર ૪ અને ૧૪ ૩૬૧૬ આ સાત વ્યંજન-વર્ગોના વણથી થતો પિઅક્ષર અથવા ટાક્ષર આપ્યો છે, તે પછી જૈન લિપિમાં સવિશેષ વપરાએલા ૧૪ સંયુક્તાક્ષરો-જેવક્ષરો, તે પછી જન-અજેન લિપિની જરૂર પૂરતી ૧ થી ૮ તથા શૂન્યની અંક સંખ્યા, વળી અન્તમાં પ્રાચીન લિપિમાં વપરાએલાં અને અર્વાચીન લેખનકળામાં વપરાતાં ચિહ્નો દર્શાવ્યાં છે. અહીં અમમાત્રા કે પડિમાત્રાના નમૂના વગેરે બાબતો દશાવી નથી, ૬. વાવ નો-તીર્થંકરોના ગભવિતરણ બાદ એમની માતાઓને મધ્યરાત્રિએ આવતા ૧૪ મહાસ્વમો, આ મહાસ્વમો સર્વોત્તમ પુણ્યશાલી એવા ભગવાનના ગર્ભના પ્રભાવે જ આવે છે. અને એથી આ સ્વમો તીર્થકરનો જ આત્મા અવતર્યો છે તેનું સૂચન કરનારા છે. પહેલા તીર્થંકરની માતા ચૌદ સ્વમમાં પ્રથમ વૃષભને અને તે પછી ગર્જ, સિંહ, લક્ષ્મી વગેરેને જુએ છે. જ્યારે બાવીશ તીર્થકરની માતાઓ સ્વમમાં પ્રથમ “હાથીને અને તે પછી વૃષભ સિંહ વગેરેને જુએ છે, ૫ણું ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરની માતા પ્રથમ સ્વમમાં સિંહને અને તે પછી ગજ, અવૃષભ વગેરેને જુએ છે, આ સ્વપ્નનાં દર્શનથી, જેનારને કે તેના કુટુંબને કલ્યાણ, સંપત્તિ, આરોગ્ય, સન્તોષ, દીર્ધાયુષ અને ઉપદ્રવોનો અભાવ વગેરે ફળોની પ્રાપ્તિ શાસ્ત્રમાં જણૂવી છે. આ ચૌદ સ્વપ્નોને તેનાં નામ સાથે અહીં આલેખ્યાં છે. ૭. સાત - સ્વરો અસંખ્ય હોઈ શકે છે. પણ તે બધામનું વર્ગીકરણ કરી તેનો સાતમાં જ સમાવેશ કરાયો છે. વટવૃક્ષ જેવા વિરાટ શબ્દ બ્રહ્મનું સાત સ્વરનું મંડલ એ બીજ છે. સંગીતને “પંચમવેદ' જેવી ઉપમા આપી છે. Aી અદભુત વાત અને કેવી અજબ લીલા ! અસંખ્ય વર્ષોથી ગવાતા કરોડો રાગોનું મૂળ માત્ર આ સસ-સ્વરો જ. અહીંઆ સારેગમ વગેરે સાત સ્વરોને બતાવ્યા છે. ર૭. શાઓમાં લિપિઓને જ્યાં નામાવલિઓ મળે છે ત્યાં આ ઉલ્લેખ “બ્રાહ્મો’ નો જ હોય છે. જૈન આગમ અંગોમાં પાંચમાં અંગ ભગવતીજી મૂત્રનો પ્રારંભ ળકો ની વિર મૂત્રથી જ થયો છે. અર્થાત પ્રારંભમાં જ “બ્રાહ્મીલિપિને નમસ્કાર' કર્યો છે. લિપિ ૫ણું પી સન્માન્ય અને આદરપાત્ર બાબત છે તેનો આ સૂત્ર સૂચક ખ્યાલ આપે છે. ૨૮. જુઓ-પન્નવણા, સમવાયાંગ અને ચઉપન્ન ચરિયના ઉલ્લેખો. ૨૯, જુઓ-લલિત વિસ્તરા.' ૩૦. બ્રાહ્મીના મરોડો બધા બદલાયા પણ એક ૪ વર્ષે પોતાનું મૂળ સ્વરૂપ ન છોડયું એથી ૮' હઠીલો વર્ણ કહેવાય છે, જિદ્દી કે મૂર્ખ વ્યક્તિને ‘’ જેવી કહેવાય છે તે આ જ કારણે. ૩૧. લિપિ હંમેશા કાળભેદે કે દેશભેદે પરાવર્તનશીલ જ રહે છે. ઋષભદેવ ભગવાને બતાવેલી લિપિ અને ત્રણ હજાર વર્ષ ઉપરની કે આગમ લેખિત કાળની લિપિ વચ્ચે શો તફાવત હશે તે નિર્ણય કરવાનું નિર્ણયાત્મક કોઈ સાધન નથી. ૩૨, આ વર્ષે બાવન અક્ષરની ગણત્રીમાંના છે. ૩૩. પિડ એટલે સમૂહ, સમૂહવર્ષોથી નિષ્પન્ન અક્ષર તે પિરાક્ષર, આ અક્ષરને લખીએ ત્યારે ફૂટ એટલે શિખર જેવો લાગતો હોવાથી કુટાક્ષર અને સંયુક્તાક્ષર કે વક્ષર પણ કહેવાય છે. આની સંખ્યામાં થોડો મતભેદ છે. આ અક્ષરો થી ૬ સુધીના તમામ વ્યંજનોથી બને છે, અહીં 5 થી શરૂ થતો આંg અક્ષર બતાવ્યો છે. બીજા અક્ષરો , 1 થી શરૂ થતા સમજવા, કૂટાક્ષરો ૩૨ થી ૩૫ સંખ્યા વચ્ચેના આવે છે. આનું સંપૂર્ણ વલય કેવું હોય તે માટે જુઓ મારૂં સમ્પાદિત કરેલું મુક્તિ મિત્ર ૩૪. સહુથી વધુ તીર્થંકરની (- એટલે બાવીશની) માતાઓ ચૌદ સ્વમમાં પ્રથમ હાથીને જોતી હોવાથી શાસ્ત્રમાં પ્રથમ હાથીનો ઉલ્લેખ કર્યો છે. તેના આધારે આત્રપૂજામાં “પહેલે ગજવર દીઠો' કહેવામાં આવ્યું છે. ૩૫. જે તીર્થંકરનો આત્મા સ્વર્ગમાંથી એવી આવતો હોય તો તેમની માતા બારમાં સ્વમમાં ‘વિમાન' ને જુએ અને - નરકમાંથી નીકલીને આવતો હોય તો તેની માતા ‘ભવન' ( ભવ્ય ગૃહ-આવાસ)ને જુએ છે. स्वट्वांग ૩૬, દિગમ્બર સંપ્રદાય સોળ સ્વમો આવ્યાનું માને છે. (સે પ્રાર) ૧૧૯ www.jainelibrary.org Jain Education Intemational For Personal & Private Use Only
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy