________________
४०
अनेकान्तवादप्रवेशः
<0
આમ બંનેમાંથી એક પણ પક્ષભાવી દોષ અમારા મતે નથી. એટલે વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ એમ સદસદ્ ઉભયરૂપ માનવી જ રહી.
*
A પૂર્વમુદ્રિતે ‘નિમિત્તત્વાર્' કૃતિ પા:, અત્ર D-પ્રતપાઈ: 1 - પ્રવેશરશ્મિ :
*
ततश्चैवं न सर्वथा सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, न चासत्त्वं सत्त्वपरिहारेण ।। न चानयोरविशेष एव भिन्ननिमित्तत्वात्; तथा हि- 'स्वद्रव्यादिरूपेण सत्, परद्रव्यादिरूपेण चासत्' इत्युक्तम् । ततश्च तद् यत एव सत् अत एवासत्, परद्रव्यादिरूपासत्त्वे सति स्वद्रव्यादिरूपेण सत्त्वात् तथा यत एवासत् अत एव सत्, स्वद्रव्यादिरूपसत्त्वे सति परद्रव्यादिरूपेणासत्त्वात् ।
अत एव चैकत्र सदसत्त्वयोर्विरोधो न संभवति, भिन्ननिमित्तीद् धर्मिभावात् । एतच्चोत्तरत्र प्रपञ्चयिष्यामः । अनुभवसिद्धत्वाच्च; तथाहि - स्वपररूपाव्यावृत्तव्यावृत्तरूपमेव तद्वस्तु अनुभूयते ।।
ભાવાર્થ : અને તેથી સત્ત્વ અસત્ત્વને છોડીને નથી રહ્યું અને અસત્ત્વ સત્ત્વને છોડીને નથી રહ્યું અને તે બંને એક જ નથી, કારણ કે બંનેનું નિમિત્ત ભિન્ન છે. તે આમ - સ્વદ્રવ્યાદિરૂપે સત્ અને પરદ્રવ્યાદિરૂપે અસત્, એવું કહ્યું છે. અને એટલે વસ્તુ જેથી સત્ છે, તેથી જ અસત્ છે, કારણ કે તેનું પરદ્રવ્યાદિરૂપે અસત્પણું હોવાથી જ સ્વદ્રવ્યાદિરૂપે સર્પણું છે. તથા, જેથી અસત્ છે, તેથી જ સત્ છે, કારણ કે તેનું સ્વદ્રવ્યાદિરૂપે સણું હોવાથી જ પરદ્રવ્યાદિરૂપે અસત્પણું છે. અને એટલે જ એકત્ર સત્ત્વ-અસત્ત્વનો વિરોધ પણ ન સંભવે, કારણ કે વસ્તુ બે જુદા નિમિત્તે ધર્મી બને છે. આ વાત અમે આગળ વિસ્તારીશું. અને તેવું અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - દરેક વસ્તુઓ, સ્વરૂપ - અવ્યાવૃત્ત અને પરરૂપવ્યાવૃત્ત એમ ઉભયરૂપે જ અનુભવાય છે.
* સદસદ્ ઉભયરૂપતાસિદ્ધિ
વિવેચન : પૂર્વોક્ત કથનથી ફલિત થાય કે, ઘટમાં રહેલું પાર્થિવસત્ત્વ, પૂર્ણપણે જળાદિઅસત્ત્વને છોડીને નથી રહ્યું અને જળાદિઅસત્ત્વ પણ પૂર્ણપણે પાર્થિવસત્ત્વને છોડીને નથી રહ્યું. એટલે તેઓ કથંચિદ્ પરસ્પર અનુવિદ્ધ છે. (અર્થાત્ કથંચિદ્ તેઓ બે એક છે.)
અને તેઓ બે સર્વથા એક જ છે, એવું પણ નથી, કારણ કે બંનેનું નિમિત્ત જુદું જુદું છે. તે આ પ્રમાણે - વસ્તુ, સ્વદ્રવ્યાદિરૂપે સત્ છે અને ૫૨દ્રવ્યાદિરૂપે અસત્ છે - આવું અમે પૂર્વે કહ્યું હતું, તેનાથી સિદ્ધ થાય કે પાર્થિવસત્ત્વનું નિમિત્ત સ્વદ્રવ્યાદિ છે અને જળાદિઅસત્ત્વનું નિમિત્ત પરદ્રવ્યાદિ છે અને એમ નિમિત્તો જુદા હોવાથી તે બેની સર્વથા ઐક્યતા ન મનાય.
અને એટલે જ (=સત્ત્તાસત્ત્વ બંને કથંચિદ્ ભિન્નાભિન્ન હોવાથી જ) ઘટ વગેરે વસ્તુઓ, જે કારણથી સત્ છે, તે કારણથી જ અસત્ છે. કારણ કે તેઓ પરદ્રવ્યાદિરૂપે અસત્ હોવા સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org