________________
गुर्जरविवेचनसमन्वितः
(ભાવ એ કે, જે વસ્તુનો સ્વભાવ તુચ્છ હોય, તે વસ્તુ પોતે પણ તુચ્છ જ હોય, અતુચ્છવાસ્તવિક નહીં. એટલે પ્રસજ્યપક્ષે તો વસ્તુનું અસ્તિત્વ જ વિલુપ્ત થાય છે.)
३९
(૨) જો અસત્ત્ને પર્યુદાસપ્રતિષધરૂપ મનાય, તો અસત્ની વ્યુત્પત્તિ આવી થશે : ‘સત: અન્યત્= અસત્=સવન્તરમ્' અર્થાત્ વિવક્ષિત સત્થી જુદો બીજો સત્પદાર્થ' અને આ વ્યુત્પત્તિ પ્રમાણે તો અસત્ એક પ્રકારનું સરૂપ જ બનવાથી, વસ્તુની માત્ર સરૂપતા જ સિદ્ધ થાય, અસપતા નહીં.
વળી ઘટનું અસપ; સદંતરરૂપ (બીજા પટાદિ પદાર્થરૂપ) હોઈ વસ્તુનું સ્વરૂપ બની શકે નહીં, કારણ કે ઘટ તે અસત્=સદંતર=પટરૂપ હોય એવું કોઈને માન્ય નથી.
એટલે આમ અસરૂપ ન રહેવાથી, ઘટાદિ વસ્તુની અસપતા સંગત થાય નહીં અને તો વસ્તુ સદસ ્ ઉભયરૂપ છે, તેવું કથન પણ સંગત ન થાય.
एतदप्ययुक्तम्, भगवदर्हन्मतापरिज्ञानात्, पक्षद्वयेऽपि दोषाभावात् ।। થમમાવ: ? કૃતિ 11
उच्यते-यद्यपि सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत्, तथापि स्वरूपेण सत्त्वात्, तद्रूपेण चासत्त्वात्, सदसद्रूपतैव; इति ।
! પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : આ વાત પણ અયુક્ત છે, કારણ કે ભગવાન અરિહંતના મતનું તમને જ્ઞાન નથી, ખરેખર તો બંને પક્ષમાં દોષનો અભાવ છે. કેવી રીતે અભાવ ? કહેવાય છે - જો કે અસત્ માત્ર સનિવૃત્તિરૂપ નિરુપાખ્ય છે, પણ તે સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોવાથી તેની સદસ ્પતા છે જ.
ૢ પૂર્વોક્ત વિકલ્પ અયુક્તતાદર્શક ઉત્તરપક્ષ
વિવેચન : તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે ભગવાન અરિહંતના મતનું તમને યથાર્થ જ્ઞાન નથી. પહેલાં ભગવાન અરિહંતનો મત સમજો - આર્હતમતે ઘટાદિ તમામ વસ્તુઓ સદસદ્ ઉભયરૂપ છે, સત્ત્વથી તદ્દન ભિન્ન (અનનુવિદ્ધ) એવા અસત્ત્વની અપેક્ષાએ અસરૂપ નથી. (એવું હોય, તો વસ્તુના અસત્ત્વની આપત્તિ આવે, પણ એવું નથી.)
એટલે, અસહ્માં છે તો પ્રસજ્જ પ્રતિષેધ જ, ‘સત્ ન ભવત તિ અસત્' એ જ રૂપ લેવાનું છે, પણ છતાં તેનાથી તમે આપેલ (વસ્તુ તુચ્છ બનવાની) આપત્તિ આવતી નથી, કારણ કે તે અસમાં પરદ્રવ્યાદિરૂપેણ સત્નો જ નિષેધ છે, સર્વથા નહીં (પરદ્રવ્યાદિનું તો સત્ત્વ નથી જ.) અને એ અસત્ત્વ, (સ્વદ્રવ્યાદિના) સત્ત્વથી અનુવિદ્ધ હોવાથી (કથંચિદ્ અભિન્ન હોવાથી) સર્વથા તુચ્છરૂપ બનતું નથી. આમ તે પ્રમાણનો વિષય પણ બનશે, વસ્તુધર્મ પણ બનશે અને છતાં વસ્તુ પણ તુચ્છ નહીં બને. અને પર્યુદાસ પક્ષ તો અમે સ્વીકાર્યો જ ન હોવાથી, તે પક્ષગત દોષો અમને ક્ષતિકારક નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org