SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૫ વિસર્ગ" [ મ ], "જિહવામૂલીય [xx] અને “ઉપભાનીય [x,x, ], આ ચાર વર્ણો અને “બાવનમો અનુનાસિક વણું [મેં ], પહેલા ખાનામાં દેવનાગરીના ૩૮ અક્ષરો બતાવ્યા છે. શેષ રહ્યા તે પાંચમાં ખાનામાં આપેલા છે. આ આર્યલિપિ ઈ. સ. ની દશમી શતાબ્દીથી શરૂ થયાનું લિપિવિો જણાવે છે. આ લિપિ સાર્વદેશિક બની ગઈ છે. અને આજે પણ દેશના મોટા ભાગમાં વિવિધભાષી લોકોમાં આ લિપિનો વપરાશ છે. બીજા ખાનાની જૈન લિપિ લિપિવિદોની માન્યતા મુજબ સમય જતાં નાગરી લિપિમાંથી જ જૈન લહિયાઓએ કેટલાક અક્ષરોનું એક વિલક્ષણ સ્વરૂપ વિકસાવ્યું. તેથી પ્રસ્તુત નાગરી “જેનલિપિ' એવા સ્વતંત્ર નામને પામી. ખરી રીતે એને માટે જેનશૈલીની નાગરી એમ કહેવું વધારે સમુચિત છે. નાગરીના જે અક્ષરોના ભરોને પરાવર્તન પામ્યા તેની સંખ્યા પાંચ સ્વરો અને છ વ્યંજનો મળીને અગિયારની છે. સ્વરોમાં એ, , , , ઓ અને વ્યંજનોમાં મુખ્યત્વે ૨, ૧, ૨, ૪, , ૬. જન લિપિમાં લખવા માટે અઢમાત્રા અને પભિાત્રાના બે પ્રકારો ચાલતા હતા. એમાં અઢમાત્રાના પ્રકારમાં હસ્વ દીર્થ ચિહો, અક્ષરની ઉપર કે નીચે ન મૂક્તાં અક્ષરના આગલા ભાગમાં મૂકાતાં હતાં જેમકે-૪ અને ૫ડિ કે પૃ૪માત્રામાં લખાણની સુંદરતા જાળવવા મસ્તક ઉપરની માત્રા અક્ષરની પાળ એ જ અક્ષરના માથાને સ્પર્શીને મૂકાતી. જેમકે રેવે લખવું હોય ત્યારે તાવ આ બંને પ્રકારો હાલ નષ્ટપ્રાયઃ થયા છે. આજે તો આ બધાં ચિહ્નો ઊર્ધ્વમાત્રા કે અધોમાત્રાના રૂપમાં જ લખાય છે. ત્રીજા ખાનાની ખરોષ્ઠી લિપિ અખરોક નામના આચાર્યના નામ ઉપરથી અને અન્ય મતે ખર એટલે ગર્દભ અને ઓક એટલે હોઠ, આ લિપિના અક્ષરો ગર્દભના હોઠ જેવા મોટા લખવામાં આવતા હોવાથી, અથવા ખરોઝ નામની જાતિ ઉપરથી લિપિને પૂર્વોક્ત નામ પડ્યું છે. આ લિપિની વિશેષતા એ છે કે સ્વરમાં માત્રાઓ જોડાઈને લખાય છે. જેમકે-મિ મૂ ઈત્યાદિ. આના મૂલાક્ષરો ૩૭ છે. એમાં સ્વરો પાંચ છે. અને તે હસ્વ જ છે. શેષ વ્યંજનો છે. આ લિપિ ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દીમાં જન્મીને ઈ. . ની ત્રીજી શતાબ્દીમાં અસ્તાચળે પહોંચી ગઈ હતી, જૈનગ્રન્થમાં જ્યાં લિપિના પ્રકારો બતાવ્યા છે એમાં ખરોધીને ઉલ્લેખ થયો છે. ચોથા ખાનાની બાહ્મી લિપિ જૈન અનુશ્રુતિ પ્રમાણે આ લિપિનું જ્ઞાન, અબજનાં અબજો વરસ ઉપર આ યુગની આદિમાં થએલા આ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવે પોતાની પુત્રી “ બ્રાહ્મી ને જમણા હાથ વડે આ યુગમાં પહેલ વહેલું આપ્યું ત્યારથી લખવા માટે ‘વર્ણમાલા’ માનવજાતને પ્રાપ્ત થઈએટલે લિપિ વિજ્ઞાનનો પ્રારંભ થયો. આ લિપિ “બ્રાહ્મી ' ના નામથી બ્રાહ્મી તરીકે ઓળખાઈ અને તે આલિપિ' ગણાઈ. શ્રી ઋષભદેવે બીજી પુત્રી સુન્દરીને ‘અંકજ્ઞાન ~ શીખવાડ્યું. અંક પણ એક પ્રકારની લિપિ જ કહેવાય છે. ૧૬-૧૬. અનુસ્વાર વિસર્ગ વગેરે આકૃતિઓ અનક્ષરી હોવાં છતાં તેમાં પણ અર્થસંકેત હોવાથી તેને વર્ણમાં ગણીને વર્ણમાલામાં સ્થાન આપ્યું છે. ૧૭ : ત્રિરાકૃતિઃા. ૧૮. નકુમારૂતિઃ | તાત્પર્ય એ છે કે કોઈ શબ્દને અને વિસર્ગ હોય અને તે પછી કે વ્ર થી શરૂ થતો શબ્દ હોય તો પૂર્વે રહેલા વિસનું ઉચ્ચારણ જિવાના મૂલાધ્યભાગથી અમુક પ્રકારે કરવામાં આવે છે. આ વિશિષ્ટ ઉચ્ચારણની ઓળખ માટે વૈયાકરણોએ વિસર્ગની જગ્યાએ અમુક સંતાત્મક ચિહ્ન વાકૃતિ,૮મૂકવાનું સૂચવ્યું અને એને “મહાપ્રાણવિસર્ગ' નું નામ આપીને એને જ જિવામૂલીય વર્ણની સંજ્ઞા આપી. ઉદાહરણ તરીકે ગ્રુપ: 1 નોતિ આ વાક્યને સાચી રીતે પX #ાર્ય રાતિ | આ રીતે જ લખી શકાય. હવે વિસર્ગ પછી કે # આવે તો એનું ઉચ્ચારણ હોઠથી અમુક રીતે થતું હોવાથી તેના સંક્ત તરીકે ગજના ગડસ્થલને મળતું ૪)( બેમાંથી એક જાતનું ચિહ્ન મૂકાય છે, તેને ઉપહ્માનીય વર્ણ કહેવાય છે. ઉપબા એટલે હોઠ અને તેથી ઉચ્ચારાતો વર્ણ તે ઉપમાનીય. ૧૯. બાવનની ગણતરી બીજી રીતે પણ થાય છે. જેમાં જિહવામૂલીય, ઉપબાનીય અને અનુનાસિક વ્યંજનોમાં ઢ, ણ, અને ૪ વ્યંજનો ને પણ ગણાવે છે. ચોથી શતાબ્દી પછી આજે લખાતા લ ની જગ્યાએ સંયુક્તાક્ષર રૂપે સ્વર ઉમેરીને ‘મ્' આ રીતે લખાતો. પાછળથી તેને પોતાનું મૂલ સ્વરૂપ બદલાવીને ક્ષ અવતારને ધારણ કર્યો. આમ થતા ૪ માં ક્યાં વસે છે તેની ઓળખ આપવાની જરૂરીયાત ઊભી થતાં વ્યાકરણકારોને ૫: સંયને લ:” એવું વિધાન કરવું પડ્યું. એ જ પ્રમાણે ૪ ની જગ્યાએ સંયુક્તાક્ષર “ =' માટે બન્યું. તેને પણ પોતાનો કાયાકલ્પ કરીને 3 એવો અભિનવ દેહ ધારણ કરતાં સગોઃ આવું સૂત્ર આપવું પડ્યું. વળી આજનો સંયુક્તાક્ષર “1' પણ પ્રાચીન કાળમાં ત૬ આ રીતે લખાતો, સ્વર ઉમેરીને તે લખાતો તેને કાલાંતરે ૬ એવો નવો અવતાર લીધો. આ માત્ર વર્ણ નહીં પણ સંયુક્તવર્ણો છે. ૨૦. આ લિપિમાં ઈ. સ. ૧૦૦૮ માં લખાએલો એક ગ્રન્થ લંડન-કેમ્બ્રીજમાં છે. વળી વિરોતાવકેચમાથી એ નામની કૃતિ પણ નાગરી લિપિમાં છે, અને તે જેસલમેરના ભંડારમાં છે. મેં એનાં દર્શન કર્યા છે. એ ઉપરાંત નાગરી અભિલેખોના અક્ષર સાથે મળતા ખૂલતા અક્ષરોવાળી તાડપત્રીય પ્રતો ઘણી મળે છે. જેનો સમય ૧૦-૧૧મી શતાબ્દી છે. ર૧. એમ પણ પ્રશ્ન થઈ શકે ખરો કે જેન લિપિમાંથી જ નાગરીનો જન્મ કેમ થયો ન હોય ? ૨૨, આ માન્યતા ચીની વિદ્વાનોની છે. ૨૩, છેલ્લા ૩૦, ૪૦ વરસથી ગાંધીવાદી મંડળોમાં આ જાતની લિપિનો વપરાશ થઈ રહ્યો છે. ૨૪. તુર્કસ્તાન વગેરે દેશ જયાં ભારતીય કે બૌદ્ધ સભ્યતા ઠીક હતી ત્યાં આ લિપિ ઘણા લાંબા સમય સુધી ચાલી હતી, ૨૫. બ્રાહ્મીની ઉત્પત્તિમાં અજેનો બ્રહ્માને કારણરૂ૫ માને છે કે બ્રહ્માથી મળેલી તેથી બ્રાહ્મી નામ પડ્યું એમ કહે છે. ચીનનો વિશ્વકોશ પણ આ વાતને ટેકો આપે છે. બંને અનુશ્રુતિઓ તેની પ્રાચીનતાનો સ્વીકાર કરે છે એ સ્પષ્ટ છે. સ્વફT , (ક ) ૨૬. શુન્ય અંકની શોધ સંપૂર્ણ ભારતીય છે. આ દેશે જ અન્ય દેશને શૂન્ય અંકની ભેટ આપેલ છે. Jall 1 cation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy