________________
गुर्जरविवेचनसमन्वितः
<
તે વસ્તુના જ્ઞાનનો પ્રસંગ આવે; કેમ કે તે એકસ્વભાવી છે. પણ એવું નથી જ, કારણ કે ક્યાંક, ક્યારેક, કોઈકને જ તે વસ્તુનું જ્ઞાન થાય છે. હવે સર્વથા એકસ્વભાવીમાં દેશાદિકૃત વિશેષની કલ્પના પણ યોગ્ય નથી, કારણ કે તેવું માનવામાં તેની અનિત્યતાનો પ્રસંગ આવે.
६७
* વસ્તુને માત્ર નિત્યરૂપ માનવામાં દોષપરંપરા
વિવેચનઃ વસ્તુને જો અપ્રચ્યુત (=વિનાશ ન પામનારી), અનુત્પન્ન (=ઉત્પન્ન ન થનારી) અને સ્થિર (=અપ્રચલિત રહેનારી) એવા એકસ્વભાવવાળી સર્વથા નિત્ય મનાય, તો તે વિશે વિકલ્પો ઘટતા નથી. જુઓ –
તે સર્વથા-એકસ્વભાવી નિત્યવસ્તુ કેવી છે ?
(૧) વિજ્ઞાનજનનસ્વભાવી, કે (૨) વિજ્ઞાન-અજનનસ્વભાવી ?* (અર્થાત્ વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે કે નહીં ?)
(૧) જો તેને વિજ્ઞાનજનનસ્વભાવી મનાય, તો - તે વસ્તુ સર્વથા એકસ્વભાવી હોવાથી - તેનો વિજ્ઞાનજનનસ્વભાવ કાયમ માટે અવસ્થિત રહે અને તેથી તો બધે ઠેકાણે, બધા કાળે, બધા પ્રમાતાઓને તે પદાર્થનું જ્ઞાન થવા લાગે ! પણ તેવું તો દેખાતું નથી, કારણ કે કો’ક ક્ષેત્રમાં, કો’ક કાળે, કો'ક પ્રમાતાને જ વસ્તુનો બોધ થતો દેખાય છે.
પૂર્વપક્ષ : : વસ્તુ તો સર્વથા એકસ્વભાવી જ છે, પણ દેશ-કાળાદિ દ્વારા તેમાં તેવી વિશેષતાનું આધાન થાય છે કે જેથી વિજ્ઞાનજનનસ્વભાવ સર્વથા હોવા છતાં પણ નિયત દેશ-કાળમાં નિયત પ્રમાતાને જ પદાર્થનો બોધ થાય છે. એટલે પ્રતિનિયત વ્યવસ્થા અનુપપન્ન નથી.
ઉત્તરપક્ષ ઃ જો નિત્ય વસ્તુમાં, દેશાદિથી કરાયેલી વિશેષતાનું આધાન માનો, તો તો એ વસ્તુ અનિત્ય જ બની જાય, કારણ કે વિશેષતાનું આધાન ત્યારે જ થાય કે જ્યારે પૂર્વસ્વભાવની નિવૃત્તિ થાય... અને પૂર્વસ્વભાવની નિવૃત્તિ એ જ તો અનિત્યતાનું લક્ષણ છે.
X
*
'सहकारिणमपेक्ष्य जनयति' इति चेत् ? न, एकान्तनित्यस्यापेक्षायोगात्; तथाहिसहकारिणा तस्य विशेषः क्रियते ? न वा ? इति वक्तव्यम्, यदि क्रियते; किमर्थान्तरभूतः ? अनर्थान्तरभूतो वा ? इति यद्यर्थान्तरभूतः, तस्य किमायातम् ? 'स तस्य विशेषकारकः ' इति चेत् ? न, अनवस्थाप्रसङ्गात्; तथाहि - स विशेषस्ततो भिन्नः ? अभिन्नो वा ? तदेवावर्त्तते, इत्यनवस्था, (चक्रकं वा ) । अथानर्थान्तरभूतः, स विद्यमानः ? अविद्यमानो વા ? વિ વિદ્યમાન:, યં વિતે ? રળે વાડનવસ્થાપ્રસાઃ ।
* બીજા વિકલ્પનો ખુલાસો યદ્યપિ ગ્રંથમાં નથી કર્યો, પણ જો વિજ્ઞાનજનન સ્વભાવ ન હોય, તો જ્ઞાન જ ન થાય અને તો વસ્તુ જ સિદ્ધ ન થાય. એટલે તેનું નિરાકરણ સ્વયં સમજી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org